સૌરાષ્ટ્રના આ શહેર માટે રાહતના સમાચાર, હવે રેમડેસિવિર ઇન્જેક્શન માટે લાઈનમાં ઉભું રહેવું નહીં પડે
બેઠકમાં લેવાયેલ નિર્ણય અનુસાર હવેથી તબીબ જ રેમડેસિવિર ઇન્જેક્શન (Remdesivir injection) માટે ઓનલાઈન અરજી કરશે.
જૂનાગઢઃ કોરોના (Coronavirus)ના કહેરની વચ્ચે જૂનાગઢ (Junagadh) વાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. શહેરવાસીઓને હવે રેમડેસિવિર ઇન્જેક્શન માટે હવે લાઈનમાં ઉભું રહેવું નહીં પડે. ગઈકાલે શહેરમાં કલેક્ટર, કમિશ્નર અને ખાનગી તબીબોની એક બેઠક મળી હતી જેમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
બેઠકમાં લેવાયેલ નિર્ણય અનુસાર હવેથી તબીબ જ રેમડેસિવિર ઇન્જેક્શન (Remdesivir injection) માટે ઓનલાઈન અરજી કરશે. આમ સીધા દર્દી સુધી જ રેમડેસિવિર ઇન્ડેક્શન (Remdesivir injection) પહોંચી જશે. આ પહેલા સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે લાંબી લાઈનો થતી હતી. આમ લાંબી લાઈનો ન થાય અને ઇન્જેક્શનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઓનલાઈન પોર્ટલ બનાવ્યું છે. એટલું જ નહીં ઇન્જેક્શન લીધા પછી ઇન્જેક્શનનું ખાલી વાયલ પણ ડોક્ટરોએ જમા કરાવવું પડશે. આ તમામ નિર્ણય વહીવટીતંત્ર અને ખાનગી હોસ્પિટલના તબીબોની બેઠકમાં થયો થયો હતો.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 7410 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 73 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક પાંચ હજારનની નજીક પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 2642 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,23,371 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 39 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 39250 પર પહોંચ્યો છે. જેમાંથી 254 લોકો વેન્ટિલેટર પર અને 38996 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.96 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4995 પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 24, સુરત કોર્પોરેશનમાં 24, રાજકોટ કોર્પોરેશન-7, વડોદરા કોર્પોરેશન-6, રાજકોટમાં-2, સાબરકાંઠા-2, અમદાવાદ, અમરેલી, ડાંગ, ગાંધીનગર, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, સુરત અને વડોદરામાં એક-એકના મોત સાથે કુલ 73 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4995 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 2491, સુરત કોર્પોરેશનમાં 1424, રાજકોટ કોર્પોરેશનમાં 551, વડોદરા કોર્પોરેશનમાં 317, જામનગર કોર્પોરેશન 189, મહેસાણા 191, સુરત 231, બનાસકાંઠા 119, વડોદરા 135, જામનગર 119, ભરુચ-124, પાટણ -108, રાજકોટ-102, ભાવનગર કોર્પોરેશન-84, ભાવનગર-81, નવસારી-78, આણંદ- 76, પંચમહાલ-73, સુરેન્દ્રનગર-69, કચ્છ-68, ગાંધીનગર-62, દાહોદ-61, ગાંધીનગર કોર્પોરેશન-58, અમરેલી-55, જુનાગઢ કોર્પોરેશન-54, જુનાગઢ-52, ખેડા-51, મહીસાગર-49, મોરબી-41, સાબરકાંઠા-41, તાપી-41, વલસાડ-37, અમદાવાદ-35, અરવલ્લી-26,બોટાદ-26, ગીર સોમનાથ-23, નર્મદા-21, દેવભૂમિ દ્વારકા-20, છોટા ઉદેપુર-12, પોરબંદર-9 અને ડાંગમાં 6 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 85,29,083 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 12,03,465 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 97,32,548 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.