Navratri Culture : નવરાત્રીમાં સૌરાષ્ટ્રના અનેક ગામોમાં છે ઘોઘો માંગવાની પ્રથા
આગામી 26મી સપ્ટેમ્બરથી માના નવલા નોરતા શરૂ થાય છે. ત્યારે અત્યારથી જ ખેલૈયાઓ ગરબે ઘુમવા થનગની રહ્યા છે. મહાનગરોમાં તો મહિના પહેલાથી જ યુવક યુવતીઓ ગરબા ક્લાસિસમાં અલગ અલગ સ્ટેપ શીખવાના શરૂ કરી દે છે.
Navratri Culture : આગામી 26મી સપ્ટેમ્બરથી માના નવલા નોરતા શરૂ થાય છે. ત્યારે અત્યારથી જ ખેલૈયાઓ ગરબે ઘુમવા થનગની રહ્યા છે. મહાનગરોમાં તો મહિના પહેલાથી જ યુવક યુવતીઓ ગરબા ક્લાસિસમાં અલગ અલગ સ્ટેપ શીખવાના શરૂ કરી દે છે. જોકે, આજે અમે તમને નવરાત્રિની એવી પ્રથાની વાત કરી રહ્યા છીએ.
સૌરાષ્ટ્રના અમુક ગામોમાં નવરાત્રી દરમિયાન ઘોઘો માંગવા જવાની પ્રથા છે. જેમાં નાના ભુલકાઓ અને બાળકીઓ ગામડામાં ઘોઘો માંગવા નીકળે છે. નાની બાળાઓ માથે ગરબા લઈને નીકળે છે અને ગરબડીયો ગોરાવો જેવા ઘોઘાના ગીત ગાય છે. જ્યારે બાળકો હાથમાં માટીનો ઘોઘો લઈને જાય છે અને ઘો ઘો ઘોસલા, હાથી ભાઈના વીસલા, ટીન ટીન ટોકરી વાગે છે, ઘો ઘો પીપર માંગે છે. જેવા ગીતો ગાય છે.
સામે પક્ષે લોકો બાળકોને પીપરમેન્ટ, બિસ્કીટ, ચોકલેટ જેવી ખાવાની વસ્તુઓ આપીને ખુશ કરે છે. અમુક ગામડાઓમાં નાની નાની બાળકીઓ તેમના વિસ્તારની ગરબીઓમાં જાય છે અને ત્યાં ગરબા રમે છે. આ પછી છેલ્લા દિવસે આ બાળકીઓને ગરબી સંચાલકો તરફથી લ્હાણી કરવામાં આવે છે. એટલે કે તેમને અમુક ગિફ્ટ આપવામાં આવે છે.
9 દેવીઓના 9 બીજ મંત્ર
1- શૈલપુત્રી - ह्रीं शिवायै नमः
2- બ્રહ્મચારિણી - ह्रीं श्री अम्बिकायै नम:
3- ચંદ્રઘંટા - ऐं श्रीं शक्तयै नम:
4- કુષ્માંડા ऐं ह्री देव्यै नम:
5- સ્કંદમાતા - ह्रीं क्लीं स्वमिन्यै नम:
6- કાત્યાયની - क्लीं श्री त्रिनेत्रायै नम:
7- કાલરાત્રી - क्लीं ऐं श्री कालिकायै नम:
8- મહાગૌરી - श्री क्लीं ह्रीं वरदायै नम:
9- સિદ્ધિદાત્રી - ह्रीं क्लीं ऐं सिद्धये नम: ।।
Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચોઃ
Navratri Puja 2022: આ વર્ષે દેવી હાથી પર સવાર થઈને આવશે, જાણો ઘટસ્થાપનનું મુહૂર્ત
Navratri 2022 Puja: નવરાત્રીમાં 9 રંગોનું છે વિશેષ મહત્વ, જાણો માતાજીને કયા નોરતે કયો રંગ છે પસંદ