શોધખોળ કરો

Paper Leak: હવે નહીં થાય પેપર લીક ? જાણો શું છે આયોજન

વિધેયકમાં કૌભાંડીઓની મિલ્કત જપ્તી અને ટાંચમાં લેવાની પણ જોગવાઈ છે. ઉપરાંત પરીક્ષા વ્યવસ્થા પાછળનો તમામ ખર્ચ વસૂલવાની જોગવાઈ છે

Paper Leak Cases Update: પેપર લીક કૌભાંડીયાની હવે ખેર નથી. રાજ્યમાં સરકારી ભરતી એજંસી દ્વારા લેવાતી ભરતી પરીક્ષામાં પેપર ફૂટી જવાના મુદ્દાની તપાસ કરીને ગૃહ વિભાગને ભલામણ કરાઈ કે પ્રશ્ન પત્રો ફૂટી જવાના વિરુદ્ધ ખાસ કાયદો  અધિનિયમન કરી સત્વરે પ્રશ્ન પત્રો ફૂટી જવાના મુદ્દાનો ઉકેલ જરૂરી હોવાથી આવી પ્રવૃતિઓ સામે કડક હાથે કામગીરી કરવા ગુજરાત જાહેર સેવા ગેરરીતિ અટકાવવા બાબત વિધેયક 2023 તૈયાર કરાયો છે. જેમાં કૌભાંડીઓની મિલ્કત જપ્તી અને ટાંચમાં લેવાની પણ જોગવાઈ છે. ઉપરાંત પરીક્ષા વ્યવસ્થા પાછળનો તમામ ખર્ચ વસૂલવાની જોગવાઈ છે. વિધેયકમાં બિન જામીન પાત્ર અને બિન માંડવાળપાત્રની જોગવાઈનો સમાવેશ છે.

વિધેયકમાં પરીક્ષાર્થીઓએ મેળવેલી અનઅધિકૃત મદદ, ગેરરીતિ કરવા કે આચવાને અટકાવવા બાબતોનો સમાવેશ કરાયો છે. ઉપરાંત પ્રશ્નપત્ર અને ઉત્તરવહી તથા ઓએમઆર શીટ અનઅધિકૃત કબ્જો લેવાય તેની સામે કાર્યવાહીનો પણ સમાવેશ છે. પરીક્ષા કાર્ય સોંપવામાં આવ્યું હોય અથવા તેવી કોઈ વ્યક્તિ થકી પેપર ફૂટી જતું અટકાવવા બાબતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રમાં પ્રવેશ પર પ્રતિબંધ તથા જાહેર પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્ર સિવાય કોઈ સ્થળનો ઉપયોગ ન કરવાનો સમાવેશ છે.

23 પ્રકારની જોગવાઈઓ સાથે પેપર ફોડનાર કૌભાંડીઓ વિરુદ્ધ તખ્તો તૈયાર કરાયો

વ્યવસ્થાપક મંડળ, સંસ્થા કે અન્ય થકી કરવામાં આવતાં ગુના સામે કાર્યવાહીનો પણ સમાવેશ છે. મદદ કરવા પર મનાઈ, ગુનો અને તેની શિક્ષા દોષિત ઠરેથી બાકાત રાખવાનો પણ સમાવેશ છે. 23 પ્રકારની જોગવાઈઓ સાથે પેપર ફોડનાર કૌભાંડીઓ વિરુદ્ધ તખ્તો તૈયાર કરાયો છે. પેપર લીક દોષી પરીક્ષાર્થીને 2 વર્ષ માટે જાહેર પરીક્ષાથી બાકાત રખાશે. પેપર લીક કે કાવતરું કરનાર દોષીની જંગમ, સ્થાવર મિલ્કતનું વેચાણ કરી વસૂલાત કરવામાં આવે તેવી પણ જોગવાઈ છે.

ગેરરીતિ કરનાર પરીક્ષાર્થીને 3 વર્ષની કેદની સજા, 1 લાખથી વધુના દંડની જોગવાઈ

વિધેયક 2023ના અધિનિયમ હેઠળ ગુનાની તપાસ પીઆઈ કે તેમનાથી ઉચ્ચ અધિકારીથી કરાવવાની જોગવાઈ છે. ગેરરીતિ કરનાર પરીક્ષાર્થીને 3 વર્ષની કેદની સજા, 1 લાખથી વધુના દંડની જોગવાઈ છે. પરીક્ષાનું સુપરવિઝન કરતાં વ્યક્તિઓને ફરજમાં અડચણ કરનારને 3 વર્ષ સુધીની કેદની જોગવાઈ છે. જાહેર પરીક્ષામાં કોઈ વ્યક્તિ કાવતરું કરે તો પાંચથી દસ વર્ષની જોગવાઈ છે.

ભરતી કરવા માટે જાહેર સત્તા મંડળોએ હાથ ધરવામાં આવેલી પસંદગી પ્રક્રિયા યોગ્ય પારદર્શક અને જવાબદાર હોવી જોઈએ તેવુ મનાઈ પણ રહ્યું છે ત્યારે માત્ર વહીવટી કાર્યપદ્ધતિથી નહીં પરંતુ ન્યાયતંત્રના સિદ્ધાંત તરીકે સંવેધાનિક ફરજમાં તેનો સમાવેશ કરવામાં આવતો હોવાથી જાહેર મંડળોએ વ્યાજબી કામગીરી કરવી પડે તે જરૂરી બન્યું છે.રાજ્ય સરકારની જગ્યાઓ પર ભરતી બાબતોમાં પેપર ફૂટી જવાથી સામાન્ય લોકોમાં વિશ્વાસઘાત થાય છે અને વિશ્વાસનિયતા પર પણ પ્રતિકુળ અસર થાય છે, સાથે જ પરીક્ષા રદ્દ કરવી પડે છે ત્યારે રાજ્યને મોટો વહીવટી ખર્ચ પણ સહન કરવો પડે છે..અપ્રમાણિક સાધનો અને કાર્રવાઈના કારણે ભરતી પ્રક્રિયામાં વારંવાર બાંધછોડ કરવામાં આવે છે ત્યારે કમનસીબે આ મુદ્દાએ સંગઠિત ગુનાઓ પણ થવા લાગ્યા છે અને તેનાથી જ ભ્રષ્ટ લોકો મોટાપાયે નાણાકીય લાભ લઈ જાય છે...એટલે જ આ સમાજ સાથે મોટો ગુનો છે.. આથી જ જાહેર જગ્યાઓ પરની પસંદગી પ્રક્રિયાની શુદ્ધતામાં લોકોમાં વિશ્વાસ પુનઃ પ્રસ્થાપીત કરવા જાહેર ભરતી પ્રક્રિયામાં બિન વિવાદિત વિશ્વાસનિયતા સુનિશ્ચિત કરવા માટે વિધેયક લાવવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget