Panchmahal: બે શખ્સોની ક્રૂરતાભરી હરકત, શ્વાનને માર માર્યો -બાઇક પાછળ બાંધી ઢસડીને લઇ ગયા, ઘટના CCTVમાં કેદ
સીસીટીવી પ્રમાણે, જોઇ શકાય છે કે, બે યુવકો એક શ્વાનને પહેલા માર મારી રહ્યાં છે, બાદમાં તેને દોરડીથી બાઇક પાછળ બાંધીને ઢસડીને લઇ જઇ રહ્યાં છે.
Panchmahal: પંચમહાલ જિલ્લામાંથી એક ક્રૂરતાભર્યા વીડિયો સામે આવ્યો છે, બે છોકરાઓએ શ્વાન સાથે નિર્દયતાભરી હરકત કરી છે. શ્વાનને બાઇક પાછળ બાંધીને ઢસડીને લઇ જવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.
સીસીટીવી પ્રમાણે, જોઇ શકાય છે કે, બે યુવકો એક શ્વાનને પહેલા માર મારી રહ્યાં છે, બાદમાં તેને દોરડીથી બાઇક પાછળ બાંધીને ઢસડીને લઇ જઇ રહ્યાં છે. આ ઘટના મોરવા હડફના ગોરા ગામમાં બેન્ક ઓફ બરોડાની નજીક બની હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.
સુરત કોર્ટની બહાર હત્યાના આરોપીની છરીના ઘા ઝીંકી હત્યાથી ખળભળાટ
સુરત કોર્ટની બહાર હત્યાના આરોપીની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ઘટના બની છે. કોર્ટ પરિસરની માત્ર 100 મીટરના અંતરે હત્યા થઈ છે. સૂરજ યાદવ નામના શખ્સની હત્યા કરવામાં આવી છે. સૂરજ યાદવ બાઈક ઉપર જતો હતો ત્યારે તેને આંતરીને અજાણ્યા બે શખ્સોએ હુમલો કર્યો હતો. છરીના 15થી વધુ ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. સૂરજ યાદવને હાલ સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.
સુરતના સચિન વિસ્તારમાં રહેતો સુરજ યાદવ આજે કોર્ટમાં તારીખ માટે આવ્યો હતો. ત્યારે સુરજ યાદવની કોર્ટ પરિસરના 100 મીટરના અંતરમાં જ જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા બે યુવકો દ્વારા હુમલો કરાતા કોર્ટની બહાર જ સૂરજ યાદવ લોહી લુહાણ થઈ ગયો હતો. હુમલો કરી ફરાર થઈ ગયા બાદ ગંભીર રીતે ઘાયલ યુવકને સ્થાનિક લોકો દ્વારા 108 બોલાવી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટના અંગે જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં