શોધખોળ કરો

હવે રાજ્યના 8 મહાનગરોમાં જ રાત્રિ કરર્ફ્યૂ, જાણો બીજી શું કરાઈ મોટી જાહેરાત ?

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. હવે રાજ્યના 8 મહાનગરોમાં જ રાત્રિ કરર્ફ્યૂ અમલમાં રહેશે.  

ગાંધીનગર:  મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. હવે રાજ્યના 8 મહાનગરોમાં જ રાત્રિ કરર્ફ્યૂ અમલમાં રહેશે.   10 જૂલાઇ-2021ના રાત્રે 10 કલાકથી  20 જૂલાઇ 2021 સવારના 6 વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે 10 થી સવારે 6 સુધી રાત્રિ કરફયુ અમલમાં રહેશે. લગ્ન પ્રસંગ માટે 150 વ્યક્તિઓ માટે મંજૂરી અપાશે. 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂન:સમીક્ષા કરીને કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. 

મુખ્યમંત્રીની અધ્યક્ષતાની આ કોર કમિટીમાં લેવાયેલા નિર્ણયો મુજબ રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરએ 8 મહાનગરોમાં જ રાત્રિ કરફયુનો અમલ કરાશે. અગાઉ આ આઠ મહાનગરો સહિત રાજ્યના ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર અને વાપીમાં રાત્રી કરફયુ અમલમાં હતો તેમાંથી હવે આઠ મહાનગરો પૂરતો જ આ રાત્રિ કરફયુ અમલમાં રહેશે.
 
આ રાત્રિ કરફયુ 10મી જુલાઇ-2021ના રાત્રે 10 કલાકથી 20 જુલાઇ-2021ના સવારે 6 કલાક સુધીના સમય દરમિયાન દરરોજ રાત્રે 10 થી સવારે 6 સુધી આ આઠ મહાનગરોમાં રહેશે. 

વિજયભાઇ રૂપાણી અને કોર કમિટીએ એવો પણ નિર્ણય કર્યો છે કે રાત્રિ કરફયુ અમલમાં છે તે શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના  9  કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ ૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહી.

રેસ્ટોરેન્ટ રાત્રિના 9 કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ 60 ટકા ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે. તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં  વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા  રેસ્ટોરેન્ટસ ચાલુ રાખી શકાશે નહી, તેમ પણ નિર્ણય કરવામાં આવ્યો છે. 

રેસ્ટોરેન્ટ્સ  હોમ ડિલિવરીની સુવિધા રાત્રિના ૧૨:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકશે.  જીમ  60 ટકા ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે.  જાહેર બાગ-બગીચાઓ રાત્રિના  9 કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ખુલ્લા રાખી શકાશે.

આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 150  વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 40 વ્યક્તિઓની મંજુરી રહેશે.

તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ 200 વ્યકિતઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના  50 ટકા વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.

ધો.૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ  સુધીના કોચીંગ/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના  કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50 ટકા  વિદ્યાર્થીઓ સાથે બેંચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે ચાલુ રાખી શકાશે.

શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે. વાંચનાલયો 60 ટકા ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકાશે. ( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાંચનાલયો ચાલુ રાખી શકાશે નહી.)

પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 75 ટકા પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રહેશે. પબ્લિક બસ ટ્રાન્‍સપોર્ટને કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે. (તમામ ડ્રાઇવર અને કંડક્ટર એ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)

પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ  સ્ટેડીયમ/સંકુલમાં  રમતગમત  ચાલુ રાખી શકાશે.(રમતગમતમાં ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)

સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ 60 ટકા કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. ( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો ચાલુ રાખી શકાશે નહી.)

શૈક્ષણિક સંસ્થાઓ(ઓનલાઇન શિક્ષણ સિવાય), વોટર પાર્ક, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે. કોર કમિટીની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, ઊર્જા મંત્રી  સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી  પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અધિક સચિવ એમ. કે. દાસ, આરોગ્ય અધિક મુખ્ય સચિવ  મનોજ અગ્રવાલ અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Monsoon Update: ગુજરાતમાં ક્યારથી વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે રાજ્યવાર તારીખો કરી જાહેર
Monsoon Update: ગુજરાતમાં ક્યારથી વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે રાજ્યવાર તારીખો કરી જાહેર
Heatwave:  અમદાવાદમાં ગરમીએ છેલ્લા 7 વર્ષોનો તોડ્યો રેકોર્ડ, તાપમાનનો પારો 45ને પાર, હવામાન વિભાગે આપી ચેતવણી
Heatwave: અમદાવાદમાં ગરમીએ છેલ્લા 7 વર્ષોનો તોડ્યો રેકોર્ડ, તાપમાનનો પારો 45ને પાર, હવામાન વિભાગે આપી ચેતવણી
IPL 2024: હૈદરાબાદને હરાવી ફાઈનલમાં પહોંચી કોલકાતા, ક્વોલિફાયર મુકાબલામાં 8 વિકેટથી મારી બાજી, આ રહ્યા જીતના હીરો
IPL 2024: હૈદરાબાદને હરાવી ફાઈનલમાં પહોંચી કોલકાતા, ક્વોલિફાયર મુકાબલામાં 8 વિકેટથી મારી બાજી, આ રહ્યા જીતના હીરો
Flight Rule: ફ્લાઈટમાં નથી લઈ જઈ શકાતું આ ફળ, જાણો તેની પાછળનું કારણ
Flight Rule: ફ્લાઈટમાં નથી લઈ જઈ શકાતું આ ફળ, જાણો તેની પાછળનું કારણ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સ્માર્ટ મીટરનો રાજકીય કરંટHun To Bolish | હું તો બોલીશ | અમીરોનો તાપ, ગરીબોનું મોતAmit Chavda | અમદાવાદમાંથી આતંકી ઝડપાવા મુદ્દે અમિત ચાવડાનું મોટું નિવેદનShaktisinh Gohil | જમ્મૂ-શ્રીનગર હાઈવે પર ફસાયા ગુજરાતીઓ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Update: ગુજરાતમાં ક્યારથી વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે રાજ્યવાર તારીખો કરી જાહેર
Monsoon Update: ગુજરાતમાં ક્યારથી વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે રાજ્યવાર તારીખો કરી જાહેર
Heatwave:  અમદાવાદમાં ગરમીએ છેલ્લા 7 વર્ષોનો તોડ્યો રેકોર્ડ, તાપમાનનો પારો 45ને પાર, હવામાન વિભાગે આપી ચેતવણી
Heatwave: અમદાવાદમાં ગરમીએ છેલ્લા 7 વર્ષોનો તોડ્યો રેકોર્ડ, તાપમાનનો પારો 45ને પાર, હવામાન વિભાગે આપી ચેતવણી
IPL 2024: હૈદરાબાદને હરાવી ફાઈનલમાં પહોંચી કોલકાતા, ક્વોલિફાયર મુકાબલામાં 8 વિકેટથી મારી બાજી, આ રહ્યા જીતના હીરો
IPL 2024: હૈદરાબાદને હરાવી ફાઈનલમાં પહોંચી કોલકાતા, ક્વોલિફાયર મુકાબલામાં 8 વિકેટથી મારી બાજી, આ રહ્યા જીતના હીરો
Flight Rule: ફ્લાઈટમાં નથી લઈ જઈ શકાતું આ ફળ, જાણો તેની પાછળનું કારણ
Flight Rule: ફ્લાઈટમાં નથી લઈ જઈ શકાતું આ ફળ, જાણો તેની પાછળનું કારણ
સિંગાપોરમાં તબાહી મચાવનારા કોરોનાના કેપી.1 અને કેપી.2 વેરિઅન્ટની ભારતમાં એન્ટ્રી, ગુજરાત સહિત આ રાજ્યોમાં મળ્યા કેસ
સિંગાપોરમાં તબાહી મચાવનારા કોરોનાના કેપી.1 અને કેપી.2 વેરિઅન્ટની ભારતમાં એન્ટ્રી, ગુજરાત સહિત આ રાજ્યોમાં મળ્યા કેસ
BSF માં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, SI, ASI પોસ્ટ માટે ભરતી બહાર પડી, આ ઉમેદવારો કરી શકે છે અરજી
BSF માં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, SI, ASI પોસ્ટ માટે ભરતી બહાર પડી, આ ઉમેદવારો કરી શકે છે અરજી
Singapore: ટર્બુલેંસમાં ફસાઇ લંડનથી સિંગાપોર આવતી ફ્લાઇટ, ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન 1નું મોત, 30 ઘાયલ
Singapore: ટર્બુલેંસમાં ફસાઇ લંડનથી સિંગાપોર આવતી ફ્લાઇટ, ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન 1નું મોત, 30 ઘાયલ
સ્ટોક માર્કેટમાં અફવા પર સેબી લાલઘૂમ, જાહેર કરી ગાઇડલાઇન્સ, 1 જૂનથી 100 ટોપ કંપનીઓ પર થશે લાગુ
સ્ટોક માર્કેટમાં અફવા પર સેબી લાલઘૂમ, જાહેર કરી ગાઇડલાઇન્સ, 1 જૂનથી 100 ટોપ કંપનીઓ પર થશે લાગુ
Embed widget