શોધખોળ કરો
Advertisement
આજે ગુજરાત વિધાનસભામાં બનશે નવો રેકોર્ડ, રાત્રે 12 વાગ્યા સુધી ધારાસભ્યો કરશે કામ
ગુજરાત સહકારી મંડળી સુધારા વિધેયક ગૃહમાં ચર્ચા માટે રજૂ કરવામાં આવ્યું છે. હજુ 6 વિધેયક પર ચર્ચા કરીને વિધેયક પસાર કરવાના બાકી હોવાના કારણે આજે રાત્રે 12 વાગ્યા સુધી વિધાનસભા ચાલી શકે છે.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે નવો રેકોર્ડ બનશે. ગૃહની કાર્યવાહી આજે મોડી રાત સુધી ચાલુ રહેશે. વિધાનસભા ગૃહમાં અત્યાર સુધીમાં ત્રણ વિધેયક પસાર કરવામાં આવ્યા છે. ગૃહમાં સરકારી વિધેયકો પર ચર્ચા ચાલી રહી છે. વિધાનસભામાં વિપક્ષે વોક આઉટ કર્યું છે. સહકારી મંડળી કાયદા સુધારા વિધયક પાછુ ખેચવુ જોઇએ એવી માંગ સાથે વિપક્ષે વોક આઉટ કર્યો છે. વિપક્ષની ગેરહાજરી વચ્ચે સહકારી મંડળી સુધારા વિધેયક ગૃહમાં પસાર કરવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભામાં વિદ્યુત શુલ્ક સુધારા વિધેયક પસાર થયું. હાલ ગુજરાત સહકારી મંડળી સુધારા વિધેયક ગૃહમાં ચર્ચા માટે રજૂ કરવામાં આવ્યું છે. હજુ 6 વિધેયક પર ચર્ચા કરીને વિધેયક પસાર કરવાના બાકી હોવાના કારણે આજે રાત્રે 12 વાગ્યા સુધી વિધાનસભા ચાલી શકે છે.
ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આવતીકાલે છેલ્લો દિવસ છે. બજેટ સત્રના છેલ્લા દિવસે ચાર સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરાશે. જેમાં કેનાલમાં થતા નુકશાન અને પાણી ચોરી અટકાવવા કાયદાની જોગવાઈઓ અને દંડ વધુ કડક કરાશે. આ સાથે સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા સુધારા વિધેયક પણ રજૂ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement