(Source: ECI/ABP News/ABP Majha)
Surendranagar: હળવદ તાલુકામા સતત બીજા દિવસે આકાશમાં રહસ્યમય લાઈટ દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું
હળવદ તાલુકામા સતત બીજા દિવસે આકાશમા તારાની હારમાળા જોવા મળી છે. જેના કારણે લોકોમાં કુતુહલ સર્જાયું છે. આકાશમા બે દિવસથી તારાની હારમાળા જોવા મળી રહી છે.
સુરેન્દ્રનગર: હળવદ તાલુકામા સતત બીજા દિવસે આકાશમા તારાની હારમાળા જોવા મળી છે. જેના કારણે લોકોમાં કુતુહલ સર્જાયું છે. આકાશમા બે દિવસથી તારાની હારમાળા જોવા મળી રહી છે. ખગોળીય ઘટના અથવા કુત્રિમ ઉપગ્રહનો કોઇ ભાગ નિચે પડતો હોવાનું અનુમાન છે. આકાશમા તારા જેવી હારમાળા જોવા મળતા લોકોમા કુતુહલ સર્જાયું છે.
આ પેહલા ગુરુવારે રાજ્યના અનેક વિસ્તાર રહસ્યમય લાઈટ દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. આકાશમાં ફરી એકવાર રહસ્યમય લાઈટથી અનેક સવાલો ઉઠ્યા હતા. એક સીધી લાઈન ટ્યુબ લાઇટની જેમ જઈ રહી હોય તેવું દ્રશ્ય દેખાયું હતું. સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં આ લાઈટ દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. ભાવનગરમાં આકાશમાં ફરી એકવાર રહસ્યમય લાઈટ દેખાઈ હતી. ભાવનગરના ઉમરાળા તાલુકાના આકાશમાં રહસ્યમય લાઈટ દેખાઈ હતી.
દાહોદ શહેરમાં આકાશમાં રહસ્યમય લાઈટ દેખાઇ હતી. રહસ્યમય લાઈટ દેખાતા લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું. ટ્યુબ લાઇટની જેમ સીધી આકાશમાંથી પસાર થઈ છે. દાહોદ શહેરના આકાશમાંથી પસાર થતાં લોકોમાં આશ્ચર્ય થયું હતું. અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં રહસ્યમય લાઈટ દેખાઈ હતી. રાત પડતા જ આકાશમાં દેખાયેલી રહસ્યમય લાઈટથી કુતુહલ સર્જાયું હતું. અરવલ્લીના મોડાસા, ટીંટોઈ સહિતના વિસ્તારમાં રહસ્યમય લાઈટ દેખાઈ હતી.
કેન્દ્રીય બજેટમાં ગુજરાત રેલવેને શું મળ્યું ?
01 ફેબ્રુઆરીએ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. હવે રેલવે બજેટનો પણ સામાન્ય બજેટની અંદર સમાવેશ થઈ જાય છે. આ વખતે રેલવેને 2.41 લાખ કરોડનું બજેટ ફાળવાયું છે. જેમાંથી ગુજરાતને 8332 કરોડ ફાળવાયા છે. ઉપરાંત રેલવેને લગતા 36,437 કરોડના પ્રોજેકટ ગુજરાતમાં સેંક્શન થઈ ચૂક્યા છે. ગુજરાતમાં 87 સ્ટેશન રી-ડેવલપમેન્ટ પ્રોજેકટમાં લેવાયા છે. આ આધુનિક સ્ટેશન વિરાસત અને વિકાસ સાથેનું મિશ્રણ હોય તેવું પ્રધાનમંત્રીનું સુચન છે. વંદે ભારત ટ્રેન શરૂ થયા બાદ બે શહેરોને જોડવા વંદે મેટ્રો ટ્રેન ભવિષ્યમાં આવશે. જ્યાં સુધી બુલેટ ટ્રેનની વાત છે તો અમદાવાદ સેક્શનમાં 140 કિલોમીટરનું કામ થયું છે.
આ વર્ષમાં મહારાષ્ટ્ર સેક્શન પર કામ વધુ થશે. 2026 સુધીમાં બુલેટ ટ્રેન આવશે તેવું રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ છે. વન નેશન વન પ્રોડકટને પણ 750 સ્ટેશનથી આગળ વધીને 01 હજાર સ્ટેશન પર લઈ જવાશે. 2371 કરોડના ખર્ચે અમદાવાદ સ્ત્રશનને રી-ડેવલપ કરાશે. જેની કામગીરી એપ્રિલ મહિનાના અંતમાં શરૂ થાય તેવી શકયતા છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં આ જવાબ આપ્યો
કેન્દ્રીય બજેટમાં ગુજરાત રેલવેને શું મળ્યું એ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં આ જવાબ આપ્યો હતો. ગુજરાત માટે 8332 કરોડ રેલવેને ફાળવવામાં આવ્યા છે. 6,437 કરોડના પ્રોજેકટ ગુજરાતમાં સેંક્શન થયા છે. ગુજરાતમાં 87 સ્ટેશન રી-ડેવલપમેન્ટના પ્રોજેકટમાં લેવાયા છે. અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, બારડોલી, ભચાઉ, ભરૂચ, ભાવનગર, અસારવા, બીલીમોરા, બોટાદ, ચાંદલોડિયા, ચોરવાડ, દ્વારકા, હાપ, જામ-જોધપુર, કલોલ, કેશોદ લખતર, લીંબડી, લીમખેડા, મહેસાણા, મહુઆ, કરજણ, નવસારી, પડધરી વગેરેનું રી-ડેવલપમેન્ટના થશે.
આધુનિક સ્ટેશન વિરાસત અને વિકાસ સાથેનું બનવું જોઈએ
રેલવે મંત્રીએ વધુમાં કહ્યું કે, આધુનિક સ્ટેશન વિરાસત અને વિકાસ સાથેનું બનવું જોઈએ. જેમાં સ્થાનિક હેરિટેજનું પ્રતિબિંબ હોય. રેલવેમાં 2.5 કરોડથી ઉપરના કામ સંસદમાં એપ્રુવ કરાવવા પડે છે. રેલવે યુનિવર્સિટી વડોદરામાં શરૂ થઇ રહી છે જેમાં વર્લ્ડ કલાસ કોર્સ હશે. 03 જ વર્ષમાં વિધાર્થીઓને પ્લેસમેન્ટ મળી જશે. દર 8-10 દિવસમાં વંદે ભારત ટ્રેન બની રહી છે. આગળ નવા રૂટ પર પણ ચાલુ થશે. બુલેટ ટ્રેનના અમદાવાદ સેક્શનમાં 140 કિલોમીટરનું કામ થયું છે. આ વર્ષમાં મહારાષ્ટ્ર સેક્શન પર કામ વધુ થશે. સિવિલ કન્સ્ટ્રકશનનું કામ સમાપ્ત થતા હવે પાટા પાથરવાનું અને ત્યારબાદ ઇલેટ્રિકનું કામ થશે.