શોધખોળ કરો

Arbuda Sena Mahasamelan: ભાજપ અમારી દિવાળી બગાડશે તો એમની દેવ દિવાળી બગડશે: મોગજીભાઈ ચૌધરી

Arbuda Sena Mahasamelan: બનાસકાંઠા જિલાના પેછડાલ ગામે વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાનું મહાસંમેલન મળ્યું હતું. આગામી 30મી તારીખે ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજી વિધાનસભાની ચૂંટણીની રાહ નક્કી કરાશે.

Arbuda Sena Mahasamelan: બનાસકાંઠા જિલાના પેછડાલ ગામે વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાનું મહાસંમેલન મળ્યું હતું. જિલ્લામાં પાંચમા સંમેલનમાં વિપુલ ચૌધરીની ગેરહાજરીમાં ચૌધરી સમાજના આગેવાનોએ નિર્ણય કર્યો કે આગામી 30મી તારીખે ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજી વિધાનસભાની ચૂંટણીની રાહ નક્કી કરવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લાના પેછડાલ ગામમાં અર્બુદા સેના ગુજરાતના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં બાઈક રેલી અને મહાસંમેલન મળ્યું હતું. સમાજનું પ્રતિક પાઘડીની ઉપસ્થિતિમાં આયોજિત ચૌધરી સમાજના આ મહાસંમેલનમાં બનાસકાંઠા સહિત 4 જિલ્લાના  ચૌધરી સમાજના આગેવાન અને મહિલા હાજર રહ્યા હતા. અર્બુદા સેનાના મહાસંમેલનમાં દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, આપના દિયોદર વિધાનસભા ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી, આપના ડીસા વિધાનસભાના ઉમેદવાર રમેશ ચૌધરી સહિત અર્બુદા સેનાના આગેવાનો મોટી સંખ્યામાં હજાર રહ્યા હતાં. ભાજપની ગોરવયાત્રા પર પ્રહારો કર્યા હતા અર્બુદા સેનાના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ સરદાર પટેલે ચીમકી ઉચારી હતી કે વિપુલ ચૌધરીને છોડવામાં નહિ આવે તો અમે ભાજપના રાજકીય કાર્યક્રમોનો વિરોધ કરીશું.

ર્બુદા સેના બનાસકાંઠાની પાંચ સીટો પર અસર કરી શકે છે

અર્બુદા સેના બનાસકાંઠાની પાંચ સીટો પર અસર કરી શકે છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ભાજપ પાસે નવમાંથી માત્ર બે જ સીટો છે અને પાંચ સીટો કોંગ્રેસ પાસે છે. આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને અર્બુદા સેના ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. ડીસાના પેછડાલ ગામે અર્બુદા સેનાના મહાસંમેલનમાં આગામી 30 તારીખે ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજાવવાનું આહવાન કરવામાં આવ્યું છે.  ગુજરાતમાંથી 2 લાખ લોકો મહાપંચાયતમા હાજરી આપશે. મહાપંચાયતમા 2022ની વિધાનસભાની રાહ નક્કી કરાશે. જોકે ભાજપ અમારી દિવાળી બગાડશે તો એમની દેવ દિવાળી બગડશે તે નક્કી છે. તેવુ નિવેદન મોગજીભાઈ ચૌધરીએ આપ્યું હતું.

રમેશ પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા

તો બીજી તરફ ડીસા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રમેશ પટેલે પણ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, વિપુલ ચૌધરીને મુક્ત કરાવવા માટે 20મી તારીખે મુકેલ બેલ ઉપર નિર્ણય કરવામાં આવશે. 45 દિવસમાં ભાજપના ગરબા ઘરે આવે તેવું નિવેદન પણ આપ્યું હતું અને આડકતરી રીતે માજી બુટલેગરોને જેલમાં ધકેલવાનું નિવેદન પણ આપવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી

IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક

દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ પ્લેનના એન્જિનમાં લાગી આગ, હોંગકોંગથી આવી રહ્યું હતું એર ઈન્ડિયાનું વિમાન

બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
Advertisement

વિડિઓઝ

Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ પ્લેનના એન્જિનમાં લાગી આગ, હોંગકોંગથી આવી રહ્યું હતું એર ઈન્ડિયાનું વિમાન
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ પ્લેનના એન્જિનમાં લાગી આગ, હોંગકોંગથી આવી રહ્યું હતું એર ઈન્ડિયાનું વિમાન
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય

સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત

મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ

સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ

Embed widget