શોધખોળ કરો

રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લંબાવાયો, જાણો હવે ક્યાં સુધી રહેશે અમલી ?

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ પ્રમાણે રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે.

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ પ્રમાણે રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે. હવે રાજ્યાના 8 મહાનગરોમાં   15 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ લાગૂ રહેશે. આ દરમિયાન લોકો રાત્રે 11થી સવારે 6 કલાક સુધી બિનજરૂરી બહાર નિકળી શકશે નહીં.  આ આઠ મહાનગરોમાં માત્ર જન્માષ્ટમી એટલે કે 30 ઓગસ્ટ, સોમવારે એક દિવસ પૂરતો રાત્રી કર્ફ્યૂમાં વધારાની એક કલાકની છૂટછાટ રહેશે. 

કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફરી 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેરમાં 28 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે. આ શહેરોમાં રાત્રે 11 કલાકથી સવારે 6 કલાક સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે.

રાજ્યમાં તહેવારો આવી રહ્યાં છે. 30 ઓગસ્ટે જન્માષ્ટમી છે. તો 9 સપ્ટેમ્બરથી 19 ,સપ્ટેમ્બર રાજ્યભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. આ માટે પણ રાજ્ય સરકારે ખાસ ગાઇડલાઇન જાહેર કરી છે. રાજ્યરભમાં જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકોએ આ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.

રાજ્યભરમાં લોકો જન્માષ્ટમીના રોજ રાત્રે 12 કલાકે ઉજવાતા પરંપરાગત કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી શકશે. મંદિર પરિસરમાં એક સાથે વધુમાં વધુ 200 લોકોને પ્રવેશ આપવામાં આવશે. મંદિરમાં દર્શન માટે આવતા લોકોએ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે. તહેવારમાં નિકળતી શોભાયાત્રામાં પણ મર્દાયિત વાહનો અને મર્યાદિત રૂટ પર તેનું આયોજન કરી શકાશે.  આ શોભાયાત્રામાં પણ વધુમાં વધુ 200 લોકોને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે. તો રાજ્યમાં તહેવારો દરમિયાન મટકીફોડનું આયોજન કરવામાં આવશે નહીં.

ગણેશ ઉત્સવમાં 4 ફૂટ અને ઘરમાં બે ફૂટ ગણેશ મૂર્તિનું સ્થાપન કરી શકાશે.  જાહેર ગણેશ મહોત્સવમાં પંડાલ શક્ય તેટલા નાના રાખવાનું પણ જણાવાયું છે. ગણેશ ઉત્સવમાં આવતા લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરે તે પણ એસઓપીમાં કહેવામાં આવ્યું છે.  ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકોને અને એક વાહનને છૂટ આપવામાં આવી છે.  ઘરમાં સ્થાપન કરેલા ગણેશજીનું ઘરમાં જ વિસર્જન કરવાનું કહેવામાં આવ્યું છે.  ગણેશ ઉત્સવ દરમિયાન રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂમાં વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે. એટલે કે આ 8 મગહાનગરોમાં ગણેશ ઉત્સવ દરમિયાન રાત્રે 12 કલાક સુધી છૂટછાટ આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

Embed widget