(Source: ECI/ABP News/ABP Majha)
પ્લાઝમા ડોનર ન મળતાં હવે સરકાર આ રીતે મેળવશે પ્લાઝમા, જાણો સરકારે શેની આપી છૂટ
સરકારે વ્હોલ બ્લડમાંથી પ્લાઝમા અલગ કરીને ઉપયોગમાં લેવા વચગાળાની છૂટ આપી છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં (Gujarat Corona Cases) સતત પાંચ દિવસથી ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાકાળમાં રક્તદાતા ખૂબ ઘટી ગયા છે, જેને લઈ પ્લાઝમા ડોનરની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. કોરોના સંક્રમિત કોઈ ગંભીર લક્ષણાળા દર્દીને પ્લાઝમા ચઢાવાય તો રિકવરી ઝડપી થતી હોય છે. પરંતુ અનેક સમજાવટ છચા પ્લાઝામ ડોનેશન અપૂરતું હોવાથી સરકારે વ્હોલ બ્લડમાંથી પ્લાઝમા અલગ કરીને ઉપયોગમાં લેવા વચગાળાની છૂટ આપી છે.
કોરોનાની પ્રથમ લહેરમાં પણ નેશનલ બ્લડ ટ્રાન્સફ્યૂઝન કાઉન્સિલે પરિસ્થિતને ધ્યાનમાં રાખીને આવી છૂટ આપી હતી જે થોડા સમય બાદ પરત લઈ લીધી હતી. પરંતુ હવે બીજી લહેરમાં કેસોની સંખ્યા અને તેમાંથી દર્દીની હાલત ગંભીર બનવાનું પ્રમાણ પણ વધ્યું છે જેને ધ્યાનમાં રાખી હાલ પૂરતી આવી છૂટ આપવામાં આવી છે.
વ્હોલ બ્લડ બે વખત ડોનેટ કરવામાં વચ્ચે ત્રણ મહિનાનો ગાળો પસાર થવા દેવો પડે છે, પરંતુ માત્ર પ્લાઝમાં જ જો કોઈના શરીરમાંથી લેવામાં આવે તો ત્રણ માસથી ઓછા સમયમાં વધુ વાર પ્લાઝમાં લેવાનું પણ શક્ય છે. આ સ્થિતિમાં કોરોનાના ગંભીર પેશન્ટોને બચાવવામાં પ્લાઝમાં મદદરૃપ થઈ શકે એ બાબત પર આરોગ્ય તંત્રએ હવે ધ્યાન આપવું જરૃરી બન્યું છે.
તબીબોના કહેવા મુજબ કોરોના વાયરસ ડીસીઝની ટ્રીટમેન્ટ બાદ દર્દીઓના શરીરમાં એન્ટીબોડીઝ ઉત્પન્ન થઈ ગયા હોય છે, પરંતુ સતત બે રિપોર્ટ નેગેટિવ આવે તેના સાત દિવસ પછીથી તે પ્લાઝમાં ડોનેટ કરી શકે. એમનું પ્લાઝમાં કોરોના ડીસીઝના સિરિયસ પેશન્ટને ઈન્જેક્ટ કરવાથી એ ગંભીર દર્દીને એન્ટીબોડીઝ રેડીમેઈડ મળી જાય અને રીકવરી ઝડપથી આવી શકે. અન્યથા, દવાઓથી એન્ટીબોડીઝ ડેવલપ થતાં સમય લાગી જાય, અને એ દરમિયાન ગંભીર પેશન્ટની હાલત કથળે તો તેને ઉગારવામાં પડકાર ઊભો થઈ શકે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
ગુજરાતમાં કોરોનાના કેસમાં (Gujarat Corona Cases) થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત પાંચમાં દિવસે યથાવત્ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧,૦૮૪ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૧૨૧ના મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૬,૮૧,૦૧૨ છે જ્યારે કુલ મરણાંક ૮,૩૯૪ છે. રાજ્યમાં હાલ ૧,૩૯,૬૧૪ એક્ટિવ કેસ છે જ્યારે ૭૮૬ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪,૭૭૦ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૫.૩૩ લાખ લોકો કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૭૮.૨૭% છે.