શોધખોળ કરો
Advertisement
Gujaratમાં કોરોનાએ ફરી ઉંચક્યું માથું, અમદાવાદ-સુરતની સ્થિતિ ચિંતાજનક
Gujarat Corona Cases Update: શનિવારે અમદાવાદ કોર્પોરેશનમાં 105, સુરત કોર્પોરેશનમાં 84 કેસ નોંધાયા હતા.
અમદાવાદઃ રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસે માથુ ઉંચક્યું છે અને કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસ 400થી વધારે નોંધાયા છે. શનિવારે છેલ્લા 24 કલાકમાં 451 નવા કેસ નોંધાયા હતા જ્યારે 328 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. કોરોના સંક્રમણથી એકનું મૃત્યુ થયું હતું. તેની સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4409 પર પહોંચ્યો છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું હતું.
શનિવારે અમદાવાદ કોર્પોરેશનમાં 105, સુરત કોર્પોરેશન 84, વડોદરા કોર્પોરેશનમાં 71, રાજકોટ કોર્પોરેશન 37, ભાવનગર કોર્પોરેશન-16, વડોદરા-11, સુરત-10, આણંદ-9, કચ્છ-9, ખેડા, મહિસાગર, પંચમહાલ, સાબરકાંઠામાં 7-7 કેસ, ગીર સોમનાથ અને મહેસાણામાં 6-6, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન અને નવસારીમાં 5-5 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં 1 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં અત્યાર સુધી 262815 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.53 ટકા પર પહોંચ્યો છે. હાલ 2258 એક્ટિવ કેસ છે, જેમાંથી 36 લોકો વેન્ટિલેટર પર અને 2222 લોકો સ્ટેબલ છે.
Gujarat Panchayat Election 2021: Patan માં વરરજાએ ફેરા ફરતાં પહેલા કર્યુ મતદાન, જુઓ તસવીરો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion