શોધખોળ કરો
Advertisement
Gujarat Election 2021 Results : ભાજપની ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરી શું કહ્યું ? જાણો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાયો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાયો છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડા સાફ થયા છે. ભાજપની આ ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રીએ મોદીએ ટ્વિટ કરી જનતાનો આભાર વ્યક્ત કર્યો છે.
પીએમ મોદીએ ટ્વિટ કરી લખ્યું, ગુજરાતભરની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે- ગુજરાતની જનતા ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢતાપૂર્વક સમર્થન કરે છે. ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરું છું.
અન્ય એક ટ્વિટમાં પ્રધાનમંત્રી મોદીએ લખ્યું, શહેરી અને ગ્રામીણ ગુજરાતે સર્વાનુમતે સંદેશ આપ્યો છે. હું ગુજરાત સરકારના લોકાભિમુખ વહીવટની પ્રશંસા કરું છું અને ગુજરાત ભાજપના કાર્યકર્તાઓના ભગીરથ પ્રયત્નોની પ્રશંસા કરું છું. અમારી પાર્ટી ગુજરાતના વિકાસ અને પ્રત્યેક ગુજરાતીઓના સશક્તિકરણ માટે હંમેશાં કાર્યરત રહેશે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાયો છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડા સાફ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion