Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ
Banaskantha News: ફરી એકવાર અશ્લીલ હરકત કરતો વીડિયો વાયરલ થયો છે, આ વખતે આ વીડિયો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાથી સામે આવ્યો છે
Banaskantha News: ફરી એકવાર અશ્લીલ હરકત કરતો વીડિયો વાયરલ થયો છે, આ વખતે આ વીડિયો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાથી સામે આવ્યો છે. અહીં ન્યૂ એસટી પૉર્ટમાં એક યુવક અને યુવતી જાહેરમાં અશ્લીલ હરકત કરતો હોવાનો વીડિયો સામે આવતા તંત્ર સામે લોકો રોષે ફેલાયા છે.
સામે આવેલા વીડિયો અનુસાર, બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં બનેલા ન્યૂ એસટી પૉર્ટમાં એક યુવક અને યુવતી ખરાબ હરકતો કરતાં કેમેરામાં કેદ થયા છે. પાલનપુરમાં બનેલું ન્યૂ એસ.ટી બસ પૉર્ટ હાલમાં અસામાજીક પ્રવૃત્તીઓનો અડ્ડો બની ગયુ છે. અહીં પૉર્ટના એક ખુણામાં એક યુવક અને યુવતી બિભત્સ રીતે એકબીજા સાથે અશ્લીલ હકરતો કરતાં હતા, યુવક અને યુવતી બન્ને પહેલા બેઠાં બેઠાં અને બાદમાં ઉભા થઇને કોઇને પણ શરમ રાખ્યા વિના જાહેરમાં ગંદી ગંદી હરકતો કરી રહ્યાં હતા. આ અશ્લીલ અને બિભત્સ એક્ટિંગ કેમેરામાં કેદ થયા બાદ વાયરલ થઇ હતી. રોષે ભરાયેલા લોકોએ પોલીસને આ અંગે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
આ પહેલા બેગ્લુરુમાં સામે આવ્યો હતો ક્રૂરતાભર્યો કિસ્સો
બેંગલુરુમાં મહાલક્ષ્મી નામની મહિલાની હત્યા કરી તેના મૃતદેહના ટુકડાને ફ્રિજમાં રાખવાના ચોંકાવનારા કેસથી આખો વિસ્તાર સ્તબ્ધ છે. આ કેસનો મુખ્ય શંકાસ્પદ મુક્તિરંજન રોયે ઓડિશામાં આત્મહત્યા કરી લીધી. પોલીસને મુક્તિરંજન રોયના મૃતદેહ પાસેથી તેમની સુસાઈડ નોટ મળી, જેનાથી આ હત્યાની ગૂંચ ઉકેલાતી જણાય છે. પોલીસ અનુસાર આરોપીની સુસાઈડ નોટમાં એ વાતની કબૂલાત છે કે તેણે જ મહાલક્ષ્મીની હત્યા કરી હતી. પોલીસે એ પણ જણાવ્યું કે હત્યા કર્યા પછી આરોપીએ સૌથી પહેલા કોને ફોન કર્યો. મુક્તિરંજન રોયની સુસાઈડ નોટનો ઉલ્લેખ કરતાં બેંગલુરુ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મહિલાની હત્યા કર્યા પછી આરોપીએ પોતાના નાના ભાઈને ફોન કર્યો અને તેને તરત જ ભાડાનું ઘર ખાલી કરવા માટે કહ્યું. જ્યારે મુક્તિરંજનના નાના ભાઈએ તેને પૂછ્યું કે આખરે તે ઘર ખાલી કરવા માટે કેમ કહી રહ્યો છે તો આરોપીએ કહ્યું કે તે તેની સાથે ફોન પર વાત નથી કરી શકતો અને ઘરે મળીને તેને બધું જણાવશે. પોલીસ અનુસાર જ્યારે આરોપીના નાના ભાઈની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે ખુલાસો કર્યો કે મહિલાની હત્યા કરીને જ્યારે મુક્તિરંજન રોય ઘરે આવ્યો ત્યારે તેણે તેની (નાના ભાઈની) સામે હત્યાની વાત સ્વીકારી અને કહ્યું કે તે હવે આ શહેરમાં નથી રહી શકતો તેથી પોતાના વતનમાં જઈ રહ્યો છે.
'આરોપી પાસેથી કિંમતી સામાન વસૂલતી હતી મહાલક્ષ્મી'
આરોપીના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે મહાલક્ષ્મી આરોપી મુક્તિરંજન પાસેથી પૈસા અને કિંમતી સામાન વસૂલતી હતી. આ વાતનો ઉલ્લેખ મુક્તિરંજનની સુસાઈડ નોટમાં પણ છે. આરોપીના ઘરવાળાઓએ મહાલક્ષ્મી પર આરોપ લગાવ્યો કે તેણે મુક્તિરંજનને સોનાની વીંટી, એક મોંઘો મોબાઈલ ફોન અને એક નેકલેસ આપવા માટે મજબૂર કર્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું, "તકનીકી વિશ્લેષણ અને કૉલ રેકોર્ડની મદદથી આરોપીની ઓળખ કરવામાં આવી. શરૂઆતમાં તેનો મોબાઈલ 'લોકેશન' પશ્ચિમ બંગાળમાં મળ્યો, પરંતુ પછી તેણે તેને બંધ કરી દીધો. જોકે પછી તકનીકી નિગરાનીથી જાણવા મળ્યું કે તે ઓડિશાના એક ગામમાં છે. તેને પકડવા માટે ત્યાં ટીમ મોકલવામાં આવી. તેણે બચવા માટે ઓડિશામાં સ્થળ બદલ્યું. પોલીસ મૃત્યુના સાચા કારણનો પતો લગાવવા માટે અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
આ પણ વાંચો