શોધખોળ કરો

Navsari: નવસારીમાં ફાર્મહાઉસમાં દારૂની મહેફિલમાં પડ્યો ભંગ, પોલીસે નવ જણાને ઝડપ્યા

નવસારીમાં એક ફાર્મહાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા.

નવસારીઃ નવસારીમાં એક ફાર્મહાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. મળતી જાણકારી અનુસાર, નવસારીના આસુંદર ગામ પાસેના ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ માણતા નવ શખ્સો ઝડપાયા હતા. પોલીસે દરોડા પાડી ત્રણ કાર, છ મોબાઈલ જપ્ત કર્યા હતા.

મળતી જાણકારી અનુસાર, નવસારી સુરત રોડ ઉપર આવેલા ફાર્મ હાઉસ પર દરોડા પાડી પોલીસે દારૂની મહેફિલ માણતા નવ શખ્સોને ઝડપ્યા હતા. આસુંદર ગામ નજીકના ગેટવે વીલેજ ફાર્મ હાઉસમાં મોડી રાત્રે દારૂની મહેફીલ જામી હતી. આ મહેફિલમાં સુરત શહેરના 25 જેટલા લોકો આવ્યા  હોવાનું માનવામાં આવી રહ્યું છે. મોડી રાત્રે નવસારી ગ્રામ્ય પોલીસે માહિતીના આધારે આધારે દારૂની મહેફિલ પર દરોડા પાડ્યા હતા.

ફાર્મ હાઉસ માંથી પોલીસને મોંઘીદાટ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. નવસારી ગ્રામ્ય પોલીસે નવ જેટલા આરોપીઓની અટકાયત કરી હતી. પોલીસે ત્રણ કાર, છ મોબાઈલ ફોન,દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

સુરતમાં રત્ન કલાકાર અને ડૉક્ટરને હનીટ્રેપમાં ફસાવ્યા

સુરતના રત્નકલાકાર અને ડૉક્ટરને હનીટ્રેપમાં ફસાવી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપનારી ત્રણ મહિલા સહિત કુલ 11 લોકોની ગેંગને ઝડપી પાડવામાં સુરત જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે.  

સુરતના રૂઘનાથપુરામાં રત્નકલાકાર રહેતા યુવાનને થોડા દિવસ અગાઉ કારખાનામાં રજા હોવાથી કામરેજ ચાર રસ્તા પાસે ફરવા આવતાં  એક મહિલાએ લિફ્ટ માંગી રત્નકલાકાર સાથે વાતચીત કરી મોબાઈલ નંબર લઈને કેનાલ રોડ પર ઊતરી ગઈ હતી. બાદમાં મહિલાએ ફરવા જવા માટે રત્નકલાકારને ફોન કરીને જણાવતાં બાઈક પર ગલતેશ્વર ફરવા માટે જતાં રસ્તામાં નહેર પાસે બાઈક ઊભી રાખતાં હનીટ્રેપ કરતી ટોળકીએ રત્નકલાકારને માર મારી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહિ મોબાઈલ ફોન લઈને ક્રેડિટ કાર્ડ અને એટીએમ કાર્ડ લઈને કેન્ડલવૂડ શોપિંગ પાસે આરતી પટેલ નામની યુવતીએ રૂપિયા 6000નું પેટ્રોલ તેમજ હાઈપર માર્ટમાં 48,317, રોકડા 18000 રુપિયા ઉપાડી લીધા હતા.

સમગ્ર મામલે રત્ન કલાકારે આ હનીટ્રેપની ટોળકી વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, જ્યારે આ ટોળકી દ્વારા અમરોલીના ડોક્ટરને પણ ફેસબુકમાં મેસેજ કરીને વાવ ખાતે આવેલા એક શોપીંગ સેન્ટર પાસે બોલાવી નજીકમાં જ રિદ્ધિ એપાર્ટમેન્ટમાં મિત્રના ફ્લેટ પર લઈ જઈ રૂમમાં વાતચીત કરવા માટે લઈ ફસાવી દઈ ચપ્પુ બતાવી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ ડોકટર પાસેથી રોકડા રૂપિયા 1 લાખ તેમજ ડોક્ટરના મિત્ર પાસેથી રૂપિયા 50000 લઈ લેતાં આ ટોળકી સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે, કામરેજ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ  ટોળકીના ત્રણ મહિલા સહિત 11 ઈસમોને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. પોલીસે બે ફોર વ્હીલર ,ચાર મોટર સાયકલ,12 મોબાઈલ મળી 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget