શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં ક્યાં 8 જિલ્લાએ કોરોનાને આપી જોરદાર ટક્કર, હજુ સુધી એક પણ કેસ નહીં, આ જિલ્લાઓમાં કરાયા કેટલા લોકોના ટેસ્ટ?
ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ યથાવત છે. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં નવા 108 કેસ આવ્યા છે. જ્યારે 04 લોકોએ જીવ ગુમાવ્યા છે.
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ યથાવત છે. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં નવા 108 કેસ આવ્યા છે. જ્યારે 04 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઉપરાંત 1 વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે જે 108 નવા કેસ આવ્યા છે તેમાં 62 પુરુષ અને 46 મહિલાઓનો સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી છે.
ગુજરાતના 8 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી તેમાં દક્ષિણ ગુજરાતમાંથી વલસાડ, તાપી, નવસારી, ડાંગ અને સૌરાષ્ટ્રમાંથી સુરેન્દ્રનગર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, અમરેલીનો સમાવેશ થાય છે. આ 8 જિલ્લાઓમાં હજુ સુધી કોવિડ-19ના કુલ 1731ના ટેસ્ટ કરાયા હતા જોકે આ તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં જેના કારણે તંત્રએ હાશકારો લીધો હતો.
ગુજરાતમાં જે 1851 કેસ છે તેમાંથી 14 ક્રિટિકલ છે જ્યારે 1662 સ્ટેબલ છે. જ્યારે 106 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 67એ પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion