શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત સરકારની મોટી જાહેરાત, મોટર વ્હિકલ એક્ટમાં સુધારો કરી દંડની રકમ ઘટાડી, જાણો કયા ગુના માટે કેટલો દંડ?
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે ગુજરાત સરકારે આ મામલે નવા કાયદાની 50 કલમોમાં ફેરફાર કરી અને દંડની જોગવાઈમાં ઘટાડો કર્યો છે.
ગાંધીનગર: કેંદ્ર સરકાર સરકાર દ્વારા મોટર-વ્હિકલ એક્ટ 2019માં સુધારો કરી ટ્રાફિકના નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. આ મામલે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે ગુજરાત સરકારે આ મામલે નવા કાયદાની 50 કલમોમાં ફેરફાર કરી અને દંડની જોગવાઈમાં ઘટાડો કર્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું, રાજ્યમાં મોટર-વ્હિકલ એક્ટ 2019ના નવા નિયમોનો અમલ 16મી સપ્ટેમ્બરથી થશે.
ગુજરાત સરકારે આજે મહત્વની જાહેરાત કરી ગુજરાતના લોકોને રાહત આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પત્રકાર પરિષદ કરી જણાવ્યું છે કે ગુજરાત સરકારે આ મામલે નવા કાયદાની 50 કલમમોમાં ફેરફાર કરી અને દંડની રકમમાં ઘટાડો કર્યો છે.
કેંદ્ર સરકારના નવા ટ્રાફિક નિયમોના લઈને નવી માંડવાળ ફી નક્કી કરાઈ છે. રસ્તા ઉપર પુર ઝડપે બાઈક ચલાવવું, રેસ કરવી, દારૂ પી ને વાહન ચલાવવું આવા કિસ્સામાં સરકાર કડકાઈથી કામ લેશે.
મુખ્યમંત્રીએ કહ્યું, લાયસન્સ વગર વાહન ચલાવવું કોઈ પણ સંજોગોમાં ન ચલાવી શકાય, લાયસન્સ વગર વાહન ચલાવનારને 3 હજાર અને જેનું વાહન હોય તેને પણ 3 હજારનો દંડ થશે. લાયસન્સ, પીયુસી, આરસી બુક વગર વાહન ચલાવનારને પ્રથમવાર ભરવા પડશે 500 રૂપિયા. બીજી વખત પકડાયા તો 1000 દંડ સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોય તો 500 રૂપિયા દંડ થશે. ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવા પર 1000ના સ્થાને 500 દંડ કરાયો
સી.એમ. રૂપાણીએ નવા નિયમો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે નવા નિયમો મુજબ ટુ-વ્હિલર એક્ટના નિયમો મુજબ લાયસન્સ નહીં હોય તો 3,000 રૂપિયાનો દંડ થશે. હેલમેટ નહીં પહેર્યુ હોય તો 500 રૂપિયાનો દંડ થશે. ખીસ્સામાં લાયસન્સ રાખવું જરૂરી નથી પરંતુ ડિજિટલી પુરાવો બતાવશો તો પણ ચાલશે.
સમગ્ર રાજ્યમાં પોલીસ અને RTO 16 સપ્ટેમ્બરથી દરેક શહેરમાં કડક અમલવારી કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી કહ્યું, સરકારને દંડમાં રસ નથી, લોકોની સલામતી અગત્યની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
શિક્ષણ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion