શોધખોળ કરો

Mehsana:વિપુલ ચૌધરીની ધરપકડ બાદ હવે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સમન્સ ઈશ્યુ કરાતા રાજકારણ ગરમાયું

મહેસાણા: દૂધસાગર ડેરી સાગર દાણ કેસ મામલે એક પછી એક નવી નવી બાબતો સામે આવી રહી છે. નોંધનીય છે કે, વિપુલ ચૌધરી સામે મહારાષ્ટ્રમાં સાગર દાણ મોકલવા મામલે કેસ  દાખલ કરવામાં આવ્યો હતો.

મહેસાણા: દૂધસાગર ડેરી સાગર દાણ કેસ મામલે એક પછી એક નવી નવી બાબતો સામે આવી રહી છે. નોંધનીય છે કે, વિપુલ ચૌધરી સામે મહારાષ્ટ્રમાં સાગર દાણ મોકલવા મામલે કેસ  દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ હાલમાં મહેસાણા કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ ઈશ્યુ કરાયા છે. શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ વિપુલ ચૌધરીને એનડીડીબીના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા.

ખાસ સરકારી વકીલ વિજય બારોટ દ્વારા શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રાખવા આપેલી અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે. 6 ઓક્ટોમ્બરના રોજ શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઈશ્યુ કરાતા રાજકારણ ગરમાયું છે. વિપુલ ચૌધરીએ મહારાષ્ટ્રને સાગર દાણ મોકલ્યું એ જ અરસામાં શકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ ભલામણ પત્ર લખ્યા હતા. વિપુલ ચૌધરી ઉપર એનડીડીબીના ચેરમેન બનવા દાણ આપવાનો આરોપ છે.

પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર
વિપુલ ચૌધરીને 7 દિવસના રિમાન્ડ ઉપર મોકલાયા છે. 23 તારીખ બપોરે 12 કલાક સુધી રિમાન્ડ ઉપર મોકલાયા. સરકારી વકીલ વિજય બારોટ ની દલીલ ગ્રાહ્ય રાખવામાં આવી. પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. નાણાકીય વ્યવહાર તપાસવા રિમાન્ડ જરૂરી હોવાની દલીલ કરવામાં આવી હતી. અર્બુદા સેના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડના પડઘા ઉત્તર ગુજરાતમાં પડી રહ્યા છે.  દિયોદર અર્બુદા સેનાના દિયોદર બંધનું એલાન આપ્યું છે. મોટી સંખ્યામાં અર્બુદા સેનાના યુવાનો મામલતદાર કચેરી પહોંચ્યા છે. વિપુલ ચૌધરીની તાત્કાલિક છોડી મૂકવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું. સાંજ સુધી વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો આવતી કાલે દિયોદર બંધનું એલાન. 

બીજી તરફ વિપુલ ચૌધરીને કોર્ટમાં લાવવામાં આવ્યા છે. ACB ફરીયાદમાં કોર્ટમાં હાજર કરાયા. કોર્ટના પાછળના દરવાજાથી અંદર લાવ્યા. મોટી સંખ્યામાં સમર્થકો કોર્ટ સંકુલ આસપાસ ઉમટી પડ્યા હતા.  વિપુલ ચૌધરીની ધરપકડથી મહેસાણા જીલ્લામા રોષની લાગણી ફરી વળી છે. અર્બુદા સેનાના નેજા હેટળ વિસનગરમા નિકળી પ્રચંડ રેલી. વિપુલ ચૌધરી સાથે દ્રેષભાવ રખાતા હોવાના આરોપ સાથે રખાયુ આવેદનપત્ર. પૂર્વ મંત્રી એવા કિરીટ પટેલે પણ દ્રેષભાવપૂર્ણ કાર્યવાહી માટે કરાઈ માંગ. ચૂંટણી ટાણે જ વિપુલ ચૌઘરીને કેસોમા ફસાવાતો હોવાનો કિરિટ પટેલ પૂર્વ ધારાસભ્યનો આરોપ.

વિપુલ ચૌધરી ધરપકડ મામલે વડગામ અને દાતામાં અર્બુદા સેનાનું વિરોધ પ્રદર્શન. વિપુલ ચૌધરીને નહીં છોડાય તો અર્બુદા સેનાનો કોઈપણ પક્ષ સાથે છેડો રહેશે નહીં. દાંતા અને વડગામમાં મોટી સંખ્યામાં અર્બુદા સેનાના સમર્થકોએ કર્યો સરકારનો વિરોધ. સતત બીજા દિવસે પણ વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાના આવેદનપત્ર અને સરકાર સામે વિરોધ. ધાનેરામાં અર્બુદા સેના દ્વારા મોટી સંખ્યામાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું

ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ સહિતના અર્બુદા સેનાના યુવાનો રહ્યા હાજર. ભાજપ સરકાર સામે હાય હાય ના નારા લગાવી સાંજ સુધી વિપુલ ચૌધરીને છોડી મૂકવાના ઉઠી માંગ. ડીસામાં ચૌધરી સમાજ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન. વિપુલ ચૌધરી ને તાત્કાલિક મુક્ત કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન સાથે ભાજપ ને ઘરભેગી કરવાની ચીમકી. ડીસા નાયબ કલેક્ટર અને મામલતદાર આવેદનપત્ર આપી રજુઆત કરી.

સાબરકાંઠા જિલ્લાના તાલુકા મથકે વિપુલ ચૌધરીના સમર્થનમાં આવેદન પત્ર અપાયા. વિપુલ ચૌધરીની થયેલ અટકાયત મામલે ન્યાયની માગ સાથે અપાયા આવેદન પત્ર. અર્બુદા સેના દ્વારા હિંમતનગર મામલતદારને અપાયું આવેદન પત્ર. તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરોએ બહુમારી ભવન પહોંચી કર્યા સુત્રોચ્ચાર.  ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
Embed widget