શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

‘નિસર્ગ’ વાવાઝોડાને પગલે ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ NDRFની ટીમો એલર્ટ કરાઈ? જાણો

એક બાજુ કોરોનાનો કહેર છે તો બીજી બાજુ હવે ‘નિસર્ગ’ વાવાઝોડાનું સંકટ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. ‘નિસર્ગ’ વાવાઝોડું 3 જૂનની સાંજે અથવા રાત્રે ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયામાં હરિહરેશ્વર-દમણ વચ્ચે ત્રાટકી શકે છે.

એક બાજુ કોરોનાનો કહેર છે તો બીજી બાજુ હવે ‘નિસર્ગ’ વાવાઝોડાનું સંકટ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. ‘નિસર્ગ’ વાવાઝોડું 3 જૂનની સાંજે અથવા રાત્રે ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયામાં હરિહરેશ્વર-દમણ વચ્ચે ત્રાટકી શકે છે. આ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં 3થી 5 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જેને લઈને ગુજરાતના દરિયાના કાંટા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જેમાં સુરત, વલસાડ, નવસારી, અમરેલી, અને ગીરસોમનાથના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ તમામ જગ્યાએ NDRFની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. વાવઝોડાના કારણે દરિયામાં જબરદસ્ત કરંટ જોવા મળી કહ્યો છે. જેના કારણે સુરતના 32 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જ્યારે સુવાલ દરિયા કિનારે પોલીસને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત દરિયા કિનારે આવેલી દુકાનદારોએ પોતાનો સામાન ખસેડી દીધો છે. ‘નિસર્ગ’ વાવાઝોડાને પગલે ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ NDRFની ટીમો એલર્ટ કરાઈ? જાણો વલસાડમાં સંભવિત વાવાઝોડાને લઈને તંત્ર સજ્જ થઈ ગયું છે તો તંત્ર દ્વારા જિલ્લાના 35 ગામોને એલર્ટ કરાયા છે. વલસાડના ત્રણ જિલ્લા આ વાવાઝોડાથી વધુ પ્રભાવિત થઈ શકે છે. વલસાડ તાલુકાના 18 ગામો જેમાં ભગોદ, મેહ, મગોદ, સુરવાળા, સેગવી, તિથલ, કોસંબા, ભદેલી, દેસાઈ પાર્ટી, ભડેલી જગાલાલા, છરવાડા, ભાગલ, દાંડી, માલવણ, દાંતી - કકવાડી, ધરાસાણા, ભાગડા ખુર્ડ, ઉમરસાડી, ઉતડી અને પારડી તાલુકાના 4 ગામો કોલક, ઉદવાડા, કલ્સર, ઉમેસાડી, જ્યારે ઉમરગામ ના 13 ગામો ગોવાડા, દેહરી, ઉમરગામ, પલગામ, વારોલી, નારગોલ, સરોનડા, મરોલી, ફણસા, કાલઈ , પાલી કરમબેલી, પાલી સહિતના ગામોને એલર્ટ પર રખાયા છે. મહત્વની વાત એ છે કે, NDRFની વધું 2 ટીમોને દમણ અને સેલવાસ ખસેડવામાં આવી છે. 10 ટીમો ગુજરાતમાં અને બાકીની 4 ટીમો દમણ, દીવ અને દાદરાનગર હવેલી ખાસે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અત્યારે કુલ 14 ટીમો રાજ્યમાં સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે. કોરોનાના સંક્રમણ વચ્ચે પીપીઈ કીટ સાથે ટીમોને સજ્જ કરી દેવામાં આવી છે. રેસ્ક્યુ બોટ, સેટેલાઈટ ફોન સહિતની સામગ્રી સાથે એનડીઆરએફની ટીમો કામ કરશે. NDRFની એક ટીમમાં 30 જવાનોનો સમાવેશ કરાયો છે. ‘નિસર્ગ’ વાવાઝોડાને પગલે ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ NDRFની ટીમો એલર્ટ કરાઈ? જાણો નિસર્ગ વાવાઝોડાના સંભવિત જોખમને લઈને ગીર સોમનાથમાં NDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. 28 જવાનો સાથેની ટીમ વેરાવળ ખાતે આવી પહોંચી છે. જિલ્લા વહીવટી તંત્રની સૂચના મુજબના વિસ્તારમાં રેસ્ક્યુ કામગીરી હાથ ધરશે. નિસર્ગ વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લામાં 4 ટીમ, નવસારીમાં 2, સુરત 3 ટીમ અને ભરુચ, આણંદ, ખેડા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં NDRFની એક-એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. ‘નિસર્ગ’ વાવાઝોડાને પગલે ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ NDRFની ટીમો એલર્ટ કરાઈ? જાણો અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયા કાંઠા પર 700 ઉપરાંતની બોટો દરિયા કિનારા પર લાંગરી દેવામાં આવી છે અને હાલ જાફરાબાદનો દરિયા કાંઠો બોટોના ખડકલાથી ભરાઈ ગયો છે. જાફરાબાદના ખારવા સમાજની 500 ઉપરાંતની બોટો લોકડાઉન દરમિયાન દરિયો ખેડવા ગઈ જ ન હતી. કોળી અને મુસ્લિમ સમાજની 200 જેટલી બોટો દરિયામાંથી પરત કિનારે આવી ગઈ છે અને સંભવિત વાવાઝોડા સામે માછીમારો પણ બોટો કિનારે લાંગરીને કિનારા પર બોટો ખડકાઈ ગઈ છે. સંભિવત નિસર્ગ વાવાઝોડાને કારણે એનડીઆરએફની વધુ 5 ટીમો માટે કેન્દ્ર પાસે માંગ કરવામાં આવી છે. દિલ્હીથી એરલિફ્ટ કરીને આ ટીમોને ગુજરાત લાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતની 12 ટીમો અને કેન્દ્રની વધુ 5 ટીમો સહિત 17 ટીમો અલગ-અલગ જિલ્લામાં તૈનાત રહેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું -  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું - મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
સરકાર ખેડૂતોને પેન્શન પણ આપે છે, જાણો આ માટે શું કરવું જરૂરી છે?
સરકાર ખેડૂતોને પેન્શન પણ આપે છે, જાણો આ માટે શું કરવું જરૂરી છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

LPG Cylinder Price : કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 16.50 રૂપિયાનો વધારોUSA News:Donald trump:અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંGandhinagar Accident: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત ત્રણ ઈજાગ્રસ્ત, એકનું મોતHun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું -  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું - મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
સરકાર ખેડૂતોને પેન્શન પણ આપે છે, જાણો આ માટે શું કરવું જરૂરી છે?
સરકાર ખેડૂતોને પેન્શન પણ આપે છે, જાણો આ માટે શું કરવું જરૂરી છે?
Cyclone Fengal:  ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Cyclone Fengal: ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Joe Root: જો રૂટે તોડ્યો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
Joe Root: જો રૂટે તોડ્યો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
Who is Kash Patel: ટ્રમ્પે એક ગુજરાતીને બનાવ્યા FBIના ડાયરેક્ટર,જાણો કોણ છે કાશ પટેલ જેના પેટભરીને વખાણ કરી રહ્યા છે યૂએસ રાષ્ટ્રપતિ
Who is Kash Patel: ટ્રમ્પે એક ગુજરાતીને બનાવ્યા FBIના ડાયરેક્ટર,જાણો કોણ છે કાશ પટેલ જેના પેટભરીને વખાણ કરી રહ્યા છે યૂએસ રાષ્ટ્રપતિ
ICC Chairman: હવે વિશ્વભરમાં વાગશે ક્રિકેટનો ડંકો,ICCના ચેરમેન બનતા જ જય શાહ એક્શનમાં
ICC Chairman: હવે વિશ્વભરમાં વાગશે ક્રિકેટનો ડંકો,ICCના ચેરમેન બનતા જ જય શાહ એક્શનમાં
Embed widget