શોધખોળ કરો

અમરેલી: પોતાના પાળતું પશુનો જીવ બચાવવા આ વ્યક્તિએ દીપડા સાથે ભીડી બાથ

જળજીવડી ગામે મધરાતે દીપડાએ યુવક પર હુમલો કર્યો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પ્રેમજીભાઈ નામના વ્યક્તિ તેમના ઘરના ફળિયામાં ખુલ્લામાં સુતા હતા ત્યારે મધરાત્રે દીપડો દિવાલ કૂદીને ઘરમાં આવી ચડ્યો હતો.

અમરેલી: ધારી તાલુકા જળજીવડી ગામે મધરાતે દીપડાએ યુવક પર હુમલો કર્યો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પ્રેમજીભાઈ નામના વ્યક્તિ તેમના ઘરના ફળિયામાં ખુલ્લામાં સુતા હતા ત્યારે મધરાત્રે દીપડો દિવાલ કૂદીને ઘરમાં આવી ચડ્યો હતો. ત્યાર બાદ ફરજામાં બાંધેલી પાડીનું મારણ કરવા લાગ્યો હતો. જે બાદ પ્રેમજીભાઈ જાગી ગયા હતા અને તેમણે દીપડાને ટપારતા દીપડાએ તેમના પર હુમલો કરી દીધો હતો.

ત્યાર બાદ  પ્રેમજીભાઈએ દીપડા સામે બાથ ભીડી હતી જેમા તેઓ ઘાયલ થતાં હોસ્પિટલે ખસેડાયા હતા. પોતાના પાળતું પશુને બચાવવા પ્રેમજીભાઈએ પોતાનો જીવ જોખમમાં મુક્યો હતો. ત્યાર બાદ આ અંગે વનવિભાગની રેસ્ક્યુ ટીમને જાણ કરતા વનવિભાગ ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્રણ કલાકની મહેનત બાદ દિપડો પાંજરે પુરાતા લોકોમાં હાશકારો થયો હતો.

અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, લોકોને ગરમીમાં મળી રાહત
ગાંધીનગરઃ રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. અમદાવાદમાં સવારથી જ વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીમાં રાહત મળી છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. પાલનપુર, વડગામ, અમીરગઢમાં ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને પરેશાસીનો સામનો કરવો પડ્યો. તો આ તરફ અચાનક વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતોમાં ચિંતા છે.જો કે હાલ તો લોકોને ગરમીથી રાહત મળી છે.

અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. યાત્રાધામ શામળાજી પંથકમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે. તો મહિસાગર જિલ્લાના પણ અનેક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર 25 મેથી દક્ષિણ ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટિનો પ્રારંભ થશે. 25 મેના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ 10 જૂનથી થાય તેવી સંભાવના છે. ૧૫ થી ૨૦ જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના હિસ્સામાં ચોમાસું પ્રવેશ કરી લેશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ વખતે વરસાદનું પ્રમાણ સાધારણ રહે તેવી સંભાવના છે. શનિવારે સાંજ બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સાંજ પડતા ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

રાજ્યમાં આગામી 4-5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થતા ગરમીમાં આંશિક રાહત અનુભવાશે. હવામાન વિભાગના મતે હવે અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જવાની સંભાવના નહીવત છે. શનિવારે સૌથી વધુ ગરમી પાટણમાં 42.4 ડિગ્રી નોંધાઈ. જ્યારે ગાંધીનગર જૂનાગઢ, વડોદરા, ભાવનગરમાં પારો 41 ડિગ્રીથી વધારે નોંધાયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget