શોધખોળ કરો

Lal Bapu: કોણ છે લાલ બાપુ ? ક્ષત્રિયોના વિરોધથી ઘેરાયેલા રૂપાલા કેમ પહોંચ્યા ગધેથડ

ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અત્યારે ગુજરાતમાં ક્ષત્રિયોના જબરદસ્ત વિરોધ વચ્ચે ઘેરાયેલા છે

Rupala And Lal Bapu News: ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અત્યારે ગુજરાતમાં ક્ષત્રિયોના જબરદસ્ત વિરોધ વચ્ચે ઘેરાયેલા છે, ઠેર ઠેર પરસોત્તમ રૂપાલા સામે વિરોધ પ્રદર્શનો અને સાંસદની ટિકીટ પાછી ખેંચવાની માંગ ઉઠી છે. ખરેખરમાં, પરસોત્તમ રૂપાલાએ તાજેતરમાં જ તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.

Lal Bapu: કોણ છે લાલ બાપુ ? ક્ષત્રિયોના વિરોધથી ઘેરાયેલા રૂપાલા કેમ પહોંચ્યા ગધેથડ

વિરોધ ઉગ્ર બનતા પરસોત્તમ રૂપાલા પહોંચ્યા હતા લાલ બાપુના શરણે - 
ગુજરાતના રાજકોટમાંથી વિવાદ વધીને રાજ્યના બીજી જિલ્લાઓ સુધી પહોંચ્યો, અને ધીમે ધીમે પરસોત્તમ રૂપાલા વધુ ભીંસમાં આવવા લાગ્યા હતા. ચારેયબાજુથી ક્ષત્રિયોના વિરોધથી ઘેરાયેલા પરસોત્તમ રૂપાલાએ આખરે વિરોધને શાંત પાડવા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઇને ક્ષમા માંગી હતી, રૂપાલાએ લાલ બાપુના શરણે પહોંચીને તેમના આશીર્વાદ લીધા હતા, જાણો કોણ છે લાલ બાપુ ને શું છે તેમનો ઇતિહાસ..... 

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનુ ગધેથડ ગામ આજે દેશ-વિદેશમાં નામના ધરાવે છે. વેણુ ડેમના કાંઠે વસેલુ ગધેથડ ગામ સામાન્ય રીતે કોઈ મહત્વના કાર્ય માટે નહીં પરંતુ અહીંના ગાયત્રી આશ્રમના નિર્માણ કાર્ય કરનાર સંત એવા પૂજય લાલબાપુને લઈને છેલ્લા બે દાયકાથી ખૂબ જ પ્રખ્યાત થયુ છે. આજથી 65 વર્ષ પહેલા ગધેથડ ગામના ક્ષત્રિયકુળના નવલસિંહ વાળા અને માતા નંદુબાને ત્યાં પુત્ર રત્નરુપે જન્મેલા લાલુભા સામાન્ય પરિવારમાંથી આવતા હતા. ગામમા સારી ખેતીની જમીન ધરાવતા પૂ. લાલબાપુ ગધેથડ નજીક આવેલા નાગવદર ગામમાં વેણુ સિમેન્ટના પાઈપ બનાવતી કંપનીમાં દૈનિક 2 રુપિયે નોકરી કરતા હતા. નાનપણ થી જ ભકિતમાં ડુબેલા પૂજય લાલબાપુ દૈનિક 2 રુપીયાની કમાણી માંથી 1 રુપિયો એટલે કે અડધો ભાગ માતાને તેમજ બાકી રહેલો અડધો ભાગ પોતાની પૂજા માટે જરુરી સામાન ખરીદવાના ખર્ચમા વાપરતા.  

Guru Purnima 2023: સેવા, સાધના અને સંતનો દિવ્ય અવતાર એટલે ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજય લાલબાપુ

14 વર્ષની ઉંમરે જ પૂ. લાલબાપુએ લીધો સંન્યાસ 

નાગવદર ખાતે રહી તેઓે દિવસે કારખાનામાં મજૂરી કરતા અને રાત્રે પૂજા પાઠ કરવાનુ શરુ કર્યુ.  સંસાર છોડીને 14 વર્ષની ઉંમરે જ લાલુભાના નામમાંથી પૂ. લાલબાપુ નામ રાખવામાં આવ્યું  અને સંન્યાસ લઈ લીધો હતો.  નાગવદર ખાતે નાની જગ્યામાં આશ્રમ બનાવી તેઓેએ મારુતિ યજ્ઞનું આયોજન કર્યુ હતુ. યજ્ઞ પછી પણ તેમને કંઈક અલગ જ કરવાનો વિચાર આવે છે. પેલી કહેવત છે ને કે ગુરુ વિના જ્ઞાન નહીં. બસ આ કહેવત મુજબ તેઓ નજીકના ઢાંક ગામના પ્રખર શ્રી  મગનલાલ જટાશંકર  જોશી વિદ્વાન શાસ્ત્રીજી હતા તેમની પાસે સલાહ લેવા જાય છે. શ્રી મગનલાલ જોશીના જ્ઞાનથી તેઓ પ્રભાવીત હોય પૂ. લાલબાપુ ભકિતમાં હજુ આગળ કઈ રીતે વધી શકાય તેનું  માર્ગદર્શન માંગે છે.  શ્રી મગનલાલ જોશીને પૂ. લાલબાપુ તેમને ગુરુ ધારણ કર્યાં અને મગનલાલ જોશીએ પૂ. લાલબાપુને ગાયત્રી માતાની સાધના કરવાનુ માર્ગદર્શન આપ્યું હતું.  બસ તે દિવસથી આજ સુધી પૂ. લાલબાપુ ગાયત્રી ઉપાસક તરીકે સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં ખૂબ જ નામના મેળવી ચૂકયા છે.  65 વર્ષની ઉંમર દરમિયાન પૂ. લાલબાપુ 50 વર્ષ એકાંતવાસમાં રહીને કઠોર સાધના કરી છે. તેઓ અત્યાર સુધીમાં પાંચ વખત એકાંતવાસમાં સાધના કરી ચૂકયા છે.  જેમાં  21 મહિનાથી લઈને  12 વર્ષ સુધીનો સમાવેશ થાય છે .

Guru Purnima 2023: સેવા, સાધના અને સંતનો દિવ્ય અવતાર એટલે ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજય લાલબાપુ

પૂ. લાલબાપુ પોતાની સાધના કુટીરમાં કરે છે 

પૂ. લાલબાપુ આશ્રમમાં રહેલી પોતાની સાધના કુટીરમાં રહીને કઠોર સાધના કરે છે. માતાજીની આરાધના સમયે તેઓ કોઈને પણ મળતા નથી. તેમની સાધના કુટીરમાં  માત્ર તેમના શિષ્ય રાજુ ભગત અને દોલુ ભગતને જવાની મંજુરી છે. સાધના કુટીરમાં નીચે એક ભોયરુ આવેલુ છે ત્યાં બેસીને તેઓ કઠોર સાધના કરે છે જયાં સૂર્ય પ્રકાશ પણ પહોંચી શકતો નથી.

Guru Purnima 2023: સેવા, સાધના અને સંતનો દિવ્ય અવતાર એટલે ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજય લાલબાપુ

પૂ. લાલબાપુ કરે છે ભક્તિ સાથે સમાજસેવાના કાર્યો 

પૂ. લાલબાપુ દ્વારા માત્ર ભકિત જ નહીં પરંતુ સાથે-સાથે સમાજસેવાના  કાર્યો પણ કરવામાં આવે છે. પાંચ દાયકાની સાધના દરમિયાન લાલબાપુ પાંચ વખત અજ્ઞાતવાસમાં રહી ચૂકયા છે. વર્ષ 1992માં તેઓએ 3 વર્ષ અજ્ઞાતવાસમાં રહી ભકિત કરી. જયારે અજ્ઞાતવાસમાંથી બહાર આવ્યા ત્યારે 151 કુંડી યજ્ઞ કર્યો જેનો 6 લાખ લોકોએ લાભ લીધો હતો.1998માં 12 વર્ષના અજ્ઞાતવાસ બાદ તેઓએ બહાર આવી 351 કુંડી યજ્ઞ કર્યો જેમાં 22 લાખ લોકો જોડાયા હતા. વર્ષ 2014માં તેમણે પોણા બે વર્ષ અજ્ઞાતવાસ બાદ બહાર આવી 551 કુંડી યજ્ઞ કર્યો જેનો લાભ 32 લાખથી વધુ લોકોએ લીધો હતો.

Guru Purnima 2023: સેવા, સાધના અને સંતનો દિવ્ય અવતાર એટલે ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજય લાલબાપુ

આજ રીતે વર્ષ 2016 થી 2018 સુધીમાં 21 મહિના તેમજ 2021થી 2022માં  12 મહિના તેઓ અજ્ઞાતવાસમાં સાધના કરી ચૂકયા છે.જયારે પણ તેઓ અજ્ઞાતવાસમાં રહે છએ ત્યારે તેમના શિષ્ય રાજુ ભગત અને દોલુ ભગત આશ્રમની સાર સંભાળ રાખે છે. બંને આશ્રમમાં આવતા કોઈપણ દર્શનાર્થીઓને મુશ્કેલી ન પડે તેનુ ખાસ ધ્યાન રાખતા હોય છે.

Guru Purnima 2023: સેવા, સાધના અને સંતનો દિવ્ય અવતાર એટલે ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજય લાલબાપુ

દેશી ઉપચાર દ્રારા અસાધ્ય રોગનુ નિવારણ 

આજે પણ 21 કલાક એકાંતવાસમાં આધ્યાત્મિક જયોત જગાવનાર પૂ. લાલબાપુ રાત્રે 8 વાગ્યે ત્રણ જ ક્લાક બહાર આવી લોકોને દર્શન આપે છે. તેઓ દર્શને આવનાર ભકતો અને દર્દીઓને રોજ આયુર્વેદીક દવાઓ લખી આપે છે.  જેમાં કેન્સર ,એચઆઇવી જેવા અનેક અસાધ્ય રોગના દર્દીઓનો સમાવેશ થાય છે. પૂજય લાલબાપુના મતે દર્દીઓમાં સાજા થવાનુ મુખ્ય કારણ દેશી ઔષધીઓની સાથે માતાજી પ્રત્યેની શ્રદ્ધા  છે જેનાથી ખૂબ સારુ પરિણામ લાવી શકાય છે.  પશુઓમાં આવેલા લમ્પી વાયરસને લઈને ચિંતિત પશુપાલકોને તેમણે દેશી ઉપચારનો ઉપાય બતાવ્યો હતો.  જેનુ ખૂબ સારુ પરિણામ મળ્યુ હતુ. પશુપાલકો તેમના માલઢોરને બચાવવામાં સફળ રહ્યા હતા. ગાયમાં લમ્પી રોગને ફેલાતો અટકાવ્યો અને તેને લઈ હાલ તેમનુ 24 લાખ ગાયત્રી મંત્રના મંત્રજાપનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે.

Guru Purnima 2023: સેવા, સાધના અને સંતનો દિવ્ય અવતાર એટલે ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજય લાલબાપુ

સેવાથી ફેલાવી સુવાસ

વર્ષોથી સાદુ જીવન જીવી સાધના કરતા પૂજય લાલબાપુ તેમના આશ્રમે આવતા દર્શનાર્થીઓને પોતાના હાથે રસોઈ બનાવી જમાડે છે. પોતાના શિષ્ય રાજુ ભગત અને દોલુભગત તેમના આ કાર્યમાં તેમને સાથ આપે છે. આજે લાલબાપુની 21 કલાકની કઠોર સાધનામાં  તેમના શિષ્ય રાજુ ભગત પણ જોડાયા છે. જયારે  દોલુ ભગત ગાયત્રી આશ્રમમાં ચાલતા અન્નક્ષેત્રમાં કોઈ દર્શનાર્થી ભૂખ્યો ન જાય તેનુ ખાસ ધ્યાન રાખી અનોખી સેવા કરે છે.

Guru Purnima 2023: સેવા, સાધના અને સંતનો દિવ્ય અવતાર એટલે ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજય લાલબાપુ

સાધના સાથે સમાજ સુધારક કાર્યો

માત્ર સાધના નહીં પરંતુ સમાજ માટે કંઈક કરવાની ભાવના તેમનામાં જોવા મળે છે. આજના યુવાવર્ગમાં જોવા મળતા વ્યસનથી તેઓ ખૂબ દુખી છે. વારંવાર તેમના પ્રવચનમાં તેઓ યુવાનોને વ્યસન છોડવા માટેનો આગ્રહ રાખતા હોય છે. અહીં આવતા તમામ દર્શનાર્થીઓને તેઓ માતા-પિતાની સેવા કરવી તેમજ ગરીબને મદદરુપ બનવાની શિખ આપે છે. જો આપણે  પરંપરા અને સંસ્કાર ટકાવી રાખીશુ તો આવનારી પેઢી અને સમાજ વિશ્વમાં ભારતનો ડંકો વગાડતા નહીં રોકી શકે તેવો વિશ્વાસ તેઓ વ્યકત કરે છે. 

Guru Purnima 2023: સેવા, સાધના અને સંતનો દિવ્ય અવતાર એટલે ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજય લાલબાપુ

મોટો સેવકગણ ધરાવે છે લાલબાપુ

પોતાની પાંચ દાયકાથી વધુ સમયની સાધનાને પગલે આજે પૂજય લાલબાપુ મોટો સેવકગણ ધરાવે છે.  પોતાના જીવનમાં તેમના દર્શન માત્રથી આવેલા સારા પરિણામને પગલે લોકો તેમને ગુરુ માને છે. આવા મહાનુભવોની મસમોટી યાદી આજે જોવા મળે છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની અને રાજનેતા એવા જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા તેમના દર્શન માટે અવાર-નવાર ગધેથડ આવે છે. રવિન્દ્ર જાડેજાની કારર્કિદી એક સમયે અટકેલી પરંતુ તેમના દર્શન બાદ મેન ઓફ ધ સિરીઝ બન્યો ત્યાર બાદ સમય મળે તે અચૂક બાપુના દર્શને આવે છે.

Guru Purnima 2023: સેવા, સાધના અને સંતનો દિવ્ય અવતાર એટલે ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજય લાલબાપુ

માજી મુખ્યમંત્રી વિજય રુપાણી, હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક રાજનેતા પૂજ્ય લાલબાપુના દર્શન કરવા આવે છે. તેમના આશ્રમમાં ઉધોગપતિ, રાજનેતાથી લઈને ગરીબ કોઈપણ જાતના ભેદભાવ વગર તેમના દર્શન કરી શકે છે.

Guru Purnima 2023: સેવા, સાધના અને સંતનો દિવ્ય અવતાર એટલે ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજય લાલબાપુ

ગધેથડ ગામમાં ગાયત્રી મંદિરનું નિર્માણ

1998થી વેણુનદી ડેમના કાંઠે ગધેથડ ગામમાં ગાયત્રી મંદિરનું નિર્માણકાર્ય તેઓએ શરુ કરાવ્યું હતું.  વર્ષ 2014માં આ ભવ્ય મંદિરનુ કામ પૂર્ણ થયુ. આ મંદિરના નિર્માણની એક ખાસીયત એ છે કે અહીં લોખંડનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. જયાં જરુર પડે ત્યાં તાંબુ અને ચાંદી જેવી ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિર નિર્માણ  વિદ્ધિ વિધાનથી શુભ મુહૂર્તો દ્વારા કરવામાં આવ્યું હતું.  સૌરાષ્ટ્રમાં અનેક એવી જગ્યાઓ છે જે ગુરુ દ્નારા સ્થાપિત કરવામાં આવી હોય અને તેમના તપને લઈને ખ્યાતિ ધરાવતી હોય.

Guru Purnima 2023: સેવા, સાધના અને સંતનો દિવ્ય અવતાર એટલે ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજય લાલબાપુ

ગુરુપૂર્ણિમાંના પાવન દિવસે ભક્તોગણોનો રહે છે ધસારો 

પૂ. લાલબાપુએ આશ્રમના નામે કોઈ ટ્રસ્ટ બનાવ્યુ નથી. આ સાથે જ બેંક બેલેન્સ કયારેય રાખવાનુ નહીં જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ ન થાય. તેમજ  આશ્રમની અંદર કોઈ વાહન, મોબાઈલ, ટીવી આ બધા ભૌતિક સુખના સાધનોથી પૂજ્ય લાલબાપુ દૂર છે. પૂજ્ય લાલબાપુએ દૂધ ઘી કોઈ દિવસ ચાખ્યું નથી કારણ કે ગરીબ માણસો તનતોડ મહેનત કરે છે તેમને મળતું નથી તેને દૂધ ઘી ખાવાની જરૂર છે. અમારે શું ખાવાની જરૂર અમારે  તો બેઠા બેઠા માળા કરવાની હોય તો અમારાથી આવા દૂધ ઘીના ખોરાક ન ખવાય આ પ્રકારની  વિચારસરણી વાળા સમાજના સાચા સુધારક સંત સરળતા, સાદગી સાથે પરોપકારી જીવન જીવે છે. ખાસ વાત છે કે, ગુરુ પૂર્ણિમાના પવિત્ર અન પાવન દિવસે અહીં સંત શ્રી લાલબાપુના ચરણોમાં શીશ ઝૂકાવવા લાખોની સંખ્યામાં ભક્તગણો પહોંચે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
Embed widget