શોધખોળ કરો
Advertisement
રવિવારે ગુજરાતના આ જિલ્લામાં 22 પોઝિટિવ કેસ નોંધાયા, જાણો કઈ જગ્યાએ કેટલા કેસ નોંધાયા
જિલ્લામાં કોરોનાના વધુ 22 કેસ નોંધાતા દોડધામ મચી ગઈ હતી. 16 પુરૂષ અને 6 મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અત્યાર સુધીમાં 52 લોકોનાં મૃત્યુ નિપજ્યાં છે
પાટણ: ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીની સૌથી વધારે 1110 વ્યક્તિ સંક્રમિત થયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 55,822 પર પહોંચી ગયો છે. ત્યારે રવિવારે ઉત્તર ગુજરાતના પાટણમાં કોરોનાનો બ્લાસ્ટ થયો એમ 22 કેસ નોંધાતા દોડધામ મચી ગઈ હતી.
પાટણ જિલ્લામાં કોરોનાના વધુ 22 કેસ નોંધાતા દોડધામ મચી ગઈ હતી. 16 પુરૂષ અને 6 મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પાટણ તાલુકાના 15 પોઝિટિસ કેસ નોંધાયા હતાં. જ્યારે સિદ્ધપુર તાલુકામાં 3, રાધનપુર તાલુકામાં 3 કેસ, ચાણસ્મા તાલુકામાં 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો.
નોંધનીય છે કે, પાટણ જિલ્લામાં અત્યાર સુધી 640 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે જ્યારે અત્યાર સુધીમાં 52 લોકોનાં મૃત્યુ નિપજ્યાં છે. કોરોનાના કેસોમાં સતત વધારો થતાં લોકો ચિંતામાં મુકાઈ ગયા છે.
રાજ્યમાં હાલ 13131 એક્ટિવ કેસ છે જેમાંથી 85 વેલ્ટીલેટર પર છે અને 13046 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 40365 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 6,42,370 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement