અમદાવાદના ચાંદખેડાના કાઉન્સિલર પ્રતિભા સક્સેનાએ આ કારણે ધરી દીધું રાજીનામુ
અમદાવાદના ચાંદખેડાના કાઉન્સિલર પ્રતિભા સક્સેનાએ તેમના પદ પરથી રાજીનામુ ધરી દીધું છે. જો કે તેમનું રાજીનામુ નામંજૂર કરવામાં આવ્યું છે. શું સમગ્ર મામલો જાણીએ
અમદાવાદના ચાંદખેડાના કાઉન્સિલર પ્રતિભા સક્સેનાએ તેમના પદ પરથી રાજીનામુ ધરી દીધું છે. જો કે તેમનું રાજીનામુ નામંજૂર કરવામાં આવ્યું છે. શું સમગ્ર મામલો જાણીએ
અમદાવાદ: શહેરના ચાંદખેડાના કાઉન્સિલર પ્રતિભા સક્સેનાએ તેમના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. રાજીનામા મુદ્દે મળતી પ્રાથમિક માહિતી મુજબ તેમના પરિવારના સભ્યોની તબિયત નાદુરસ્ત રહેતી હોવાના કારણે પ્રતિકૂળ સંજોગો ના કારણે આખરે તેમણે કાઉન્સલરના પદ પરથી રાજીનામુ આપી દીધું છે.
પ્રતિભા સક્સેનાએ રાજીનામુ આપ્યાં બાદ મ્યુનિસિપલ કમિશનરને મોકલવામાં આવ્યું હતું. જો કે તેમણે પ્રતિભાના રાજીનામાને હાલ નામંજુર કર્યું છે. મ્યુનિસિપલ કમિશનરે કાઉન્સિલરની સહી અંગે ખરાઈ કરવા અને રૂબરૂમાં રાજીનામુ આપવા પ્રતિભા સક્સેનાને સૂચના આપી છે. હાલ મ્યુનિસિપલ કમિશનરે તેમનું રાજીનામુ નામંજૂર કર્યું છે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદ ચાંદખેડાના કાઉન્સલરે તેમનું રાજીનામુ પરોક્ષ રીતે મોકલ્યું હોવાથી મ્યુનિસિપલ કમિશનરે તેને નામંજૂર કર્યું છે અને સહીની ખરાઇ માટે પ્રત્યક્ષ રાજીનામુ આપવા સૂચના આપી છે. ઉલ્લેખનિય છે કે, કાઉન્સિલર પ્રતિભા સક્સેનાએ પક્ષના મોવડી મંડળને જાણ કર્યા વિના જ મ્યુનિસિપલ કમિશનરને રાજીનામુ મોકલી આપ્યું હતું.
એબીપી અસ્મિતાના અમારા સંવાદાતાએ રાજીનામા કારણ મુદ્દે જાણવા માટે પ્રતિભા બેનના પતિ સાથે વાતચીત કરી હતી. પતિ સાથે થયેલી વાતચીત મુજબ પ્રતિભા બેનના પતિને કેન્સરનું નિદાન થયું હોવાથી તેમણે આ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પતિની તબિયત નાદુરસ્ત રહેવાથી અને તબીબની સલાહ બાદ રાજીનામાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનિય છે કે ચૂંટણીના બે મહિના બાદ જ પ્રતિભા સક્સેનાએ પારાવારિક સમસ્યાના કારણે રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનિય છે કે, ચાંદખેડાના કાઉન્સિલર પ્રતિભા સક્સેનાના પતિને બ્રેઇનનું કેન્સર ડિટેક્ટ થયું છે. કાઉન્સિલર પ્રતિભા બેનને પણ કેન્સર થયું હતું. જેના પગલે તેમણે સર્જરી કરાવી હતી. ઉલ્લેખનિય છે કે, કાઉન્સિલર પ્રતિભા સક્સેનાએ પક્ષના મોવડી મંડળને જાણ કર્યા વિના જ મ્યુનિસિપલ કમિશનરને રાજીનામુ મોકલી આપ્યું હતું.