શોધખોળ કરો

રૂપાણી સરકારના ક્યા ટોચના મંત્રીના ભાઇ ભાજપ છોડી કોગ્રેસમાં જોડાઇ ગયા

વિજયસિંહને કોગ્રેસમાં આવકારતા અમિત ચાવડાએ કહ્યું હતું કે, ભાજપની સહકારી ક્ષેત્રમા દખલગીરીના કારણે વિજયસિંહ પટેલ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે

અમદાવાદઃ ગુજરાત સરકારના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલ ભાજપ છોડી કૉંગ્રેસમાં જોડાયા હતા. ગુજરાત કોગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ વિજયસિંહ પટેલનું કોગ્રેસમાં સ્વાગત કર્યું હતું. હાલમાં વિજયસિંહ પટેલ હાંસોટ APMCના ચેયરમેન છે. અગાઉ વિજયસિંહ પટેલ તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ ચેયરમેન તરીકે રહી ચૂક્યા છે.

વિજયસિંહને કોગ્રેસમાં આવકારતા અમિત ચાવડાએ કહ્યું હતું કે, ભાજપની સહકારી ક્ષેત્રમા દખલગીરીના કારણે વિજયસિંહ પટેલ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે. ભાજપથી હેરાન થઈને કોંગ્રેસમાં જોડાવનાર વિજયસિંહનુ કોંગ્રેસ પક્ષ સ્વાગત કરે છે. તેઓ પોતાના લોકોને ન્યાય અપાવવા માટે કોગ્રેસમાં જોડાયા છે.

કોગ્રેસમાં જોડાવાની સાથે વિજયસિંહ પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, હું વર્ષ ૮૫- ૯૦થી  ભાજપના કાર્યકર તરીકે જોડાયેલો હતો. ભાજપના કાર્યકરોનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા ભાજપ પક્ષ દ્વારા મારી અવગણના કરવામાં આવી. મારા પર અનેક કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા. મને ખોટી રીતે આ બધામાં ફસાવી દેવામાં આવ્યો. મારા પિતા સેવા માટે રાજકારણમાં જોડાયા હતા. અમને લોકોની સેવા કરવામાં રસ છે. હું અપક્ષ તરીકે ચૂંટાઈને આવ્યો છું અને મારો પુત્ર પણ અપક્ષ તરીકે જીતીને આવ્યો છે. કૌટુંબિક નારાજગી રાખી મારા નાનાભાઇ ઇશ્વરસિંહે મારી સાથે ખોટું વર્તન કર્યું છે.

ગુજરાત સરકાર પર પ્રહાર કરતા વિજયસિંહે કહ્યું કે, સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાથી અનેક લોકોને નુકસાન થયું પરંતુ આજ દિવસ સુધી વળતર  મળ્યું નથી. કોગ્રેસમાં જોડાવા પાછળ મારું કોઇ કારણ નથી. હું સેવા કરવા અને લોકોના કામ કરવા કોગ્રેસમાં આવ્યો છું.

ભારતમાં વધ્યા કોરોનાના કેસ

ભારતમાં કોરોનાની સ્થિતિ વણસી રહી હોય તેમ લાગે છે. દેશમાં ફરીથી કોરોના કેસ વધવા લાગ્યા છે.  ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 47,092 નવા કોરોના કેસ આવ્યા અને 509 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 35,181 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે 11,911 એક્ટિવ કેસ વધ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?

વિડિઓઝ

US Israel Iran War: ઈરાનમાં અત્યાર સુધી 1405 લોકોના થયા મોત
Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
"ભારતના મહેમાન પર દરિયા વચ્ચે હુમલો, પછતાશે અમેરિકા..." IRIS Dena યુદ્ધ જહાજ ડૂબવાથી ઈરાન લાલઘૂમ
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
Embed widget