(Source: ECI/ABP News/ABP Majha)
Narmada : ધો-11ની વિદ્યાર્થિની પર 6 સગીરોએ સામૂહિક દુષ્કર્મ ગુજારતા ખળભળાટ
ડેડીયાપાડામાં ઘોરણ 11ની વિદ્યાર્થિની પર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. 6 સગીરો દ્વારા ગેંગરેપ ગુજારવામાં આવ્યો છે. તમામને ડેડીયાપાડા પોલીસે ઝડપી પાડ્યા છે.
નર્મદાઃ ડેડીયાપાડામાં ઘોરણ 11ની વિદ્યાર્થિની પર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. 6 સગીરો દ્વારા ગેંગરેપ ગુજારવામાં આવ્યો છે. તમામને ડેડીયાપાડા પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકોની માગ છે. વિધાર્થિનીને 3 સગીરો એસટી ડેપો પાસેથી લઈ જઈ શાળા પાછળ ગેંગરેપ કર્યો. ડેડીયાપાડા પોલીસે વધુ તપાસ તેજ કરી છે.
ક્રૂરતાની ચરમસીમાઃ મહિલાએ દોઢ વર્ષના પૌત્રને જમીન પર પછાડી પછાડી મારી નાંખ્યો, કારણ જાણીને લાગી જશે આઘાત
સાબરકાંઠાઃ ખેડબ્રહ્મામાં અઠવાડિયા પહેલા દોઢ વર્ષના પૌત્રની હત્યાનો ગુનો દાદી સામે નોંધાતા ખળભળાટ મચી ગયો છે. દાદીએ માથામાં ઇજા કરી અથવા પૌત્રને જમીન પર પછાડી મોત નિપજાવી હોવાનું સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. બાળકના પીએમ પછી અંતિમ સંસ્કાર થઇ ગયા બાદ દાદી તેમના પિયર જતા રહ્યા હતા અને પાડોશીઓ તથા પૌત્રે ભાંડો ફોડતાં આખી ઘટના બહાર આવી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, મુકેશભાઈ ઠાકોર વાઘેશ્વરીના વીનાબેન કોદરવી સાથે લગ્ન થયા છે અને તેનાથી તેમને બે સંતાનો છે. જોકે, પત્ની વીનાબેન ત્રણ મહિના પહેલા 4 વર્ષના ઋત્વિક અને દોઢ વર્ષના શૈલેષને મૂકીને પિયર જતાં રહ્યા હતા. મુકેશભાઈને અવાર-નવાર કામથી રાજસ્થાન જવાનું થતું હોવાથી તેઓ બંને સંતાનોને માતા ચંદ્રિકાબેન પાસે મૂકી ગયા હતા. નોંધનીય છે કે, ચંદ્રિકાબેનના પતિ એટલે કે મુકેશના પિતા દસ વર્ષ પહેલા ક્યાંક જતા રહ્યા હોવાથી ચંદ્રિકાબેને બીજા લગ્ન કરેલા છે.
દરમિયાન ગત 24મી જાન્યુઆરીએ મુકેશભાઈને બહેને ફોન કરીને તેમના દોઢ વર્ષના દીકરા શૈલેષનું બીમારીમાં મોત થયું હોવાનું જણાવ્યું હતું. જેથી તેઓ ખેડબ્રહ્મા પહોંચ્યા હતા અને દીકરા ઋત્વિકના મોઢા અને શરીર પર ઇજાઓ જોઇ હતી. બંને છોકરા સાંજે રમતા હતા. આ પછી રાત્રે આઠેક વાગ્યે શૈલેષને મોઢામાંથી લાળ ચપકલવા લાગી હતી. અને મોત નીપજ્યું હોવાનું ચંદ્રિકાબેન જણાવ્યું હતું. પીએમ પછી દીકરાની અંતિમવિધિ કરી દેવાઈ હતી.
આથી મુકેશભાઈએ માતા ચંદ્રિકાબેને દીકરાને માથામાં ઇજા પહોંચાડી હત્યા કર્યાની ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મહિલાની અટક કરી પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને ગુનાની કબૂલાત કરતાં જેલમાં મોકલી અપાઇ છે.