શોધખોળ કરો
સૌરાષ્ટ્રના ક્યા મોટા શહેરમાં આજથી પાન-મસાલા-ગુટખાના ગલ્લા, ચાની લારીઓ ખુલ્લી રાખવાની મળી છૂટ ?
જામનગર અને ધ્રોલમાં 22/7/2020થી રાબેતા મુજબ ચા,પાન, લારી ગલ્લા, દુકાનો ખુલ્લી રાખી શકાશે

જામનગરઃ સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે કેટલાક જિલ્લામાં લોકડાઉનની માંગ કરવામાં આવી છે. એટલું જ નહીં, ઘણી જગ્યાએ વેપારીઓ દ્વારા બપોર સુધી જ વેપાર-ધંધા કરવામાં આવી રહ્યા છે. દરમિયાન તા.17/7થી 27/7 સુધી જામનગર અને ધ્રોલમાં દુકાનો બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જોકે, જાહેરનામામાં કરવામાં આવેલ આદેશ મુજબ સમય અવધિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ તા.22/7/2020થી રાબેતા મુજબ ચા,પાન, લારી ગલ્લા, દુકાનો ખુલ્લી રાખી શકાશે. જેથી હવે જામનગર અને ધ્રોલમાં આજથી પાન મસાલા અને ચા તેમજ લારી ગલ્લા, દુકાનો ખુલ્લી રાખી શકાશે.
વધુ વાંચો





















