શોધખોળ કરો

Gujarat: ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના ? સરકારના ક્યા મંત્રીએ આપ્યું નિવેદન

Navratri 2024: ગુજરાતમાં મોડી રાત સુધી ગરબા રમવાની છૂટછાટ પર હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે

Navratri 2024: ગુજરાતમાં મોડી રાત સુધી ગરબા રમવાની છૂટછાટ પર હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આ મુદ્દા પર વિપક્ષના વાર બાદ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પલટવાર કર્યો હતો. સંઘવીએ કહ્યું હતું કે મોડી રાત સુધી ગરબાની છૂટછાટથી કેટલાકના પેટમાં દુખ્યુ છે. ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના ?

ગાંધીનગરના થનગનાટ ગરબા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે  મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ આપી તો અમુક લોકોના પેટમાં દુખવા લાગ્યું છે એનું શું કરવું. ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના છે. ગયા વર્ષે પણ મોડા સુધી લોકો ગરબા રમ્યા હતા અને આ વર્ષે પણ મોડે સુધી ગરબા રમવાના છે.

ગરબા રમીને મોડી રાત્રે પોલીસને ફોન કરશો તો ઘરે મુકવા આવશે

ગુજરાતમાં નવરાત્રિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રિના ૯ દિવસ અબાલ વૃદ્ધ સૌ કોઈ મન મુકીને ગરબા રમી માં અંબાની આરાધના કરે છે. નવરાત્રિના આ  તહેવારોમાં નાગરિકોની ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત પોલીસ ખડે પગે તૈનાત છે.

નવરાત્રિ દરમિયાન મહિલાઓ અને દીકરીઓ સુરક્ષા માટે તમામ શહેર-જિલ્લાઓમાં મળીને કુલ ૭૩૭ શી ટીમ તૈનાત કરવામાં આવી છે. આ She Team પરંપરાગત પહેરવેશમાં ફરજ બજાવશે. કોઈપણ સ્થળે છેડતીના બનાવો ના બને અને દીકરીઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે તે માટે આ ટીમો સતત ચાંપતી નજર રાખશે. આ ઉપરાંત અવાવરું જગ્યાએ સતત પેટ્રોલિંગ પણ કરશે અને ગરબા રમ્યા બાદ ઘરે જવા માટે કોઈ બહેન દીકરીઓને રાત્રે વાહન ન મળે તો 100 નંબર અથવા 181 નંબર પર ફોન કરવાથી તેઓને મદદ પણ કરવામાં આવશે.

નવરાત્રિ પર્વ દરમ્યાન તમામ શહેર-જિલ્લામાં ૨૦૯ જેટલા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. કંટ્રોલરૂમમાંથી બારીકાઈથી CCTV કેમેરા દ્વારા મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. જેનું ઉચ્ચ પોલીસ અધિકારી કક્ષાએ સતત સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે. નવરાત્રિ દરમિયાન તમામ શહેર-જિલ્લા ખાતે ૫,૧૫૨ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.

શહેર વિસ્તારની સાથે સાથે ગામડાઓમાં યોજાતા ગરબા દરમિયાન વિશેષ તકેદારી રાખવા માટે જીઆરડી જવાનોને પણ તૈનાત કરાયા છે જેથી અંતરિયાળ વિસ્તારોમાં પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે.

Navaratri 2024: ઉપવાસ દરમિયાન શું તમે પણ ખાવ છો બટાકા? જાણો કઇ બીમારીનો વધે છે ખતરો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Embed widget