ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજા, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે લગાવ્યો પ્રતિબંધ
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પ્રતિબંધ, જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી થશે, માહિતી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો.

National Green Tribunal Ban: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરી વ્યક્તિઓ અને પક્ષીઓ માટે અત્યંત જોખમી છે. આ દોરીઓ તીક્ષ્ણ હોવાના કારણે માણસોને ગંભીર ઈજાઓ પહોંચાડી શકે છે, તેમજ પક્ષીઓ માટે પણ તે જીવલેણ સાબિત થઈ શકે છે. આથી, તેના ઉપયોગ, ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રાજ્યના ડીજી અને આઇજી ઓફ પોલીસની કચેરી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ ચાઈનીઝ માંઝા, તુક્કલ કે ગ્લાસ કોટેડ દોરીનું ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ કરતું જણાય તો તાત્કાલિક ૧૦૦/૧૧૨ નંબર પર અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો.
ઉત્તરાયણનો તહેવાર તમામ નાગરિકો સલામત અને સુરક્ષિત રીતે ઉજવી શકે તે માટે પોલીસને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. રાજ્યમાં પોલીસ કમિશનર/જિલ્લા મેજિસ્ટ્રેટના પ્રતિબંધાત્મક જાહેરનામા અમલમાં છે અને તેનું ઉલ્લંઘન કરનાર સામે નીચેના કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે:
- The Environment (Protection) Act, 1986
- The Prevention of Cruelty to Animals Act, 1960
- The Wildlife (Protection) Act, 1972
- Bharatiya Nyaya Sanhita - 2023
ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાં ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને કાચ પાયેલા કોટન થ્રેડનો પણ સમાવેશ થાય છે. આ નિર્ણય પશુ-પક્ષીઓ અને માનવ સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગના શોખીનો પતંગ, દોરી અને અન્ય જરૂરી વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત છે. આ સમયે, ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. હાઈકોર્ટે ચાઈનીઝ દોરીના કેસની સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં માત્ર ચાઈનીઝ દોરી જ નહીં, પરંતુ કાચના પાઉડરથી રંગેલી દોરી પર પણ પ્રતિબંધ છે.
સામાન્ય રીતે, કોટનની દોરીને કાચના પાઉડરથી તૈયાર કરેલી લુગદીથી રંગવામાં આવે છે અને તેને વધુ ધારદાર બનાવવામાં આવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે સરકારી તંત્રને કડક શબ્દોમાં આદેશ આપ્યો છે કે આ પ્રકારની દોરી પર પણ કડક કાર્યવાહી કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટના આ નિર્દેશ બાદ પોલીસ દ્વારા કાચ પાઉડરથી રંગાયેલી દોરીના ઉત્પાદન, ખરીદ-વેચાણ અને ઉપયોગ સામે પણ કડક પગલાં લેવામાં આવી શકે છે.
આ પણ વાંચો....
હું જવાબદારી લઈશ, લખીને આપું છું...', PM મોદીએ ગોધરાકાંડ પર ખુલીને આપ્યો જવાબ, જાણો શું કહ્યું…
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
