Gujarat: રાજ્યમાં કાલે 9 લાખથી વધુ વિદ્યાર્થી આપશે જુનિયર ક્લાર્કની પરીક્ષા
રાજ્યના 32 જિલ્લાના 3 હજારથી વધુ કેન્દ્ર પર લેવાનારી પરીક્ષાને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જડબેસલાક તૈયારી કરી છે.
![Gujarat: રાજ્યમાં કાલે 9 લાખથી વધુ વિદ્યાર્થી આપશે જુનિયર ક્લાર્કની પરીક્ષા More than 9 lakh students will give the Junior Clerk exam in the state tomorrow Gujarat: રાજ્યમાં કાલે 9 લાખથી વધુ વિદ્યાર્થી આપશે જુનિયર ક્લાર્કની પરીક્ષા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/30/8e3277daed5123ee0094d3061d14e6e61680146855672571_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: આવતીકાલે રાજ્યમાં જૂનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. 1100થી વધુ જગ્યા માટે અંદાજે સાડા નવ લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના 32 જિલ્લાના 3 હજારથી વધુ કેન્દ્ર પર લેવાનારી પરીક્ષાને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જડબેસલાક તૈયારી કરી છે.
બપોરે સાડા બારથી દોઢ વાગ્યા સુધી પરીક્ષા યોજાશે. પરંતુ ઉમેદવારોએ પોણા બાર સુધી પરીક્ષા કેન્દ્રની અંદર પહોંચી જવું પડશે. નિયત સમય બાદ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ નહીં અપાય. આ ઉપરાંત ઉમેદવારો પાન, ઓળખકાર્ડ, કોલ લેટર સિવાય કોઈ પણ વસ્તુ વર્ગખંડમાં નહીં લઇ જઈ શકે. બુટ-ચંપલ પણ વર્ગ ખંડની બહાર કાઢવા પડશે.
પેપરલીક કે ગેરરીતિ જેવી ઘટના ન બને તે માટે પોલીસ અને પ્રશાસને પણ ખાસ તૈયારી કરી છે. વર્ગ ખંડથી લઈને પરીક્ષા કેન્દ્રના પરિસર અને લોબીમાં સીસીટીવી કેમેરાથી નજર રખાશે. પોલીસ કર્મચારીઓ બોડી ઓન કેમેરા સાથે તૈનાત રહેશે.
Gujarat: મહાઠગ કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર, પૂછપરછમાં થશે અનેક ખુલાસા
મહાઠગ કિરણ પટેલના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોતાને PMOના અધિકારી ગણાવતા મહાઠગ કિરણ પટેલને ગત મોડી રાત્રે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને ગુજરાત પોલીસને સોંપી દેવાયો હતો. કાશ્મીરથી 7 એપ્રિલે અમદાવાદ લાવ્યા બાદ આજે 8 એપ્રિલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે મહાઠગ કિરણ પટેલના 15 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કિરણ પટેલ સામે 5 ગુનામાં તપાસ ચાલી રહી છે. ત્યારે હવે રિમાન્ડ મંજૂર થતા ક્રાઇમ બ્રાંચ કિરણ પટેલની આકરી પૂછપરછ કરી શકે છે. જે પછી મોટા ખુલાસા થવાની શક્યતા છે.
કિરણ પટેલને રાત્રે અમદાવાદ લવાયો
કિરણ પટેલને રાત્રે 2.30 કલાકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લવાયો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવ્યો હતો. જમ્મુ કશ્મીર પોલીસ પાસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાના કેસમાં કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો છે. 36 થી 40 કલાકની લાંબી મુસાફરી બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેને અમદાવાદ લાવી છે. કિરણ પટેલની આજથી ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં પૂછપરછ થશે.
મહાઠગ કિરણ પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જમ્મુ -કાશ્મીર પોલીસ પાસેથી કસ્ટડી મેળવી હતી. અમદાવાદમાં સિંધુ ભવન રોડ પરનો નીલકંઠ ગ્રીનમાં આવેલો રૂ ૧૫ કરોડનો બંગલો કિરણ પટેલ અને પત્ની માલિનીએ નકલી ડોકયુમેન્ટના આધારે પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ક્રાઈમ બ્રાંચમાં થયેલી ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાંચે માલિનીની ધરપકડ કરી હતી. કિરણ પટેલની જમ્મુ-કાશ્મીર પોલીસે ધરપકડ કરી હતી. જેથી તેની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવા ક્રાઈમ બ્રાંચે તજવીજ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમ શનિવારે સવારે રોડ માર્ગે કિરણને લેવા જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લાવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)