શોધખોળ કરો

Gujarat Corona Cases: રાજ્યમાં આજે કોરોનાની સાત લાખથી વધુ રસીના ડોઝ અપાયા, જાણો કેટલા નવા કેસ આવ્યા?

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10  નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 151 એક્ટિવ કેસ છે અને 3 દર્દી વેન્ટિલેટર પર છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10  નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 151 એક્ટિવ કેસ છે અને 3 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,213 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે. રાજ્યમાં આજે કોરોનાની સાત લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,213 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10081 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. સુરત કોર્પોરેશન ત્રણ, વડોદરામાં બે, વડોદરા કોર્પોરેશનમાં બે, અમદાવાદ કોર્પોરેશનમાં એક, ગાંધીનગર કોર્પોરેશનમાં એક, અને કચ્છમાં એક કોરોનાનો કેસ નોંધાયો હતો.

રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 31  લોકોને પ્રથમ ડોઝ અને 6027 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 1,11,020 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1,06,350 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 18-45 વર્ષનાં 3,40,594 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 1,59,958 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યા છે. આ પ્રકારે 7,23,980 ડોઝ આજના દિવસમાં અપાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,77,42,696 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ,  ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર,  ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જુનાગઢ,જુનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, અને વલસાડમાં એક પણ કોરોના વાયરસનો કેસ નથી નોંધાયો. 

Rajkot : શો રૂમના માલિકે પત્ની સાથે ઘરમાં જ કરી લીધો આપઘાત, આપઘાતનું કારણ અકબંધ

રણદીપ ગુલેરિયાએ કહ્યું- બાળકોને રસી આપવામાં લાગી જશે 9 મહિનાથી વધારે સમય, ત્યાં સુધી સ્કૂલ બંધ....

રૂપાણી સરકારના ક્યા ટોચના મંત્રીના ભાઇ ભાજપ છોડી કોગ્રેસમાં જોડાઇ ગયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
Embed widget