(Source: ECI/ABP News/ABP Majha)
Bharuch: ભરુચ જિલ્લામાં 450થી વધુ સસ્તા અનાજની દુકાનોમાં અનાજ ન પહોંચતા ગરીબો મુશ્કેલીમાં મૂકાયા
સમગ્ર દેશમાં કરોડો ગરીબોને અનાજ મળતું હોવાની જાહેરાતના બેનર લાગ્યા છે પરંતુ ભરૂચ જિલ્લામાં જમીની હકીકત કંઈક અલગ જ છે.
ભરુચ: ભરૂચ જિલ્લાની 450થી વધુ સસ્તા અનાજની દુકાન પર અનાજનો જથ્થો ન પહોંચતા ગરીબ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સમગ્ર દેશમાં કરોડો ગરીબોને અનાજ મળતું હોવાની જાહેરાતના બેનર લાગ્યા છે પરંતુ ભરૂચ જિલ્લામાં જમીની હકીકત કંઈક અલગ જ છે.
ફેબ્રુઆરીના 10 દિવસથી વધુનો સમય થયો હોવા છતાં જિલ્લાની 450થી વધુ દુકાનો પર હજુ સુધી ફેબ્રુઆરી માસનો અનાજનો જથ્થો પહોંચ્યો જ નથી. જેના કારણે હજારો પરિવારો ચિંતામાં મુકાયા છે.
અંતરિયાળ ગામડાઓમાં તો એવી સ્થિતિ ઊભી થઈ છે કે લોકો અનાજ મેળવવા માટે ગામની સસ્તા અનાજની દુકાને દરરોજ ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ તેમને વિલા મોડે અને નિરાશા સાથે ઘરે પરત ફરવું પડે છે. આ અંગે ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે જૂના કોન્ટ્રાક્ટર સામે પોલીસ કેસ થતા તેનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવ્યો છે અને નવા કોન્ટ્રાક્ટર દ્વારા ગાડી મૂકવામાં આવે એટલે આવનારા એકથી બે દિવસમાં સમગ્ર જિલ્લામાં સસ્તા અનાજનો પુરવઠો પહોંચતો થઈ જશે.
મહિલાઓને ફ્રીમાં સિલાઈ મશીન આપે છે સરકાર
ભારત સરકાર દ્વારા તેના નાગરિકો માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકાર વિવિધ બાબતોને લઈને વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવે છે. જેમાં મહિલાઓના હિતને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ પણ ચલાવવામાં આવે છે. ભારત સરકાર મહિલાઓ માટે પણ આવી જ યોજના ચલાવી રહી છે. જેમાં તેમને સિલાઈ મશીન માટે રૂપિયા 15,000 સુધીની રકમ આપવામાં આવી રહી છે. ચાલો જાણીએ શું છે આ સ્કીમ અને તેના લાભો કેવી રીતે મેળવી શકાય છે.
વિશ્વ કર્મ યોજના
વાસ્તવમાં, ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે. ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે. જેમાં મહિલાઓને સિલાઈ શીખવવાનું કામ કરવામાં આવે છે. અને આ કોર્સ પૂરો કર્યા પછી, તેમને રૂ. 15,000 ની રકમ આપવામાં આવે છે. જેથી તે એક સિલાઈ મશીન ખરીદી શકે અને પોતાના ઘરે સિલાઈનું કામ ચાલુ રાખી શકે અને પોતાના ઘરનો ખર્ચ ઉઠાવી શકે. ઘણી મહિલાઓ આ યોજના માટે અરજી કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ સ્કીમમાં સિલાઈ સિવાય બીજા ઘણા કામ શીખવવામાં આવે છે. પરંતુ જો તમારે સિલાઈ મશીન જોઈતું હોય તો તમારે આ સ્કીમમાં દરજી તરીકે રજીસ્ટ્રેશન કરાવવું પડશે.