શોધખોળ કરો
Advertisement
CM રૂપાણીએ નવી પ્રવાસન નીતિ જાહેર કરી, દ્વારકાના શિવરાજપુર બીચને ગોવાની જેમ વિકસિત કરાશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજ્યની નવી પ્રવાસન નીતિની જાહેરાત કરી છે. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી તરફથી અનેક જાહેરાત કરવામાં આવી છે.
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજ્યની નવી પ્રવાસન નીતિની જાહેરાત કરી છે. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી તરફથી અનેક જાહેરાત કરવામાં આવી છે. જેમાં તાજેતરમાં જેને બ્લુ ફ્લેગ મળ્યો છે તેવા દ્વારકાના શિવરાજપુર બીચ પર પ્રવાસીઓ આકર્ષિત થાય તે માટે વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવશે. ગોવાની જેમ પર્યટકો ગુજરાતના શિવરાજપુર બીચ ખાતે આવે તેવા પ્રયાસો હાથ ધરાશે.
મીડિયા સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રવાસનના વિકાસ માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.
હોટેલ: ગુજરાતમાં નક્કી કરાયેલા ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા પર્યટન કેન્દ્રો પર રુ. 1 કરોડના લઘુત્તમ મૂડીરોકાણનો પ્રોજેક્ટ સ્થાપવા માટે પાત્રતા ધરાવતા મૂડી રોકાણ પર 20 ટકાની સહાય પૂરી પાડવી.
NABH દ્વારા માન્યતાપ્રાપ્ત વેલનેસ રીસોર્ટ : પ્રોજેક્ટની સ્થાપના માટે પાત્રતા ધરાવતા મૂડીરોકાણ પર 15 ટકા સહાય અપાશે.
થીમ પાર્ક/ મનોરંજન પાર્ક: રુ. 50 કરોડથી 500 કરોડ સુધીના મૂડી રોકાણ ધરાવતા વૈશ્વિક સ્તરના થીમ પાર્ક કે મનોરંજન પાર્ક બનાવવા માટે પાત્રતા ધરાવતા મૂડીરોકાણ પર 15 ટકા સહાય પૂરી પાડવી. ઉપરાંત જો મૂડીરોકાણ રુ. 500 કરોડથી વધુ હશે તો મૂડીરોકાણના 15 ટકા સહાય તથા જરુર હોય તો રાજ્ય સરકાર દ્વારા જમીન ભાડાપટ્ટે આપવામાં આવશે.
કન્વેન્શન સેન્ટર: સંલગ્ન સુવિધાઓયુક્ત 2500 કે વધુ તેથી વ્યક્તિની બેઠક ક્ષમતાનો ઓછામાં ઓછો એક હોલ ધરાવતા સંમેલન કેન્દ્રને પાત્રતા ધરાવતા મૂડીરોકાણના 15 ટકા સહાય તથા જરુર હોય તો રાજ્ય સરકાર દ્વારા જમીન ભાડાપટ્ટે આપવામાં આવશે.
પ્રવાસન આતિથ્ય અને તાલીમ સંસ્થા: પ્રોજેક્ટની સ્થાપના માટે પાત્રતા ધરાવતા મૂડીરોકાણ પર 15 ટકા સહાય આપવી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement