શોધખોળ કરો

Rupala Controversy: રૂપાલા બરાબરના ફસાયા, વિરોધની વચ્ચે અહીં નોંધાઇ વધુ એક ફરિયાદ, જાણો કોણે કરી.....

પંચમહાલ જિલ્લામાંથી પરસોત્તમ રૂપાલાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે, રાજકોટ બાદ રૂપાલા પંચમહાલમાં પણ બરાબરના ફસાયા છે

Rupala Controversy, Lok Sabha Elections 2024: મોદી સરકારના મંત્રી પરસોત્તમ રૂપાલાને લઇને ગુજરાતમાં વિરોધની આગ સળગી છે, થોડાક દિવસો અગાઉ રાજકોટમાં એક સભામાં પરસોત્તમ રૂપાલાએ રજવાડાંઓ અને તેમની લેવડદેવડ અંગે ટિપ્પણી કરી હતી, જે પછી પરસોત્તમ રૂપાલાનો ભારે પચંડ વિરોધ થયો હતો. વિરોધની આગ હવે હોલવાવવાની જગ્યાએ વધુ સળગી રહી છે. પરસોત્તમ રૂપાલા હવે બરાબરના ફસાયા છે, રાજકોટ બાદ હવે પંચમહાલમાં પણ ફરિયાદ નોંધાઇ છે. 

હાલમાં જ પંચમહાલ જિલ્લામાંથી પરસોત્તમ રૂપાલાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે, રાજકોટ બાદ રૂપાલા પંચમહાલમાં પણ બરાબરના ફસાયા છે, જિલ્લાના કાલોલમાં પરસોત્તમ રૂપાલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઇને હિરલકુમાર ગોહિલ નામના વકીલે પરસોત્તમ રૂપાલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ બાદ વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. 

રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ યથાવત - 
ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાના અનુચિત ઉચ્ચારણોથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં ફાટી નીકળેલા આક્રોશના પગલે ગોંડલના ગણેશગઢ ગામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મુખ્યત્વે ભાજપના હોદ્દેદારો હોય તેવા ક્ષત્રિય આગેવાનોએ રૂપાલાને માફ કરવાની વાત સાથે પ્રકરણ પૂરું થયાનું જાહેર કર્યું હતું, તો બીજી તરફ કેટલાક ક્ષત્રિય આગેવાનોએ આ સમાધાનને નકારી કાઢ્યું છે અને રોષ યથાવત્ જારી રાખ્યો છે. રૂપાલાના વિરોધ મામલે રાજકોટના નયનાબા જાડેજા, રાજદિપસિંહ વગેરે ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું કે માત્ર ભાજપના નેતાઓ ભેગા થઈને સમાધાન કરે તે સમાધાન નથી, રૂપાલા સામે વિરોધ સમગ્ર ક્ષત્રિય સમાજનો છે અને તેના ૯૦ સંગઠનોના હોદ્દેદારોએ ભેગા થઈને ટિકીટ રદ કરવાની માંગણી સાથે ઉગ્ર વિરોધ કર્યો છે. એક તરફ સમાધાનની બેઠક ચાલુ હતી બીજી તરફ ગઈકાલે રાજકોટ કોર્ટમાં રૂપાલા સામે ફરિયાદ નોંધાવાયા બાદ આજે ગઢડા જ્યુ.મેજિ.ની કોર્ટમાં નં. ૧૨- ૨૪થી પરસોતમ રૂપાલા સામે જયવંતસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવ્યાનું જાહેર કરાયું છે.  

જયરાજસિંહ સામે પડકાર ફેંકતો પદ્મિની બાનો વીડિયો વાયરલ, જાણો કોણ છે આ મહિલા અને શું કહ્યું, જુઓ વીડિયો

રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલા માટે કરેલા વિવાદિત નિવેદનથી સમગ્ર સમાજમાં રોષ છે. વિવાદ અને વિરોધનો વંટોળ થંભવાનું નામ નથી લેતો. આ તમામ વિવાદ વચ્ચે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહને મેદાને ઉતાર્યા  છે. તેઓ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરીને મામલે સમાધાન લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ મુદ્દે જ ગોંડલના શેમળામાં બેઠક યોજાઇ હતી. ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપના પૂર્વ ઘારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલા આ બેઠકમાં ઉપસ્થિત હતા અને જયરાજ સિંહે આ મામલાને થાળે પાડવાની કોશિશ કરી હતી. જો કે જયરાજસિંહની આ કોશિશ સામે  ક્ષત્રિય સમાજના મહિલા પદ્મીની બાદએ સવાલ ઉઠાવ્યા છે અને રાજકિય રોટલા ન શેકીને સમાજની બહેનોના ન્યાય સામે લડત આપવાનું અનુરોધ કર્યો હતો. જાણો કોણ છે પદ્મિની બાદ અને શું કર્યો વિરોધ

કોણ છે પદ્મિની બા અને શું છે વિરોધ

કરણીસેનાના મહિલા મોરચના અધ્યક્ષા  પદ્મિમીની બાએ હવે આ સમગ્ર વિવાદના મામલે ઝંપલાવ્યું છે. તેમણે ન માત્ર પરષોતમ રૂપાલા પણ જયરાજસિંહના ડેમેજ કંટ્રોલના પ્રયાસને પણ વખોડ્યા હતા. આ સમગ્ર મામલે પદ્મિની બાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ ક્ષત્રિય સમાજની મહિલાનું અપમાન કરનાર પરષોતમ રૂપાલાને ટિકિટ ન આપવા અને તેમની સામે કાયદાકિય એકશન લેવા માંગ કરી રહ્યાં છે તેમજ જયરાજસિંહને પણ એકલા હાથે ન નિર્ણય ન લેતા સમાજની મહિલાના ન્યાય માટે લડવાનો અનુરોધ કર્યો છે. તેમણે એક વીડિયો દ્રારા જયરાજ સિંહ સામે પડકાર ફેંક્યો છે કે, “જયરાજસિંહ તમે એકલા નિર્ણય ન લઈ શકો,શું રાજકીય લેવલે ગુનો કરવાનો હક છે?જયરાજભાઈ સમાજની બેનો આક્રોશિત છે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, ક્ષત્રિય સમાજની બેનોને ન્યાય મળવો જોઈએ, કોઇને પણ બેનોનું અપમાન કરવાનો  હક નહીઃ”                                                                                          

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
Embed widget