અમદાવાદમાં બે કલાકમાં કેટલો પડ્યો વરસાદ કે જનજીવન થઈ ગયું ઠપ્પ ને લોકો થઈ ગયાં પરેશાન ?
બંગાળની ખાડીમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશના કારણે ગુજરાતમાં મેઘમંડાણ થયા છે. અમદાવાદ સવારથી ધોધમાર વરસાદ વરસતાં રસ્તા જળમગ્ન થયા છે.
Weather update: બંગાળની ખાડીમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશના કારણે ગુજરાતમાં મેઘમંડાણ થયા છે. અમદાવાદ સવારથી ધોધમાર વરસાદ વરસતાં રસ્તા જળમગ્ન થયા છે.
ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશના કારણે ગુજરાતમાં મેઘમંડાણ થયા છે. ગાંધીનગર અને અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં સોલા, ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, બોડકદેવ, બોપલ, રાણીપ વિસ્તારમાં એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ થયો. ધોધમાર વરસાદના પગલે રામદેવ નગર, વેજલપુર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા વાહનો ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. રસ્તા પર પાણી ભરાઇ જતાં
AMCની પ્રી-મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલ્લી ગઇ છે. રસ્તા પર પાણીના કારણે અમદાવાદ શહેરમાં ઠેર- ઠેર ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા છે.અમદાવાદમાં ભારે વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાયા હતા.
નોકરી ધંધે જતાં લોકો થયા પરેશાન
સવારથી જ અમદાવાદ શહેરમાં મેઘમંડાણ થતાં સવારે ઓફિસ અને વ્યાપાર ધંધાર્થે જતાં લોકો રસ્તામાં ટ્રાફિક જામમાં ફસાયા હતા. સાબરમતી પોલીસ સ્ટેશન, આરટીઓ સર્કલ, હેલ્મેટ સર્કલ પાસે મેટ્રોના કામકાજ સ્થળે પાણી ભરાઈ જવાથી ભારે ટ્રાફિકજામ થયો હતો. મેટ્રો રેલની કામગીરીને કારણે ટ્રાફિક જામ થતાં વાહન લઈને જવું મુશ્કેલ થયું છે.
અમદાવાદમાં ભારે વરસાદના કારણે અખબારનગર, પલ્લવનગર અને શાસ્ત્રીનગર, ઘાટલોડિયાના ચાણક્યપુરી, ઘોડાસર, ઈસનપુર, નારોલમાં પાણ પાણીમાં ગરકાવ થઇ જતાં વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં અત્યારસુધીમાં 83 ટકા વરસાદ થયો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 147 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર, બનાસકાંઠા અને વડોદરામાં થયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત વલસાડ,સુરત ઉપરાંત દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે 30 સપ્ટેમ્બરે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.