શોધખોળ કરો
Advertisement
જરૂરી ડોક્યુમેન્ટ નહીં હોય તો અમેરિકામાં 'નો એન્ટ્રી', વિઝિટર વિઝા પર જતા પહેલાં ચેતી જજો
કોરોનાના ડરથી ઘરમાં રહીને કંટાળેલા ભારતીયોની ધીરજ ખુટતા ધીમે ધીમે એયર ઈંડિયાની વંદે મિશન હેઠળ સ્પેશિયલ ફ્લાઈટમાં અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે.
ગુજરાતમાંથી વિઝિટર વિઝા પર અમેરિકા જતા લોકોની સંખ્યા વધી રહી છે. ત્યારે વિઝિટર વિઝા પર અમેરિકા જતા લોકોએ હવે સાવધાન થઈ જવાની જરૂર છે. જો વિઝીટર વિઝા માટે જરૂરી દસ્તાવેજો નહી હોય તો અમેરિકામાં એન્ટ્રી નહીં મળે. છેલ્લા બે મહિનામાં દસ્તાવેજોના અભાવે 200થી વધુ ગુજરાતીઓને અમેરિકાના એયરપોર્ટ પરથી જ પરત ફરવાનો વારો આવ્યો છે.
કોરોનાના ડરથી ઘરમાં રહીને કંટાળેલા ભારતીયોની ધીરજ ખુટતા ધીમે ધીમે એયર ઈંડિયાની વંદે મિશન હેઠળ સ્પેશિયલ ફ્લાઈટમાં અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. પરંતુ જેમની પાસે વિઝિટર વિઝા છે તેમને અમેરિકામાં ઉતર્યા બાદ એયરપોર્ટ પર ઈમિગ્રેશનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈમિગ્રેશન અધિકારી તરફથી પુછવામાં આવતા પ્રશ્નોનો સંતોષકારક જવાબ ન આપે તેમને ત્યાંથી જ ભારત પરત ધકેલી દેવામાં આવે છે.
મહત્ત્વનું છે કે, ગુજરાતમાંથી અમેરિકા વિઝિટર વિઝા પર જનારા ગુજરાતીઓએ તેમના અમેરિકામાં રહેતા સગાસંબંધી મારફતે અમેરિકન એમ્બેસીને એક ઈમેલ કરવાનો હોય છે જેમાં તેમને અમેરિકા શા માટે બોલાવવામાં આવી રહ્યા છે તેનો ઉલ્લેખ કરવાનો હોય છે. સાથે જ તેઓ કેટલા દિવસ અમેરિકામાં રોકાશે અને તેમની રિટર્ન ટિકિટનો ઉલ્લેખ પણ કરવાનો હોય છે. આ ઈમેલની પ્રિન્ટ કોપી વિઝિટર વિઝા પર આવનાર મુસાફરે પોતાની સાથે રાખવાની અને એરપોર્ટ પર બતાવવાની હોય છે. પાસે રાખવી પડે છે.
જોક આ કોપી ન હોય તો તમે ફરવા જઇ રહ્યા છો તેવી શંકાના આધારે અમેરિકાના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ પુછપરછ કરી ડિપોર્ટ કરી રહ્યા છે.
ઘણાં લોકોને આ પ્રક્રિયાની ખબર નથી હોતી અને સીધી ટિકિટ બુક કરાવી દેતા હોય છે અને બાદમાં તેમને વિદેશથી પરત ફરવાની સ્થિતિ ઉભી થાય છે. આન્ય ટિકિટ સાથેના અન્ય ખર્ચા પણ માથે પડે છે. જો કે વિઝિટર વિઝા પર જનાર સિનિયર સિટિઝનને ઝડપી ક્લીયર કરી દેવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion