શોધખોળ કરો

Narmada Dam Update:નર્મદા ડેમનું વધ્યું જળસ્તર, 23 દરવાજા ખોલાયા, 27 ગામોને કરાયા એલર્ટ

Narmada Dam Update: ગુજરાતમાં આજથી શરૂ થયેલ વરસાદના રાઉન્ડમાં ગુજરાત રિજનમાં ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદના પગલે નર્મદા નદીનું જળસ્તર વધી રહ્યુ છે. સતત વધતાં જતાં જળસ્તરના કારણે ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યાં છે. જાણીએ વધુ ડિટેલ

Narmada Dam Update:સતત ઉપરવાસ વરસાદના કારણે નર્મદા ડેમનું જળસ્તર સતત વધી રહ્યું છે. સારા વરસાદની અસરથી સિઝનમાં પ્રથમ વખત  નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા છે. નર્મદા નદીમાં 4 લાખ 46 હજાર 451 ક્યૂસેક પાણી છોડાયું છે. ડેમના 23 દરવાજા અઢી મીટર ખોલી નદીમાં પાણી છોડાયું છે.  ઉપરવાસમાંથી 5 લાખ 30 હજાર 291 ક્યૂસેક પાણીની આવક થઇ છે. ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લાના 27 ગામને કરાયા એલર્ટ કરવામાં આવ્યાં છે. નર્મદા ડેમની મહતમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમનું જળસ્તર હાલમાં 135.93 મીટર પહોંચ્યું છે.

ડેમમાંથી પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. દિલ્લી-મુંબઈ એક્સપ્રેસ વે પર બ્રિજ પરથી નદીનો ભયાવહ નજારો જોવા મળી રહ્યો છે. ભરૂચમાં નદી કાંઠા વિસ્તારોમાં એલર્ટ અપાયું છે. વરસાદ વધુ વરસે તો સ્થિતિ ખરાબ થવાની શક્યતા છે.

તાપીના ઉકાઈ ડેમની સ્થિતિ

દક્ષિણ ગુજરાતમાં સતત સારા વરસાદના કારણે તાપીના ઉકાઈ ડેમનનું પણ જળસ્તર પણ વધ્યું છે. ઉકાઇ ડેમના  12 દરવાજા ખોલાયા છે. તાપી નદીમાં 1 લાખ 63 હજાર 148 ક્યૂસેક  પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમની જળ સપાટી 337.90 ફૂટ પર પહોંચી છે. જેના કારણે તાપી નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે.  ઉકાઈ ડેમ 83.41 ટકા ભરાયો છે.

મહીસાગરના કડાણા ડેમના 13 દરવાજા ખોલાયા

મહીસાગરના કડાણા ડેમના 13 દરવાજા ખોલાયા છે. મહીસાગર નદીમાં 2 લાખ 29 હજાર 316 ક્યૂસેક પાણી છોડાયું છે. જેના કારણે મલેકપુરથી ખાનપુર તરફ જતા માર્ગ પર તાંત્રોલી બ્રિજ પરથી પાણી વહી રહ્યું છે. મહીસાગરના કડાણા ડેમના 13 દરવાજા ખોલાતાં   નદી કાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે.

છોટાઉદેપુરના સુખી ડેમમાંથી છોડાયું પાણી

છોટાઉદેપુરના સુખી ડેમમાંથી પાણી છોડાયું છે. સુખી ડેમના છ દરવાજા ખોલી નદીમાં  પાણી છોડવામાં આવ્યું છે. ભારજ નદીમાં 12 હજાર ક્યૂસેક પાણી છોડાયું છે. જેના પગલે નદી કાંઠાના ગામોને  એલર્ટ કરવામાં આવ્યા છે.

સુરતમાં કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ

દક્ષિણ ગુજરાતમાં અવિરત મૂશળધાર વરસાદના કારણે સુરતમાં કીમ નદી તોફાની બની છે. કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. કીમ નદીએ વોર્નિંગ લેવલ 11 મીટરની સપાટી વટાવી

હાલ કીમ નદીની સપાટી 11.20 મીટર પર પહોંચી છે.  કીમ નદીની ભયજનક સપાટી 13 મીટર છે. સતત વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને માંગરોળ અને ઓલપાડ તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.કીમામલી, કઠોદરા, ઉમરાછી, વડોલી  મોટા બોરસરા, શેથી, પનાસરા સહિતના ગામોને કરાયા એલર્ટ છે.ઉપરાંત  તાપી નદી કોઝવેની સપાટીમાં વધારો થયો છે. તાપી નદી પરના કોઝવેની 9.55 મીટર પર પહોંચી છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. તાપી નદી કાંઠે રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના અપાઇ છે.

હેરણ નદીનું પણ  રૌદ્ર સ્વરૂપ

ઉપરવાસમાંથી હેરણ નદીમાં પાણીની ભારે આવક થઇ રહી છે, પરિણામ સ્વરૂપ વડોદરાના ડભોઈમાંથી પસાર થતી હેરણ નદીનું પણ  રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. અરણિયાને જોડતા કોઝવે પર આ નદી ઓવરફ્લો થતાં પાણી  ફરી વળ્યાં છે. અરણિયા ને આશગોલ ગામ સંપર્ક વિહોણા બન્યાં છે.જો કે, હેરણ નદીમાં પાણીની ભારે આવકથી ખેડૂતો ખુશખુશાલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget