Bharuch: ભરૂચમાં બ્રિજ નીચે પડ્યો હતો બિનવારસી થેલો, મહિલાએ ઉઠાવતા જ અંદરથી નિકળી બાળકી
Bharuch: ભરૂચ નજીક હાઇવે પરથી તરછોડાયેલ હાલતમાં દોઢ માસની બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં બાળકીને નેશનલ હાઈવે ઓથોરિટીની ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવી.
Bharuch: ભરૂચ નજીક હાઇવે પરથી તરછોડાયેલ હાલતમાં દોઢ માસની બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ભરૂચ અંકલેશ્વરને જોડતા જુના સરદાર બ્રિજની નીચે એક નવો નકોર થેલો પડ્યો હતો. ત્યાથી પસાર થતા શાંતાબેન રાઠોડને થયું થેલો સારો છે કામ આવશે. આમ તેઓ જેવા થેલો લેવા ગયા ત્યાં થેલો ઉઠાવતાની સાથે જ બાળકીનો રડવાનો અવાજ આવ્યો હતો. જેને કારણે શાંતાબેન ચોંકી ગયા હતા.
ત્યાર બાદ મહિલાએ થેલાની ચેઇન ખોલીને જોતાં અંદરથી અંદાજે દોઢ માસની બાળકી મળી આવી હતી. માસુમ બાળકીને શાંતાબેન રાઠોડે પોતાના હાથમાં લીધી અને બાળકીને રમાડીને તેણીને શાંત કરી બાળકીના મોઢાના ભાગે ખોડખાપણ હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે તેના માતા પિતાએ તેને તરછોડી દીધી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહયું છે.
માસુમ બાળકીને નેશનલ હાઈવે ઓથોરિટીની ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં હાલ બાળકીની સારવાર કરવામાં આવી રહી છે. આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને માસૂમ બાળકીને તરછોડી દેનાર વાલીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
હુક્કાબાર પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા
અમદાવાદ: અમદાવાદમાં ગુજરાત કૉલેજ પાસે એક હુક્કાબાર પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. અહીં 2 યુવતી સહિત કુલ 20 લોકો હુક્કાની મજા માણતા ઝડપાયા છે. અહીથી હૂક્કાના સેમ્પલ કબજે કરાયા છે. અહીં કોણ-કોણ આવતું હતું તે જાણવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હુક્કાબારના CCTV કબજે કર્યા છે. હર્બલ ફ્લેવરમાં નિકોટીનયુક્ત ફ્લેવર એડ કરી હુક્કાબાર ચલાવાતું હતું. સ્થાનિક પોલીસની જાણ બહાર વિજિલન્સે દરોડા પાડ્યા હતા. બે મહિલા સહિત કુલ 20 લોકો હુક્કો પીવા આવ્યાં હતાં. વિજિલન્સની ટીમે અહીં અલગ અલગ ફ્લેવર અને હુક્કાઓ સાથેનો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્થાનિક પોલીસની જાણ બહાર વિજિલન્સે દરોડા પાડ્યા હતા.
આ પણ વાંચો....