શોધખોળ કરો
Advertisement

Coronavirus: રાજ્યમાં અત્યાર સુધી 2 લાખ 6 હજારથી વધુ લોકોએ કોરોનાને આપી મ્હાત, સાજા થવાનો દર 91.99
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1270 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,24,081 પર પહોંચી છે.

પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે, કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 1465 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી કુલ 2,06,126 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ સતત વધી રહ્યો છે. આરોગ્ય વિભાગ અનુસાર રાજ્યમાં રિકવરી રેટ 91.99 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 84,92,641 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે 60,547 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1270 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4135 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13820 એક્ટિવ કેસ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,24,081 પર પહોંચી છે.
આજે સૌથી વધુ અમદાવાદમાં 279 દર્દીઓ સાજા થયા હતા. તેના બાદ સુરતમાં 269, વડોદરામાં 265, રાજકોટ શહેરમાં 146, મહેસાણામાં 44, ગાંધીનગરમાં -11, પાટણમાં 51, પંચમહાલમાં 58, જામનગરમાં 36 દર્દીએ કોરોનાન મ્હાત આપી હતી.
આજે ક્યા કેટલા કેસ નોંધાયા
અમદાવાદ કોર્પોરેશનમાં 265, સુરત કોર્પોરેશનમાં 171, વડોદરા કોર્પોરેશનમાં 138, રાજકોટ કોર્પોરેશનમાં 89, મહેસાણામાં 50, રાજકોટ-35, પાટણ-40, વડોદરા-41, ગાંધીનગર-39, પાટણ-37, રાજકોટ-35, પંચમહાલ-28, દાહોદ-25, સુરત-25, જામનગ કોર્પોરેશન-23, કચ્છ-21 અને સુરેન્દ્રનગરમાં 21 કેસ નોંધાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
સમાચાર
Advertisement


gujarati.abplive.com
Opinion