શોધખોળ કરો

હવે સરકારી નોકરીમાં પણ નકલી ભરતી, યુવરાજસિંહ જાડેજાનો મોટો આક્ષેપ, 14 લોકો સાથે થઈ છેતરપિંડી

વું નહિ કે ગુજરાતની જ સરકારી ભરતીમાં લોકોને ગેરરીતિથી લગાડે છે કેન્દ્ર સરકારની ભરતીમાં (પોસ્ટ વિભાગ, આરઆરબી) જેવી ભરતીમાં પણ લગાડે છે.

Fake Recruitment: સરકારી નકરીમાં નકલી ભરતી થયાના યુવરાજ સિંહે આરોપ લગાવ્યો છે. યુવરાજસિંહના કહેવા અનુસાર પોલીસ, સબઓડિટર, જીપીએસસી, રેલવે, આરોગ્ય ખાતામાં બનાવટી ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. કેતન શાહ અને રણજીત ઓડે રૂપિયા લઈ લોકોને સરકારી નોકરી અપાવી છે.

નકલી ભરતીનાં પીડિતોએ પોલીસમાં ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે ફરિયાદ ના લેતા કોર્ટમાં કલમ ૧૫૬(૩) હેઠળ ફરિયાદ માટે અરજી કરી છે.

કેતન શાહ અને રણજીત ઓડ મોટા રાજકીય નેતાઓ સાથે ધરોબો હોવાનો દાવો કરી નોકરી માટે રૂપિયા ઉઘરાવ્યા હતા. ૩૫ લાખ રૂપિયા લઇ પીએસઆઈની ભરતીમાં નોકરી અપાવવાનો દાવો કરવામાં આવ્યો છે. ૧૪ પીડિત વ્યક્તિઓ પાસેથી રૂપિયા લઇ છેતરપિંડીનો આક્ષેપ છે.

યુવરાજ સિંહે શું આક્ષેપ કર્યો છે વાંચો તેના જ શબ્દોમાં.......

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં "નકલી"ની બોલબાલા છે. નકલી પીએસઆઈ મયુર તડવીથી પહેલો અમે જ ઘટસ્ફોટ કર્યો હતો અને ત્યારબાદ નકલી કાંડની લાઈન થઈ.

નકલી પીએમઓ...નકલી કચેરી....નકલી અધિકારી...નકલી ખાદ્ય ચીજવસ્તુ... નકલી વહીવટદારો... નકલી ધારાસભ્યોના પીએમ, નકલી ટોલનાકું..........

એક આરોપ હંમેશા એ પણ રહ્યો છે કે યુવરાજસિંહ કોઈપણ કૌભાંડ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ, પેપરલીક જેવી ઘટનાઓ પ્રેસ મીડિયા માધ્યમથી સીધા ઘટસ્ફોટ જ કેમ કરે છે. તો અમે હવે પહેલા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવા માટે ત્રણ વાર પ્રયાસ પણ કર્યા પરંતુ પોલીસ દ્વારા પીડિતની એફઆઈઆર સુધા નોંધવામા ન આવી તો આજે મજબૂર થઈ અમારે ફરી સરકારને જંજોડવા પ્રેસ કોન્ફરન્સ કરવી પડી છે.

આ વર્તમાન કિસ્સાને મયુર તડવી પાર્ટ - 2 કહેવું કે કિરણ પટેલ પાર્ટ - 2 કહેવું તે હું તમારા ઉપર છોડ છું.

આજે જે વ્યક્તિની ચર્ચા કરવી છે તેમાં 2 નામ છે.

(૧) કેતનકુમાર શાહ

(મૂળ ગામ દિયોદર, હાલ અમદાવાદ પાલડી ખાતે)

(ર) રણજીત ઓડ

મૂળ ગામ - લવાણા (તાલુકો - દિયોદર)

- આ વ્યક્તિ દેશના ગૃહ મંત્રી અમિત શાહનાં સગા છે તેવું કહે છે.

- ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે તો ઘરોબો છે તેવું કહે છે.

- ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે તો ઉઠવા બેસવાના સીધા સંબંધો છે તેવું પણ કહે છે.

વાત તો એવી પણ કરે છે કે તમામ સરકારી ભરતીમાં સીધું સેટિંગ છે.

સીધા ઓર્ડર લેટર જ ઇસ્યુ કરતા કરે છે.

એવું નહિ કે ગુજરાતની જ સરકારી ભરતીમાં લોકોને ગેરરીતિથી લગાડે છે કેન્દ્ર સરકારની ભરતીમાં (પોસ્ટ વિભાગ, આરઆરબી) જેવી ભરતીમાં પણ લગાડે છે.

આ કેતન શાહ નાં કહેવા પ્રમાણે તેમને પોલીસ ભરતીમાં જ નહીં, ઘણી ભરતીઓ માં સેટિંગથી લોકોને

લગાડ્યા છે.

  1. 2021માં લેવાયેલ પીએસઆઈ/એએસઆઈ પરીક્ષામાં હાલમાં 15। તરીકે એક મહિલા જૂનાગઢ ટ્રેનિંગ ખાતે ટ્રેનિંગ લઈ રહ્યા છે. બીજા અન્ય પીએસઆઈ/એએસઆઈનાં પણ કથિત નામો આપવામાં આવી રહી છે.
  2. સબ ઓડિટર પરીક્ષામાં પણ એક વિદ્યાર્થીને મે જ નોકરી આપેલ પેપર ફોડીને તેમનો તેવો દાવો છે.
  3. આરોગ્ય વિભાગની ભરતીમાં છેલ્લી લેવાયેલ એમપીએચડબલ્યુ ભરતીમાં એક ડમી ઉમેદવાર બેસાડેલા અને હાલ તે પરીક્ષા પાસ છે અને નોકરી કરે છે તેવો પણ કેતન શાહ અને રણજીત ઓડનો દાવો છે.
  4. કેન્દ્ર સરકારની આરઆરબી એટલે કે રેલવે બોર્ડ ની ભરતીમાં 17 લોકોને નોકરી આપેલ. જેમાંથી એકના

ડોક્યુમેન્ટ અમારી પાસે પણ ઉપલબ્ધ છે.

  1. ગુજરાતની સૌથી શ્રેષ્ઠ સંસ્થા એટલે કે જીપીએસસીની ભરતીમાં પણ આ દાવો કરે છે મે રિસર્ચ ઓફિસર

ક્લાસ 2 માં એક ભાઈનું 25 લાખ લઈને નોકરી અપાવેલ છે.

અમે કોઈના નામ જાહેર નથી કરતા પરંતુ આ નામો અમે પોલીસ અને કોર્ટ સમક્ષ જરૂર રજૂ કરીશું એ

ચોક્કસ છે કે આ નામ ઉલ્લેખ કરનારની તપાસ થવી ખૂબ જરૂરી છે.

દેશના આદરણીય ગૃહમંત્રી "અસલી અમિત શાહ" નાં નકલી સંબધી છે કે અસલી તે પણ તપાસનો વિષય

ચોક્કસ છે.

આ વ્યક્તિની ફરિયાદ માટે અમે તમામ જગ્યાએ પ્રયત્ન કરી ચૂક્યા છે. પરંતુ કોઈ ફરિયાદ નોંધવા તૈયાર

નથી. શું આ વ્યક્તિની આટલી બધી ઊંચી વગ હસે કે ખુદ બનાસકાંઠા ૬૩ ફરિયાદ લેવા તૈયાર નથી ?

* આ વ્યક્તિનો ભોગ બનેલાં અસંખ્ય વ્યક્તિ છે.

* જેમાંથી ભોગ બનનાર એક વ્યક્તિ બોલવા અને ફરિયાદ કરવા તૈયાર છે.

* આ વ્યક્તિને સરકારી નોકરીનું સપનું દેખાડવામાં આવ્યું, લોભ લાલચ આપવામાં આવી. ફસાવવામાં આવ્યો. અંતે ઠગવામાં આવ્યો.

* 5 લાખ જેટલો વહીવટ થયો.

જ્યારે આ ઉમેદવારને લાગ્યું કે ઠગાઈ ગયા છીએ ત્યારે આ બાબતની જાણ માટે અનેકવાર પોલીસ સ્ટેશનનાં ધક્કા ખાધા, PSI, Dy.SP, SP રેન્જ આઇજી સુધીને મૌખિક અને લેખિત જાણ કરવામાં આવેલ.

કથિત રીતે અમિત શાહનાં સગા કહેતા કેતન અને રણજીતનાં વિસ્તારમાં તપાસ કરતા એ પણ જાણવા મળેલ કે આ વ્યકિતએ ઘણા લોકોને ફ્રોડ સર્ટિ, બહારની થુનિ. ના સર્ટિનો ખૂબ મોટાપાયે વેપલો કરેલ છે. ખોટા સર્ટિ મેળવનાર આજે ગુજરાતની અલગ અલગ કચેરીમાં નોકરી પણ કરી રહ્યા છે.

ખરેખર આ વિષયની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

બધા મુદ્દાનું કોમ્બો છે.

ડમી પણ છે.

નકલી પણ છે.

ફ્રોડ સર્ટિ પણ છે.

પોલીસની ચુપ્પી પણ છે.

અમે સ્પષ્ટ કહીયે છીએ આ ફક્ત છેતરપીંડી કે ઠગાઈનો જ કેસ નથી. લોભ લાલચ આપી સપનાઓ સાથે રમત રમવી, ઉંચી પાર્ટીના હોદ્દેદારોની ઓળખાણ આપી ઠગવાની ઘટના ચોક્કસ બની લાગે છે.

પરંતુ આમાં

* આમાં નકલી અને બનાવટી સ્ટેમ્પનો પણ કેસ બને છે.

* આમાં સરકારી દસ્તાવેજ ને ટેમ્પરિંગનો પણ કેસ બને છે.

* સુનિયોજિત કાવતરાનો પણ કેસ બને છે.

* નોકરી આપવાના જે દાવા થઈ રહિયા છે તેમાં તપાસ બાદ અન્ય ગંભીર ગુનાનો પણ કેસ બંને છે.

આશા રાખીએ કે સરકાર શ્રી અને પોલીસ અધિકારી વાતની ગંભીરતા સમજી ગુનો દાખલ કરશે અને યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget