શોધખોળ કરો

Morbi: મોરબીમાં કપડા ધોવા ગયેલી મહિલા પુત્ર સાથે હોજમાં ડૂબી, બન્નેના મોત

મોરબી: હળવદના અમરાપર ગામ નજીક ગોજારી ઘટના સામે આવી છે. રેતી વોસનાં હોજમાં ડૂબી જતાં માતા પુત્રનું મોત થયું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બુધવારે બપોરે કુસુમબેન હોજમાં કપડા ધોવા ગયા હતા.

મોરબી: હળવદના અમરાપર ગામ નજીક ગોજારી ઘટના સામે આવી છે. રેતી વોસનાં હોજમાં ડૂબી જતાં માતા પુત્રનું મોત થયું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બુધવારે બપોરે કુસુમબેન હોજમાં કપડા ધોવા ગયા હતા. જે દરમિયાન તેમની સાથે તેમનો ત્રણ વર્ષનો પુત્ર પણ હતો. મોડી સાંજ સુધી બન્ને ઘરે ન આવતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે બાદ તેમના ચપ્પલ હોજ પાસે મળી આવતા ડૂબી ગયાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આજે વહેલી સવારે માતા પુત્રના મૃતદેહ હોજમાંથી મળી આવ્યા હતા. જે બાદ હળવદ પોલીસે ઘટના અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાનું નામ કુસુમબેન વિક્રમભાઈ તડવી છે જ્યારે તેમના પુત્રનું નામ અર્પણ છે. માતા-પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 

ગુજરાતી પરિવાર ખીણમાં ખાબક્યો

કેનેડા સ્‍થિત નાયગ્રા ફૉલ્‍સ સ્‍ટેટ પાર્કના નાયગ્રા જોર્જમાં પડી જતાં એક ગુજરાતી મહિલાનું અવસાન થયું છે. વર્ષોથી અમેરિકામાં રહેતા જીત ભટ્ટ તેમના પત્‍ની નેહા ભટ્ટ અને પાંચ વર્ષના પુત્ર રુદ્રાન્‍શ સાથે નાયગ્રા ફૉલ્‍સ ફરવા ગયાં હતાં. આ પ્રવાસ દરમિયાન મહિલાનો એક પગ લપસતા આખો પરિવાર આ ઊંડી ખીણમાં પડી ગયો હતો અને નેહા ભટ્ટનું ઘટનાસ્‍થળે જ મોત નીપજ્‍યું હતું.

દુર્ભાગ્‍યવશ મહિલાનો જીવ ન બચાવી શકાયો

આ અકસ્‍માત ૧૩ ફેબ્રુઆરીના રોજ થયો હોવાનું જાણવા મળ્‍યું છે. સ્‍થાનિક મીડિયા હાઉસના અહેવાલ અનુસાર દુર્ઘટના બાદ જીત ભટ્ટ અને તેમના પાંચ વર્ષના દીકરાને બચાવી લેવાયા હતા, પરંતુ બંનેને ગંભીર ઇજા થઈ હતી. જેને કારણે તેમને નજીકની હૉસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા. નાયગ્રા રિજન પાર્ક્‍સના પ્રવક્‍તા એન્‍જેલા પી. બર્ટીએ સ્‍થાનિક મીડિયાને જણાવ્‍યા અનુસાર સત્તાવાળાઓએ ગુજરાતી મહિલાનો મળતદેહ મેળવી લીધો છે. સ્‍ટેટ પાર્ક પોલીસ કેપ્‍ટન ક્રિસ રોલાએ મીડિયાને જણાવ્‍યું હતું કે, દુર્ભાગ્‍યવશ, મહિલાનો જીવ બચાવી શકાયો નથી. પોલીસે હેલિકોપ્‍ટરની મદદથી મહિલાના મળતદેહને કૉરનર ઑફિસ સુધી પહોંચાડ્‍યો હતો. 

પોલીસે પાર્કમાં રહેલા અન્‍ય સાક્ષીઓની પૂછપરછ કરી

જીત ભટ્ટ અને તેમનો પરિવાર વર્ષોથી અમેરિકામાં સ્‍થાયી હતા

ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમ તુરંત જ ઘટના સ્‍થળે પહોંચી હતી. ટીમ ઘાટીના તળિયે રહેલા બરફને દૂર કરી બાળક અને તેની માતા સુધી પહોંચી હતી. બચાવકર્તાઓ નાયગ્રા ફૉલ્‍સ ફાયર ડિપાર્ટમેન્‍ટ સાથે બંને પીડિતો સુધી ખૂબ જ ઝડપથી પહોંચી ગયા હતા. તેમ છતાં મહિલાનો જીવ બચાવી શકાયો નહીં. જીત ભટ્ટ અને તેમનો પરિવાર વર્ષોથી અમેરિકામાં સ્‍થાયી હતા. અકસ્‍માતમાં રુદ્રાન્‍શને ૧૭ ટકા આવ્‍યા છે અને ડોક્‍ટરે તેને હજી લગભગ દોઢ મહિનો હૉસ્‍પિટલમાં સારવાર હેઠળ રાખવાની સલાહ આપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Embed widget