પ્રધાનમંત્રી મોદીએ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો,કહ્યું- 'દરેક રમતમાં આપણા યુવાનો કમાલ કરી રહ્યા છે'
ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બીજો રોડ શો યોજ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ રુપે પીએમ સતત લોકો વચ્ચે જઈને ભાજપના 4 રાજ્યોમાં મળેલા વિજયનો સંદેશ પણ આપી રહ્યા છે.
LIVE
Background
ગુજરાતના પ્રવાસે આવેલા આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બીજો રોડ શો યોજ્યો છે. અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે 11મા ખેલ મહાકુંભના શુભારંભ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શૉ કરીને સરદાર પટેલ સ્ટેડિયમ પર પહોંચશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીએ પોતાના ગુજરાત પ્રવાસ દરમ્યાન આ બીજો રોડ શો કર્યો છે. આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ રુપે પીએમ મોદી સતત લોકો વચ્ચે જઈને ભાજપના 4 રાજ્યોમાં મળેલા વિજયનો સંદેશ પણ આપી રહ્યા છે. ખેલ મહાકુંભ 2022નો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6.30 વાગ્યે પ્રારંભ કરાવવાના છે.
કોરોનાના કારણે બે વર્ષ સુધી ખેલ મહાકુંભ પર બ્રેક લાગી હતી
કોરોનાના કારણે બે વર્ષ સુધી ખેલ મહાકુંભ પર બ્રેક લાગી હતી. જે રીતે ભૂપેંદ્ર ભાઈએ ફરી ખેલ મહાકુંભ શરુ કર્યો ખેલાડીઓમાં નવા જોશને ભરી દિધો છે. 12 વર્ષ પહેલા 2010માં ગુજરાતના મુખ્યમંત્રીના નાતે ખેલ મહાકુંભની શરુઆત કરી હતી આજે કહી શકુ છુ કે જે સપનાનું બીજ મે વાવેલું તે આજે વટવૃક્ષ બન્યું છે. 2010માં પહેલા ખેલ મહાકુંભમાં ગુજરાતમાં 16 ખેલમાં 13 લાખ ખેલાડીઓ સાથે આરંભ થયો હતો. ભૂપેંદ્રભાઈએ જણાવ્યું કે 2019માં થયેલા ખેલ મહાકુંભમાં ભાગીદારી 13 લાખથી 40 સુધી પહોંચી ગઈ.
2010માં વાવેલું બીજ આજે વટવૃક્ષ બન્યું
ખેલ મહાકુંભમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, દરેક રમતમાં ગુજરાતના યુવાનો કમાલ કરી રહ્યા છે. 2010માં વાવેલું બીજ આજે વટવૃક્ષ બન્યું છે.
PM મોદીએ 11મા ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો
PM મોદીએ 11મા ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો
Prime Minister Narendra Modi inaugurates Khel Mahakumbh 2022 at Sardar Patel Stadium in Ahmedabad pic.twitter.com/7mkvdjVkfW
— ANI (@ANI) March 12, 2022
પ્રધાનમંત્રી મોદી 11મા ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો
પ્રધાનમંત્રી મોદી 11મા ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ રિમોટ દ્વારા 11મા ખેલ મહાકુંભનો પ્રચંડ પ્રારંભ કરાવ્યો હતો આ સાથે જ નવી સ્પોર્ટ્સ પોલીસની જાહેરાત પણ કરાઈ છે. ખેલ મહાકુંભમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, દરેક રમતમાં ગુજરાતના યુવાનો કમાલ કરી રહ્યા છે. 2010માં વાવેલું બીજ આજે વટવૃક્ષ બન્યું છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના હસ્તે ખેલ મહાકુંભનો પ્રાંરભ
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના હસ્તે ખેલ મહાકુંભનો પ્રાંરભ થયો છે. નવી સ્પોર્ટ્સ પોલીસની જાહેરાત કરવામાં આવી છે.