શોધખોળ કરો

Heart Attack: પાવાગઢ દર્શને આવેલા દર્શાનાર્થીનું હાર્ટ એટેકથી મોત, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોએ ગુમાવ્યો જીવ

Heart Attack: રાજ્યમાં હાર્ટ એેટેકના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. જેના કારણે રોજે રોજ લોકો જીવ ગુમાવી રહ્યા છે. આજે છેલ્લા 24 કલાકમાં 8 લોકોએ જીવ ગુમાવ્યો છે.

Heart Attack: રાજ્યમાં હાર્ટ એેટેકના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. જેના કારણે રોજે રોજ લોકો જીવ ગુમાવી રહ્યા છે. આજે છેલ્લા 24 કલાકમાં 8 લોકોએ જીવ ગુમાવ્યો છે. આજે પંચમહાલના યાત્રાધામ પાવાગઢ ખાતે હૃદય હુમલાથી એક દર્શનાર્થીનું મોત થયું છે. 45 વર્ષીય ભલાભાઇ દલસુખ બારીયા નામના દર્શનાર્થીનું મોત થયું છે. મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામના ભલાભાઈ બે મિત્રો સાથે પાવાગઢ દર્શન કરવા માંટે આવ્યા હતા. મિત્રો સાથે માંચી પગપાળા ડુંગર ચઢતા સમયે અચાનક છાતીમાં દુખાવો ઉપડયો અને તેઓ નીચે ઢળી પડ્યા હતા.

બનાસકાંઠામાં પણ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો

બનાસકાંઠામાં હૃદય હુમલાના બનાવોઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. વધુ એક હૃદય હુમલાથી યુવકનુ મોત નીપજ્યું છે. શિહોરીના શાંતિભાઈ મીરનુ હૃદય હુમલાથી સારવાર દરમિયાન મોત થયું છે. કામ કરી રહેલા યુવાનને હાર્ટ એટેક આવતા મોતને ભેટ્યો હતો.

રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સામાં ચિંતાજનક વધારો થયો છે. હાર્ટ એટેકની ઘટનાઓમાં યુવાઓ જીવ ગુમાવી રહ્યા છે. જામનગરના સેના નગરમાં રહેતા રવિ લુણા નામના યુવકને સામાન્ય તાવ અને શારીરિક તકલીફ થતા ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયા હતા. આ દરમિયાન છાતીમાં દુઃખાવો થતા યુવકનું મોત નિપજ્યું. આ તરફ બાબરા- અમરેલી હાઈવે પર રીક્ષા ડ્રાઈવિંગ દરમિયાન જ ચાલકને તિવ્ર હૃદયરોગનો હુમલો આવ્યો. જેમાં રીક્ષા ચાલકનું મોત નિપજ્યું છે. તો રાજકોટમાં હાર્ટ અટેકના કારણે 32 વર્ષીય યુવકનું મોત થયું છે. જ્યારે સાબરકાંઠાના પ્રાંતિજમાં 40 વર્ષીય ખેડૂતનું હાર્ટ અટેકથી મોત નીપજ્યું છે. આ તરફ મહેસાણામાં 40 વર્ષીય હોમગાર્ડના જવાન પ્રહલાદ રાઠોડે સારવાર દરમિયાન દમ તોડ્યો છે. ત્રણ દિવસ પહેલા ફરજ દરમિયાન હાર્ટ અટેક આવ્યો હતો.

રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યાં છે. જામનગરમાં એક યુવકનું નાની વયે હાર્ટ એટેકને કારણે મોત થયું છે. શહેરમાં સેના નગરમાં રહેતા 24 વર્ષીય યુવાનનું હાર્ડ એટેકથી મૃત્યુ નીપજ્યું છે. રવિ પરબતભાઈ લુણા નામના વ્યક્તિને એકાએક હૃદય બંધ થઈ જતા મૃત્યુ થયું. ગતરોજ યુવાનને સામાન્ય તાવ, શારીરિક તકલીફ થતા ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયા બાદ અચાનક છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટ અટેક આવતા યુવાનનું મૃત્યુ થયું હતું. યુવાનનું મૃત્યુ થતા પરિવારમાં શોક છવાયો છે.

રાજુલામાં હાર્ટ એટેકથી મોત

અમરેલી જિલ્લામાં નવરાત્રીના ખેલેયાઓ માટે સૌથી મોટા ચિંતા જનક સમાચાર સામે આવ્યા છે. રાજુલા શહેરમાં મોડી રાતે 23 વર્ષનાં યુવકને હાર્ટએટેક આવતા મોત થયું છે. નવરાત્રીમાં રામાપીરના આખ્યાન દરમ્યાન યુવકને હાર્ટએટેક આવતા મોડી રાતે દોડધામ મચી હતી. 23 વર્ષીય દિનેશ શિયાળને રાજુલા હોસ્પિટલમાં ખસેડાયો હતો. અમરેલી જિલ્લામાં નવરાત્રી દરમ્યાન હાર્ટએટેકથી યુવકના મોતની પહેલી ઘટના સામે આવી છે.

હાર્ટ એટેકથી મોતનો બીજો કિસ્સો બાબરામાંથી આવ્યો છે. જ્યાં બાબરા અમરેલી હાઈવે પર રીક્ષાચાલકને ચાલુ ડ્રાઈવીગ દરમિયાન હાર્ટ એટેક આવ્યાનો વીડિયો વાયરલ થયો છે. છકડો રીક્ષાચાલકનું હાર્ટ એટેકને કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું. રીક્ષામાં આધેડ પોલભાઈ મુંધવા ઉપરાંત ત્રણ પેસેન્જર પણ સવાર હતા પરંતુ સદનસીબે તેમનો બચાવ થયો હતો. પોલભાઈ રીક્ષા લઈને લુણકીથી બાબરા જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં બનાવ બન્યો હતો. રીક્ષા ચાલકને 108થી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

છેલ્લા થોડા દિવસમાં હાર્ટ એટેકથી થયેલા મોત

તારીખઃ 18 ઓક્ટોબર 2023

સ્થળઃ બાબરા- અમરેલી હાઈવે
ચાલુ રીક્ષાએ ચાલકને તિવ્ર હૃદયરોગના
હુમલાથી એક વ્યકિતનું મોત

તારીખઃ 18 ઓક્ટોબર 2023

સ્થળઃ સાંપડ, પ્રાંતિજ
40 વર્ષીય ખેડૂત માટે જીવલેણ
સાબિત થયો હાર્ટ એટેક

તારીખઃ 18 ઓક્ટોબર 2023

સ્થળઃ મહેસાણા
મોઢેરા પોલીસમથકના હોમગાર્ડ
જવાનનું હૃદયરોગના હુમલાથી નિધન

તારીખઃ 18 ઓક્ટોબર 2023

સ્થળઃ નવાગામ, રાજકોટ
32 વર્ષીય વિપુલ માટે 
હાર્ટ એટેક નિવડ્યો પ્રાણઘાતક

તારીખઃ 15 ઓક્ટોબર 2023

સ્થળઃ ઈચ્છાપોર, સુરત
માતાજીની મૂર્તિ લઈને પરત 
ફરતા સમયે હાર્ટ એટેકથી મોત

તારીખઃ 14 ઓક્ટોબર 2023

સ્થળઃ પાદરા
યુવક ઓચિંતા ઢળી પડ્યો

તારીખઃ 14 ઓક્ટોબર 2023

સ્થળઃ ગોધરા
શહેરાની કોલેજમાં કલાર્ક તરીકે ફરજ
બજાવતા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત

તારીખઃ 13 ઓક્ટોબર 2023

સ્થળઃ ભુજ સ્વામિનારાયણ મંદિર
મોડાસા માર્કેટયાર્ડના સેક્રેટરી ઘનશ્યામભાઈ
ભટ્ટનું મંદિરમાં દર્શન વખતે ઢળી પડ્યા

તારીખઃ 13 ઓક્ટોબર 2023

સ્થળઃ વડોદરા
કારેલીબાગના 26 વર્ષીય યુવકનું
હાર્ટ એટેકથી નિધન

તારીખઃ 12 ઓક્ટોબર 2023

સ્થળઃ ઓલપાડ
42 વર્ષીય રત્નકલાકાર વિપુલભાઈ હિંચકા પર 
બેઠા હતા અને હૃદયરોગનો હુમલો આવ્યો

તારીખઃ 12 ઓક્ટોબર 2023

સ્થળઃ સુરત
સુરતના વેસુમાં કલર કામ કરતા યુવકને 
છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને હાર્ટ એટેક આવ્યો

તારીખઃ 10 ઓક્ટોબર 2023

સ્થળઃ જામનગર 
ધો. 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું યોગા
દરમિયાન હાર્ટ એટેક આવતા મોત 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
અમદાવાદના ખાડામાં વધુ એક જિંદગી હોમાઇ, મહિલાએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ
અમદાવાદના ખાડામાં વધુ એક જિંદગી હોમાઇ, મહિલાએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?
Hun To Bolish : હું તો બોલીશ : પાણીએ પાડ્યા બીમાર!
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
અમદાવાદના ખાડામાં વધુ એક જિંદગી હોમાઇ, મહિલાએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ
અમદાવાદના ખાડામાં વધુ એક જિંદગી હોમાઇ, મહિલાએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ
NCERT Vacancy 2026: નોન-ટીચિંગ પદો પર બહાર પડી ભરતી, ગ્રેજ્યુએટ્સ પણ કરી શકશે અરજી, આટલો મળશે પગાર
NCERT Vacancy 2026: નોન-ટીચિંગ પદો પર બહાર પડી ભરતી, ગ્રેજ્યુએટ્સ પણ કરી શકશે અરજી, આટલો મળશે પગાર
Gold-Silver New Rates: ચાંદીના ભાવમાં અચાનક 6000નો વધારો, ગોલ્ડ પણ તોડી રહ્યું છે રેકોર્ડ
Gold-Silver New Rates: ચાંદીના ભાવમાં અચાનક 6000નો વધારો, ગોલ્ડ પણ તોડી રહ્યું છે રેકોર્ડ
Embed widget