Cold Wave: રાજ્યમાંથી ઠંડી ગાયબ છતાં નલિયા બન્યુ ઠંડુગાર, વાંચો આજના ઠંડીના લેટેસ્ટ આંકડા
Gujarat Weather: સમગ્ર ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થયો છે ત્યારે હવામાન વિભાગે આપેલા ઠંડીના આંકડા પ્રમાણે મંગળવારે 11 ડિગ્રીથી લઈને 18.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે

Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા બે-ચાર દિવસથી ઠંડી લગભગ ગાયબ થઇ ગઇ છે. ઉત્તરાયણ બાદ ઠંડીનું જોર ઘટ્યુ છે. પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે જેમાં ઠંડી યથાવત છે, આજના તાજા આંકડા જોઇએ તો રાજ્યમાં ફરી એકવાર નલિયા ઠંડુગાર શહેર બન્યું છે. નલિયામાં આજે 11 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે અન્ય શહેરોમાં તાપમાનનો પારો ઉંચો રહ્યો હતો. ખાસ વાત છે કે, રાજ્યમાં ઠંડીથી મળેલી હાલની રાત આગામી 24 કલાક સુધી જ છે રહેશે, ફરી એકવાર ઠંડીનો પારો ગગડશે અને કાતિલ ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 24 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે.
નલિયા ફરી બન્યુ ઠંડુગાર
સમગ્ર ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થયો છે ત્યારે હવામાન વિભાગે આપેલા ઠંડીના આંકડા પ્રમાણે મંગળવારે 11 ડિગ્રીથી લઈને 18.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. નલિયામાં સતત તાપમાન વધીને 11 ડિગ્રી લઘુતમ તાપમાન પહોંચ્યું હતું. જ્યારે ઓખામાં 18.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે.
અમદાવાદમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો
ગુજરાતમાં તાપમાનમાં એકંદરે ઘટાડો નોંધાયો છે તો બીજી તરફ અમદાવાદમાં ઠંડીમાં સામાન્ય વધારો થયો છે. અમદાવાદમાં 16.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જોકે બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે. રાજ્યના પાટનગરમાં તાપમાનમાં ચાર ડિગ્રી જેટલો ઘટાડો થતાં 13.8 ડિગ્રી લઘુતમ નોંધાયું હતું.
રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ ?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 31.2 | 16.2 |
| ડીસા | 31.3 | 15.0 |
| ગાંધીનગર | 32.4 | 13.8 |
| વિદ્યાનગર | 31.1 | 17.5 |
| વડોદરા | 31.4 | 15.8 |
| સુરત | 33.0 | 17.8 |
| વલસાડ | – | – |
| દમણ | 31.8 | 16.8 |
| ભૂજ | 30.5 | 14.4 |
| નલિયા | 28.2 | 11.0 |
| કંડલા પોર્ટ | 30.4 | 16.0 |
| કંડલા એરપોર્ટ | 29.8 | 14.8 |
| અમરેલી | 31.0 | 14.6 |
| ભાવનગર | 30.6 | 18.0 |
| દ્વારકા | 27.2 | 17.1 |
| ઓખા | 27.1 | 18.6 |
| પોરબંદર | 30.6 | 14.8 |
| રાજકોટ | 32.4 | 15.0 |
| વેરાવળ | 30.4 | 18.3 |
| દીવ | 28.8 | 16.3 |
| સુરેન્દ્રનગર | 31.58 | 17.5 |
| મહુવા | 32.4 | 16.1 |
| કેશોદ | 29.9 | 14.3 |
જાન્યુઆરીના અંતિમ તબક્કામાં હવે ઠંડીને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં આગામી બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે, હાલમાં રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીનું જોર થોડુ ઘટેલું જોવા મળી રહ્યું છે. પરંતુ આગામી દિવસોમાં આ સ્થિતિ બદલાઇ શકે છે. અંતિમ સપ્તાહમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21થી 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠું થવાની શક્યતા સેવાઇ રહી છે. રાજ્યમાં હવામાનને લઇને મોટું અપડેટ સામે આવ્યું છે, તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આગામી બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે, અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીનું જોર ઘટ્યુ છે. ગુરુવારથી લઘુતમ તાપમાનમાં ઘટાડાની આગાહી કરવામાં આવી છે.
સતત ત્રણેક દિવસ ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થયા બાદ, આજથી ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે. જેના કારણે હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે. જાન્યુઆરીના બાકી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ખાસ વાતચીત કરી છે. આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે. આ પછી આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવનાઓ ન હોવાની શક્યતાઓ છે. ઉત્તર ભારતમાં બનેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના હવામાન પર જોવા મળી રહી છે.
આ પણ વાંચો





















