શોધખોળ કરો
Advertisement
શિયાળુ પાકના પિયતને લઈને ખેડૂતોને 70 દિવસ સુધી મળશે પાણી
રાજ્ય સરકાર તરફથી આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું કે સરકાર દ્વારા શિયાળુ પાકના પિયતને 70 દિવસ સુધી પાણી અપાશે.
ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શિયાળુ પાકના પિયતને લઈને મહત્વની જાહેરાત કરી છે. નીતિન પટેલે આજે એક મોટી જાહેરાત કરતા કહ્યું નર્મદાની મુખ્ય કેનાલ અને પ્રાંત કેનાલમાં પાણી છોડવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર તરફથી આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું કે સરકાર દ્વારા શિયાળુ પાકના પિયતને 70 દિવસ સુધી પાણી અપાશે.
શિયાળુ પાક માટે સરકાર દ્વારા ખેડૂતો માટે નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સરદાર સરોવર ડેમમાં પાણીનો યોગ્ય જથ્થો હોવાથી સિંચાઇ માટે પાણી આપવામાં આવશે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, કડી, કલોલ, સાણંદ, વિરમગામ કેનાલમાં ખેડૂતો માટે પાણી છોડવામાં આવશે.
આ સિવાય લખતર, વઢવાણ અને પાટડી કેનાલમાં પણ પાણી છોડાશે. નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, ખેડૂતો માટે મુખ્ય કેનાલ અને પ્રાંત કેનાલોમાં 70 દિવસ સુધી પાણી છોડવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion