શોધખોળ કરો
Advertisement
મધ્ય ગુજરાતના આ જિલ્લાની મુશ્કેલીમાં વધારોઃ કોરોનાના વધુ સાત કેસ નોંધાયા, જાણો વિગત
આણંદના આસોદર, આંકલાવ, વિદ્યાનગર, પેટલાદ, ખંભાતમાં એક એક અને ઉમરેઠમાં બે કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે.
આણંદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આણંદ જિલ્લામાં વધુ સાત કેસો નોંધાયા છે. જિલ્લાના નવા જુદા જુદા વિસ્તારોમાં કોરોના કેસ નોંધાયા છે. આસોદર, આંકલાવ, વિદ્યાનગર, પેટલાદ, ખંભાતમાં એક એક અને ઉમરેઠમાં બે કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે.
જિલ્લાના કોરોના પોઝિટિવ કેસમાં તમામ પુરુષો છે.
એક સાથે સાત કેસ આવતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. 6 દર્દીઓ કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે, જ્યારે એક ખંભાત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જિલ્લામાં કુલ સંક્રમણ આંક 141 પર પહોંચ્યો છે.
રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 25 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 520 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 27 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમતિ દર્દીઓની સંખ્યા 25 હજાર 148એ પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1561 પર પહોંચ્યો છે. આજે 348 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેની સાથે અત્યાર સુધી 17438 દર્દીઓ સ્વસ્થ થયા છે.
ગઈ કાલે નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 330, સુરતમાં 65, વડોદરામાં 44, ગાંધીનગર- 16, ભરુચ-7, જામનગર- 6, જુનાગઢ- 5, ભાવનગર 4, રાજકોટ 4, આણંદ-4, પાટણ-4, ખેડા 4, મહેસાણા 3, ગીર સોમનાથ 3, બનાસકાંઠા 2, અરવલ્લી 2, સુરેન્દ્રનગર 2, દેવભૂમિ દ્વારકા, 2, અમરેલી 2, મહીસાગર 1, સાબરકાંઠા 1, બોટાદ 1, દાહોદ 1, નવસારી 1, નર્મદા 1, મોરબી 1 અને અન્ય રાજ્યના 4 કેસ નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion