શોધખોળ કરો

ગુજરાતના આ શહેરમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં નોંધાયા 300થી વધુ કોરોનાના નવા કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 654 કેસ નોંધાયા હતા જ્યારે ઓમિક્રોનના નવા 16 કેસ નોંધાયા હતા.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ અને ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 654 કેસ નોંધાયા હતા જ્યારે ઓમિક્રોનના નવા 16 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ નવા કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કોરોના સંક્રમણના દૈનિક કેસનો આંકડો 300ને પાર પહોંચી ગયો છે.

તો આ તરફ ઓમિક્રોન વેરિયંટના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ઓમિક્રોનના નવા 16 કેસ નોંધાયા છે.આજે અમદાવાદમાં 6,સુરત અને આણંદમાં 3-3 કેસ નોંધાયા છે. જ્યારે અમરેલી,બનાસકાંઠા,ભરૂચ અને જૂનાગઢમાં એક એક કેસ નોંધાયો છે.અત્યાર સુધીમાં રાજ્યમાં ઓમિક્રોન વેરિયંટના કુલ 113 કેસ નોંધાઈ ચૂક્યા છે.જે પૈકી 54 દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 311, સુરત કોર્પોરેશનમાં 97,  વડોદરા   કોર્પોરેશનમાં 38 , આણંદમાં 21, રાજકોટ કોર્પોરેશનમાં 21, સુરતમાં 19, ખેડામાં 13, જામનગર કોર્પોરેશનમાં 12, કચ્છમાં 12, રાજકોટમાં 11, વલસાડમાં 11, નવસારીમાં 10, ભરૂચમાં નવ, ગાંધીનગરમાં નવ, ગાંધીનગર કોર્પોરેશનમાં નવ, અમદાવાદમાં છ, ભાવનગર કોર્પોરેશનમાં છ, જામનગરમાં પાંચ, મહીસાગરમાં પાંચ, મહેસાણામાં પાંચ , અમરેલીમાં ચાર, મોરબીમાં ચાર, તાપીમાં ચાર, પોરબંદરમાં ત્રણ, સાબરકાંઠામાં ત્રણ, વડોદરામાં ત્રણ, બનાસકાંઠામાં એકસ જૂનાગઢ કોર્પોરેશનમાં એક, પંચમહાલમાં એક નવો કેસ નોંધાયો છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 2962  કેસ છે. જે પૈકી 17 વેન્ટીલેટર પર છે, જ્યારે 2945 નાગરિકો સ્ટેબલ છે. 8,18,652 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10118 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 3 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 692 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 6959 લોકોને પ્રથમ અને 41,536 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 24,561 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 1,14,374 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,88,125 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,94,35,345 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. પંચમહાલ, અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, નર્મદા, પાટણ અને સુરેન્દ્રનગરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Netflix જલદી બંધ કરશે પોતાનો બેઝિક પ્લાન, યુઝર્સને મળવા લાગ્યા નોટિફિકેશન
Netflix જલદી બંધ કરશે પોતાનો બેઝિક પ્લાન, યુઝર્સને મળવા લાગ્યા નોટિફિકેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશPM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધનRajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવકBanaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Netflix જલદી બંધ કરશે પોતાનો બેઝિક પ્લાન, યુઝર્સને મળવા લાગ્યા નોટિફિકેશન
Netflix જલદી બંધ કરશે પોતાનો બેઝિક પ્લાન, યુઝર્સને મળવા લાગ્યા નોટિફિકેશન
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Mehsana: ST બસમાં મુસાફરને આવ્યો હાર્ટ એટેક, ડેન્ટિસ્ટે સીઆરપી આપીને બચાવ્યો જીવ
Mehsana: ST બસમાં મુસાફરને આવ્યો હાર્ટ એટેક, ડેન્ટિસ્ટે સીઆરપી આપીને બચાવ્યો જીવ
Jamnagar Cholera Cases: જામનગરમાં એક મહિનામાં કોલેરાના 6 કેસ નોંધાતા હડકંપ
Jamnagar Cholera Cases: જામનગરમાં એક મહિનામાં કોલેરાના 6 કેસ નોંધાતા હડકંપ
Utility: વરસાદમાં એસીનો કેટલો અને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ? જાણો કામની વાત
Utility: વરસાદમાં એસીનો કેટલો અને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ? જાણો કામની વાત
Embed widget