પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ પ્રજા સાથે જીવંત સંપર્ક બનાવી રાખવો જોઇએઃ PM મોદી
અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધીના રોડ શો બાદ પ્રધાનમંત્રીએ 430 જેટલા આમંત્રિત નેતાઓ સાથે ચર્ચા કરી હતી

ગાંધીનગરઃ ચૂંટણી હોય કે ન હોય, પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ પ્રજા સાથે જીવંત સંપર્ક બનાવી રાખવો જોઇએ તેવી સલાહ વડાપ્રધાન મોદીએ કમલમમાં યોજાયેલી બેઠકમાં ભાજપના નેતાઓને આપી હતી. અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધીના રોડ શો બાદ પ્રધાનમંત્રીએ 430 જેટલા આમંત્રિત નેતાઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ સરકારના મંત્રીઓ, પ્રદેશ પદાધિકારીઓ, ભાજપના સંસદસભ્યો અને ધારાસભ્યોને ચૂંટણી માટેનો વિજય મંત્ર આપ્યો હતો.
ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે @BJP4Gujarat ના આગેવાનો તથા કાર્યકર્તાઓને મળવાનું થયું. ભાજપ સંગઠનના માધ્યમથી કેવી રીતે વધુ અસરકારક રીતે લોકોની સેવા કરી શકાય અને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપી શકાય તેની ચર્ચા કરી. pic.twitter.com/gtiMwk53GX
— Narendra Modi (@narendramodi) March 11, 2022
બેઠકમાં PM મોદીએ કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર વિકાસની વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. તેમાં સંગઠનની મહત્વની ભૂમિકા હોય છે. સંગઠનના માધ્યમથી રાજ્યની જનતા અને લોકોની અસરકારકતાથી સેવા કરી રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી શકે છે. તો પ્રદેશના નેતાઓને કહ્યુ હતું કે માત્ર ચૂંટણીલક્ષી નહીં પરંતુ જનતાલક્ષી કાર્યક્રમોમાં પણ નેતાગીરીએ જોડાવું જોઇએ. મોદીએ ટિફીન બેઠકો માટે પણ આહવાન કર્યું છે.
નવા ગામડાના નિર્માણ માટે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ટિપ્સ આપી છે. નાના કામો કરવામાં આવે તો ગામડામાં ઘણું મોટુ પરિવર્તન થઇ શકે છે. તેમને કહ્યું કે દરેક ગામમાં શાળાનો જન્મદિવસ ઉજવવો જોઇએ, શાળામાં સાફસફાઇના કાર્યક્રમ કરવા જોઇએ, ચૂંટાયેલા સભ્યો રોજરોજ શાળામાં જઇને શિક્ષક કેવુ ભણાવે, બાળકોની હાજરી કેટલી છે. તે તમામ બાબતે તપાસ કરવી જોઇએ. સાથે જ દરેક ગામમાં 75 પ્રભાતફેરી યોજવી જોઇએ. ગામના લોકોએ એકત્ર થઇને ત્રિરંગા સાથે પ્રભાત ફેરી કરવી જોઇએ. તો દરેક ગામમાં કોઇ એક સ્થળે 75 વૃક્ષો વાવવા અને આઝાદીના 75 વર્ષ વર્ષ પુર્ણ થયા છે. ત્યારે તેની યાદમાં એક બગીચો બનાવવો. તો ગામમાં 75 ખેડૂતો નક્કી કરે કે તેઓ પ્રાકૃતિક ખેતી કરશે અને વરસાદના પાણીનો ઉપયોગ થાય અને જમીનમાં પાણીનો સંગ્રહ થાય તે માટે ગામની આસપાસના પાણીના વહેણમાં બોરીબંધ બાંધવા જોઈએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
