શોધખોળ કરો

Panchmahal : કૂવામાં જીપ ખાબકતા બે લોકોના મોત, મંત્રી નિમિષા સુથાર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા

પંચમહાલમાં પાણી ભરેલા કૂવામાં તુફાન જીપ ખાબકતા બે લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મોરવા હડફ તાલુકાના દેલોચ ગામની ઘટના છે. કૂવામાંથી બે લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે.

Panchmahal : પંચમહાલમાં પાણી ભરેલા કૂવામાં તુફાન જીપ ખાબકતા બે લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મોરવા હડફ તાલુકાના દેલોચ ગામની ઘટના છે. કૂવામાંથી બે લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. કૂવામાં પાણી ભરેલ હોવાને કારણે મોડી રાત્રે રેસ્કયુની કામગીરી થઈ શકી ન હતી. આરોગ્યના મંત્રી નિમીષા સુથાર પણ મોડી રાત્રિએ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં.

સ્થાનિક પોલીસ અને મામલતદાર સહિત ગોધરા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી કૂવામાં ખાબકેલ તુફાન જીપ બહાર કાઢવા માટેનાં પ્રયાસ હાથ ધરવામા આવ્યાં હતાં.

Gujarat Accident : નવા વર્ષે અલગ અલગ અકસ્માતમાં 4 લોકોના મોત, જાણો ક્યાં ક્યાં થયો અકસ્માત?

Gujarat Accident : ગુજરાતમાં નવા વર્ષે થયેલા અલગ અલગ અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે. ત્રણેય અકસ્માતની વાત કરીએ તો બે અકસ્માત તો બનાસકાંઠા જિલ્લામાં જ બન્યા હતા. વડગામના જલોત્રા નજીક અકસ્માત સર્જાયો હતો. જીપ ડાલુ પલટી જતા 1નું મોત થયું છે. જ્યારે 10ને સામાન્ય ઇજા પહોંચી છે. પાલનપુરના બાદરગઢ ગામના યુવકનું મોત નીપજતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વડગામ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 

અન્ય અકસ્માતમાં બનાસકાંઠામાં દાંતા તાલુકાના હડાદ નજીક અકસ્માત એકનું મોત થયું છે. જ્યારે એક ઘાયલ થયો છે. હડાદના માકન ચંપા પાસે બાઈક સ્લીપ થતા ચાલકનું મોત નીપજ્યું હતું. ઘાયલને સારવાર અર્થે હડાદ રેફરલમાં ખસેડાયો છે. અકસ્માતને પગલે હડાદ પોલીસે તપાસ હાથ ધરી છે. 

ભરૂચ ટંકારીયા ગામ પાસે બાઈકનો બસ સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટંકારીયાના બે યુવાનોના મોત નીપજ્યા છે. એસટી બસ સાથે અકસ્માત સર્જાયો હતો. 

Gujarat Crime : નવા વર્ષે જ યુવકે કરી નાંખી મહિલાની હત્યા, કેમ કરી હત્યા? જાણો સંપૂર્ણ વિગત

Gujarat Crime : નવા વર્ષના દિવસે વડોદરાના વાઘોડિયામા હત્યાનો બનાવ બન્યો છે. વાઘોડિયાના શ્રી પોર ટીંબી ગામે 40 વર્ષીય મહિલાને ગામના જ 25 વર્ષીય યુવકે નજીવી બાબતે પાણી ભરવા હેડપંપે જતી મહિલાને માથાના ભાગે પાછળથી રોડ સાફ કરવાનો દસ્તાવાળો વાયરબ્રશ મારી દેતા સીતાબેન રતીલાલ નાયકા(40) નુ એક જ ફટકે મોત નિપજ્યુ હતુ. 

મહિલાની હત્યા બાદ આરોપી અનીલ રાઠોડીયા(25) ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને કરાતા ડભોઈ DYSP કુંપાવત, SOG, lCB અને FSL સહિત વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી ફરાર આરોપીને શોઘી કાઢવા તજવીજ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rana sanga controversy : રાણા સાંગા પર સાંસદની ટિપ્પણીથી વિવાદ, રાજકોટમાં ક્ષત્રિય આગેવાનો વિરોધAnklav APMC: આણંદની આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલની બિનહરીફ જીતDeesa cracker factory blast: ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 21ના મોતDeesa cracker factory blast : ડીસામાં બ્લાસ્ટ બાદ આખું ફટાકડાનું ગોડાઉન ધ્વસ્ત , 12ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Virat Kohli Retirement: વિરાટ કોહલીની નિવૃતી પર સામે આવ્યું મોટું અપડેટ, જાણો  
Virat Kohli Retirement: વિરાટ કોહલીની નિવૃતી પર સામે આવ્યું મોટું અપડેટ, જાણો  
'સંસદમાં 2જી એપ્રિલે હાજર રહે તમામ MP', વક્ફ બિલને લઇ BJP એ જાહેર કર્યુ વ્હિપ, કોંગ્રેસે બોલાવી વિપક્ષની બેઠક
'સંસદમાં 2જી એપ્રિલે હાજર રહે તમામ MP', વક્ફ બિલને લઇ BJP એ જાહેર કર્યુ વ્હિપ, કોંગ્રેસે બોલાવી વિપક્ષની બેઠક
ભારતમાં પણ આવશે મ્યાનમાર જેવો ભયાનક ભૂકંપ ? IIT કાનપુરના વૈજ્ઞાનિકની ચેતવણીથી ડર
ભારતમાં પણ આવશે મ્યાનમાર જેવો ભયાનક ભૂકંપ ? IIT કાનપુરના વૈજ્ઞાનિકની ચેતવણીથી ડર
Banaskantha Fire: ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટમાં 18 શ્રમિકોના મોત,  મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત 
Banaskantha Fire: ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટમાં 18 શ્રમિકોના મોત,  મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત 
Embed widget