શોધખોળ કરો

NIA Search Operation: નડિયાદમાં આ ફેક્ટરી માલિકને NIAની ટીમે દરોડા પાડતા ખળભળાટ

NIA Search Operation: નડિયાદની પ્રખ્યાત કૃષ્ણ હિંગ વાળાને ત્યાં NIAની ટીમે રેડ કરતા ચકચાર મચી છે. આજે વહેલી સવારથી જ NIA દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

NIA Search Operation: નડિયાદની પ્રખ્યાત કૃષ્ણ હિંગ વાળાને ત્યાં NIAની ટીમે રેડ કરતા ચકચાર મચી છે. આજે વહેલી સવારથી જ NIA દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કરોડોની રકમના ટ્રાન્જેક્શનને લઈ એનઆઇએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આસ્મા અબ્દુલખાન પઠાણ દિલ્હી વકફ બોર્ડના ગુજરાત રાજ્યના સભ્ય તરીકે કાર્યરત છે.  લગભગ આ ઓપરેશન આઠ કલાક સુધી ચાલ્યું.  બાર જેટલા NIA ના અધિકારીઓ દ્વારા કૃષ્ણ હિંગની ફેક્ટરીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ચાર જેટલી સરકારી ગાડીમાં આવેલા અધિકારીઓ જરૂરી દસ્તાવેજી પુરાવા લઈ રવાના થયા હતા. સમગ્ર બાબતમાં કૃષ્ણ હિંગના માલિક આસ્મા અબ્દુલ ખાન પઠાણ આ બાબતમાં કંઈ પણ બોલવા તૈયાર નથી. દસ્તાવેજી પુરાવા ચેક કરતા હકીકત સામે આવી શકે છે.

AAP ના ગોપાલ ઈટાલીયા સામે શ્રીકૃષ્ણને લઈ કરી ટિપ્પણી પર નોંધાઈ ફરિયાદ

આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાની મુશ્કેલી વધી છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા પોલીસ મથકમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સામે ફરિયાદ નોંધાઈ છે. દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ પર ટિપ્પણી કરતા સમાજની લાગણી દુભાતા ફરિયાદ નોંધાવવામાં આવી છે. આહિર સમાજના અમિતભાઈ ડાંગર દ્વારા ઉમરાળા પોલીસ મથકમાં ગોપાલ ઇટાલીયા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અરવિંદ કેજરીવાલે ગુજરાત મુલાકાતમાં દ્વારકાની મુલાકાત લીધી આ સમયે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની જીભ લપસી હતી અને તેણે ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કર્યું હતું. ગોપાલ ઇટાલીયાએ દ્વારકાની જાહેર સભા દરમિયાન ગોપાલ ઈટાલીયાએ પોતાના પ્રવચનમાં ભગવાન શ્રીકૃષ્ણના ગીતાના શ્લોક યદા યદા હી ધર્મસ્યનો સંદર્ભ ટાંકયો હતો, જે બાદ ઇટાલીયાએ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અને ભાજપના રાક્ષસોથી છોડાવવા માટે અરવિંદ કેજરીવાલ અર્જુન બનીને આવ્યા હતા. ગોપાલ ઇટાલીયાના આ પ્રકારના નિવેદન બાદ દ્વારકાધીશના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

કઈ કલમો અંતર્ગત નોંધાયો ગુનો

ઉમરાળા પોલીસ સ્ટેશન માં તારીખ 04/09/2002 ના રોજ મોડી રાત્રે ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ IPC 295A અને IPC 298 ની કલમ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.

ગોપાલ ઈટાલીયાએ હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી અને પાટીલને બૂટલેગર કહ્યા હતા

બે દિવસ પહેલા આપના નેતા ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ સુરતના ઉંમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ભાજપમાં નેતાઓ વિરુધ અશોભનીય શબ્દોનો પ્રયોગ કરવાને પગલે આ ફરિયાદ નોંધાઈ છે. ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ આ ફરિયાદ નોંધાવી છે. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સામે ઉચ્ચાયેલા શબ્દો અંગે ગોપાલ ઈટાલિયા સામે ફરિયાદ દાખલ થઈ છે. એક નિવેદમાં હર્ષ સંઘવીને ગોપાલ ઈટાલિયાએ ડ્રગ્સ સંઘવી કહ્યા હતા. તેમજ ગોપાલ ઈટાલીયાએ ભાજપના પ્રદેશ પ્રમુખને પણ 'બૂટલેગર' તરીકે પણ સંબોધન કર્યું હતું. ત્યારે સોના-ચાંદીના વેપારી પ્રતાપભાઈ જીરાવાલાએ બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ક્યારે થઈ શકે છે જાહેર ? 

વિધાનસભાની ચૂંટણીને લઈને આજના સૌથી મોટા સમાચાર મળી રહ્યાં છે.. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમ જાહેર થાય તેવા સંકેતો મળી રહ્યા છે. પહેલી અથવા બીજી નવેમ્બરે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે.. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે.. જેને સમગ્ર દેશમાં રાષ્ટ્રિય એક્તા દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.. રાષ્ટ્રિય એક્તા દિવસના કાર્યક્રમની ઉજવણી બાદ રાજ્ય વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર બે તબક્કામાં ચૂંટણીના મતદાનની જાહેરાત થઈ શકે છે.. જેમાં પ્રથમ તબક્કાનું મતાન નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં, તો બીજા તબક્કાનું મતદાન ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં યોજાઈ શકે છે.. વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તે અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજવાની વિચારણા ચાલી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Excise Policy Case: અરવિંદ કેજરીવાલને ઝટકો, હવે 7 મે સુધી તિહાડ જેલમાં રહેશે દિલ્હીના CM
Excise Policy Case: અરવિંદ કેજરીવાલને ઝટકો, હવે 7 મે સુધી તિહાડ જેલમાં રહેશે દિલ્હીના CM
DGCA ની નવી ગાઇડલાઇન- હવે 12 વર્ષ સુધીના બાળકની હવાઇ મુસાફરીને લઇને બદલાયો આ નિયમ
DGCA ની નવી ગાઇડલાઇન- હવે 12 વર્ષ સુધીના બાળકની હવાઇ મુસાફરીને લઇને બદલાયો આ નિયમ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Salman Khan News । અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ કેસમાં તપાસ થઇ તેજBharuch News । પ્રસાશનની બેદરકારીથી સર્જાયો અકસ્માતભાવનગરના વડીયામાં ફેક્ટરીના ભંગારમાં આગ લાગતા દોડધામNaukaben Prajapati:

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Excise Policy Case: અરવિંદ કેજરીવાલને ઝટકો, હવે 7 મે સુધી તિહાડ જેલમાં રહેશે દિલ્હીના CM
Excise Policy Case: અરવિંદ કેજરીવાલને ઝટકો, હવે 7 મે સુધી તિહાડ જેલમાં રહેશે દિલ્હીના CM
DGCA ની નવી ગાઇડલાઇન- હવે 12 વર્ષ સુધીના બાળકની હવાઇ મુસાફરીને લઇને બદલાયો આ નિયમ
DGCA ની નવી ગાઇડલાઇન- હવે 12 વર્ષ સુધીના બાળકની હવાઇ મુસાફરીને લઇને બદલાયો આ નિયમ
એસ. જયશંકરનું મોટું નિવેદન, અગાઉની સરકારોની વિદેશ નીતિમાં પણ મુસ્લિમ તુષ્ટિકરણની ઝલક દેખાતી હતી
એસ. જયશંકરનું મોટું નિવેદન, અગાઉની સરકારોની વિદેશ નીતિમાં પણ મુસ્લિમ તુષ્ટિકરણની ઝલક દેખાતી હતી
Lok Sabha Election 2024 Live: પરષોતમ રૂપાલાએ ફરી કરી અપીલ, મોદીનો હાથ મજબૂત કરવા ભાજપને મત આપવા કહ્યું....
Lok Sabha Election 2024 Live: પરષોતમ રૂપાલાએ ફરી કરી અપીલ, મોદીનો હાથ મજબૂત કરવા ભાજપને મત આપવા કહ્યું....
Surat:‘જનતાનો ગદ્દાર’: સુરતમાં નિલેશ કુંભાણીના ઘરે પહોંચી કોગ્રેસના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન
Surat:‘જનતાનો ગદ્દાર’: સુરતમાં નિલેશ કુંભાણીના ઘરે પહોંચી કોગ્રેસના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન
Patanjali Misleading Ad Case: આવી ભૂલ ફરી નહીં થાય',  SCની સુનાવણી પહેલા પંતજલિનું  જાહેરમાં માફીનામું
Patanjali Misleading Ad Case: આવી ભૂલ ફરી નહીં થાય', SCની સુનાવણી પહેલા પંતજલિનું જાહેરમાં માફીનામું
Embed widget