PM Modi Degree Certificate: PM મોદીની ડિગ્રી માંગવા મુદ્દે કોર્ટે શું આપ્યો ફેંસલો ? અરવિંદ કેજરીવાલને ફટકાર્યો દંડ
PM Modi : કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. મુખ્યમંત્રીએ પીએમના ડિગ્રી સર્ટિફિકેટની વિગતો માંગી હતી.
PM Modi News: વડાપ્રધાનની ડિગ્રી માંગવાના મામલામાં ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે ચુકાદો આપ્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિશેની માહિતી આપવા ગુજરાત યુનિવર્સિટીને નિર્દેશ આપતા કેન્દ્રીય માહિતી આયોગ (CIC)ના આદેશને હાઈકોર્ટે ફગાવી દીધો છે.
જસ્ટિસ બિરેન વૈષ્ણવે કહ્યું કે વડાપ્રધાન કાર્યાલય (PMO)ને તેમનું ગ્રેજ્યુએશન ડિગ્રી પ્રમાણપત્ર આપવું જરૂરી નથી. કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. મુખ્યમંત્રીએ પીએમના ડિગ્રી સર્ટિફિકેટની વિગતો માંગી હતી.
Gujarat High Court Friday ruled that the Prime Minister's Office (PMO) need not furnish the degree and post-graduate degree certificate of Prime Minister Narendra Modi.
— ANI (@ANI) March 31, 2023
હાઈકોર્ટના નિર્ણય બાદ સીએ અરવિંદ કેજરીવાલે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટ કર્યું કે, શું દેશને એ જાણવાનો પણ અધિકાર નથી કે તેમના પીએમએ કેટલું ભણ્યા છે? તેમણે કોર્ટમાં ડિગ્રી બતાવવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. શા માટે? અને તેમની ડીગ્રી જોવાની માંગણી કરનારને દંડ થશે? આ શું થઈ રહ્યું છે? અભણ કે ઓછું ભણેલા પીએમ દેશ માટે ખૂબ જ ખતરનાક છે.
ગુજરાત યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને આરટીઆઈ કાયદા હેઠળ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પીએમ મોદીની ડિગ્રી વિશે માહિતી આપવાના આદેશને રદ કરવાની વિનંતી કરી હતી.
અમદાવાદમાં પીએમ મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવનારા 8 લોકોની ધરપકડ
અમદાવાદમાં પીએમ મોદી સંદર્ભે પોસ્ટર લગાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. 8 અલગ અલગ સ્થળ પર અનધિકૃત રીતે પોસ્ટર લગાવવા બદલ 8ની ધરપકડ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદી સામે વાંધાજનક સુત્રોના પોસ્ટર લગાવાયા હતા, જેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં 'મોદી હટાઓ, દેશ બચાવો'ના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, આ તમામ લોકો વિરુધ કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે 8 વ્યક્તિઓ સામે ફરીયાદ દાખલ કરીને કાયદેસરનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે શહેરના વિવિધ વિસ્તારો કે જેમકે વટવા, ઈસનપુર, મણીનગર, નારોલ, વાડજમાં પોસ્ટરો લગાવાવમાં આવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ તમામ પોસ્ટર સરકારી મિલકતો પર લગાવવામાં આવ્યા હતા. આ ધરપકડો આમ આદમી પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી પોસ્ટર ઝુંબેશ શરૂ કર્યાના એક દિવસ પછી કરવામાં આવી છે. AAPએ દેશભરની 11 ભાષાઓમાં ભાજપ વિરુદ્ધ આ પોસ્ટર અભિયાન શરૂ કર્યું છે. અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂ ઉપરાંત ગુજરાતી, પંજાબી, તેલુગુ, બંગાળી, ઉડિયા, કન્નડ, મલયાલમ અને મરાઠી ભાષામાં પણ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે.