Navsari: નવસારીના બીલીમોરામાં ગેસ સિલિન્ડર ફાટતા એક વર્ષના બાળકનુ મોત
ગંભીર રીતે દાઝી ગયેલા ચાર સભ્યોમાંથી એક વર્ષના પુત્રનું સારવાર દરમિયાન મોત થયું છે.
નવસારીમાં બીલીમોરા શહેરમાં ગેસની બોટલ ફાટતા એકનું મોત થયું છે. મળતી જાણકારી અનુસાર, બીલીમોરા નજીક આવેલા આતલીયા ગામે ગણેશનગરમાં રસોઈ બનાવતા સમયે અચાનક ગેસ સિલિન્ડર ફાટ્યો હતો. જેથી ચાર લોકો દાઝ્યા હતા. દાઝી ગયેલા લોકોને સારવાર અર્થે બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા ચાર સભ્યોમાંથી એક વર્ષના પુત્રનું સારવાર દરમિયાન મોત થયું છે. હાલ પરિવારના અન્ય સભ્યો સુરત સિવિલમાં વધુ સારવાર લઈ રહ્યા છે.
લીંબડીમાં અજાણ્યા શખ્સો બે યુવકો પર કર્યું ફાયરિંગ
લીંબડી શહેરના ફિદાઈ બાગ વિસ્તારમાં બે યુવકો પર અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કર્યું છે. બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અજાણ્યા શખ્સો નાસી છૂટયા હતા. ઇજાગ્રસ્ત બન્ને યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાની ચર્ચાઓ છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. હાલમાં DYSP,પી.આઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં સગા માસાએ 10 વર્ષીય ભત્રીજી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કરતા ખળભળાટ
સુરતમાં ફરી એકવાર સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરામાં સગા માસા એ જ 10 વર્ષીય કિશોરીની લાજ લેવાનો પ્રયાસ ચકચાર મચી ગઈ છે. કિશોરી સાથે બળજબરી પૂર્વક વિકૃત માસાએ હોઠ પર બચકાં ભર્યા હતા. બાળકીને હોંઠ પર ઇજાઓ થતા સમગ્ર હકીકત બહાર આવી હતી. આ ઘટનાની જાણ પરિવારને થતાં જ બાળકીની માતાએ પાંડેસરા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે ગુનો નોંધી માસાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રેમપ્રકરણનો કરુણ અંજામ
પાટડી તાલુકાના પાનવા ગામના યુવક અને યુવતીએ બજાણા રેલવે ક્રોસિંગ પર આત્મહત્યા કરતા મોત નિપજ્યું છે. પરણિત યુવતી અને અપરણિત યુવકે સજોડે આત્માહત્યા કરતા ચકચાર મચી છે. બન્ને પ્રેમ પ્રકરણમાં હોય એક ન થઈ શકતા આત્મહત્યા કરી હોવાની ચર્ચાઓ છે. બન્ને મૃતદેહનો કબજો લઈ પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બન્ને મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે
કાનપુરમાં પતિની હત્યા માટે પત્નીએ પોતાના પ્રેમીને આપી સોપારી
કાનપુરના ઋષભ હત્યા કેસમાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. સપનાએ પતિની હત્યા કરવા માટે તેના પ્રેમી રાજ કપૂરને ત્રણ લાખની સોપારી આપી હતી. રાજ કપૂર ઉર્ફે રાજુની વોટ્સએપ ચેટમાંથી આ વાતનો ખુલાસો થયો છે. રાજુએ પૂછપરછ દરમિયાન ગુનો પણ કબૂલી લીધો છે